SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણના નિક્ષેપા (નિ.-૧૨૩૫) * ૧૯૫ णामं ठवणा दविए खित्ते काले तहेव भावे य । एसो पडिकमणस्सा णिक्खेवो छव्विहो होइ ॥१२३५॥ व्याख्या-तत्र नामस्थापने गतार्थे, द्रव्यप्रतिक्रमणमनुपयुक्तसम्यग्दृष्टेलब्ध्यादिनिमित्तं वा उपयुक्तस्य वा निह्नवस्य पुस्तकादिन्यस्तं वा, क्षेत्रप्रतिक्रमणं यस्मिन् क्षेत्रे व्यावय॑ते क्रियते वा यतो वा प्रतिक्रम्यते खिलादेरिति, कालप्रतिक्रमणं द्वधा-ध्रुवं अध्रुवं च, तत्र ध्रुवं 5 भरतैरावतेषू प्रथम-चरमतीर्थकरतीर्थेष्वपराधो भवतु वा मा वा ध्रुवमुभयकालं प्रतिक्रम्यते, विमध्यमतीर्थकरतीर्थेषु त्वध्रुवं-कारणजाते प्रतिक्रमणमिति, भावप्रतिक्रमणं द्विधा-प्रशस्तमप्रशस्तं च, प्रशस्तं मिथ्यात्वादेः, अप्रशस्तं सम्यक्त्वादेरिति, अथवौघत एवोपयुक्तस्य सम्यग्दृष्टेरिति, प्रशस्तेनात्राधिकारः ॥१२३५॥ ___ प्रतिचरणा व्याख्यायते–'चर गतिभक्षणयोः' इत्यस्य प्रतिपूर्वस्य ल्युडन्तस्य प्रतिचरणेति 10 भवति, प्रति प्रति तेषु तेष्वर्थेषु चरणं-गमनं तेन तेनाऽऽसेवनाप्रकारेणेति प्रतिचरणा, सा च षड्विधा, तथा चाह ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ પ્રમાણે પ્રતિક્રમણના છ પ્રકારે નિક્ષેપો થાય છે. “ - ટીકાર્થ :- તેમાં નામ-સ્થાપના સ્પષ્ટ જ છે. અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિ જીવનું અથવા 15 લબ્ધિ વિગેરે માટે ઉપયુક્ત એવાનું અથવા નિહ્નવનું જે પ્રતિક્રમણ તે દ્રવ્યપ્રતિક્રમણ અથવા પુસ્તકાદિમાં રહેલ (પ્રતિક્રમણના સૂત્રો એ ભાવપ્રતિક્રમણનું કારણ બનતા હોવાથી) દ્રવ્યપ્રતિક્રમણ જાણવા. જે ક્ષેત્રમાં પ્રતિક્રમણ વર્ણવાતું હોય કે કરાતું હોય તે ક્ષેત્રપ્રતિક્રમણ જાણવું. અથવા નિશાની માટે જ્યાં ખીલો ખોડેલો હોય, ત્યાં સુધી જઈને પાછું અવાય તે ક્ષેત્રપ્રતિક્રમણ. કાલપ્રતિક્રમણ ધ્રુવ અને અદ્ભવ એમ બે પ્રકારે છે. તેમાં ભરત-ઐરાવતક્ષેત્રમાં પ્રથમ- 20 ચરમતીર્થકરના તીર્થમાં અપરાધ થાય કે ન થાય, જે ઉભયકાલ પ્રતિક્રમણ કરાય છે, તે ધ્રુવ કાલપ્રતિક્રમણ જાણવું. વચલા તીર્થકરના તીર્થોમાં કારણ આવે ત્યારે પ્રતિક્રમણ કરવાનું હોવાથી અધ્રુવ કાલપ્રતિક્રમણ છે. ભાવપ્રતિક્રમણ પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં મિથ્યાત્વાદિનું જે પ્રતિક્રમણ તે પ્રશસ્ત અને સમ્યક્ત્વાદિનું પ્રતિક્રમણ તે અપ્રશસ્તપ્રતિક્રમણ જાણવું. અથવા સામાન્યથી ઉપયુક્ત એવા સમ્યગ્દષ્ટિજીવનું ભાવપ્રતિક્રમણ જાણવું. અહીં પ્રશસ્તવડે અધિકાર 25 છે. 1/૧૨૩પ. અવતરણિકા :- હવે પ્રતિચરણા વ્યાખ્યાન કરાય છે – ચરૂ ધાતુ ગતિ-ભક્ષણ અર્થમાં વપરાય છે. પ્રતિ ઉપસર્ગ પૂર્વક, લ્યુડન્ત એવા ચ ધાતુનું પ્રતિચરણા રૂપ થાય છે. વારંવાર તે-તે અર્થોમાં તે તે આસેવનના પ્રકારોવડે જે વર્તવું, (અર્થાત જે અર્થને જે રીતે સેવવાનું આગમમાં કહ્યું છે તે અર્થને તે રીતે વારંવાર સેવવું,) તે પ્રતિચરણા કહેવાય છે અને તે છે 30 પ્રકારે છે. તે જ કહે છે ;
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy