SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રતિક્રમણ’ શબ્દની વ્યાખ્યા * ૧૯૧ चारित्रमुपवर्णितं, चतुर्विंशतिस्तवे त्वर्हतां गुणस्तुतिः, सा च दर्शनज्ञानरूपा, एवमिदं त्रितय - मुक्तम्, अस्य च वितथासेवनमैहिकामुष्मिकापायपरिजिहीर्षुणा गुरोर्निवेदनीयं तच्च वन्दनपूर्वमित्यतो ऽनन्तराध्ययने तन्निरूपितम्, इह तु निवेद्य भूयः शुभेष्वेव स्थानेषु प्रतीपं क्रमणमासेवनीयमित्येतत् प्रतिपाद्यते, इत्थमनेनानेकरूपेण सम्बन्धेनाऽऽयातस्यास्य प्रतिक्रमणाध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि सप्रपञ्चं वक्तव्यानि तत्र च नामनिष्पन्ने निक्षेपे प्रतिक्रमणाध्ययनमिति, तत्र प्रतिक्रमणं निरूप्यते - 'प्रति' इत्ययमुपसर्गः प्रतीपाद्यर्थे वर्तते, क्रमु पादविक्षेपे' अस्य ल्युडन्तस्य प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणमिति भवति एतदुक्तं भवति - शुभयोगेभ्योऽशुभयोगान्तरं क्रान्तस्य शुभेष्वेव प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणमिति, उक्तं — 'स्वस्थानाद् यत्परस्थानं, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ क्षायोपशमिकाद्भावादौदयिकस्य वशं गतः । તત્રાપિ = સ ટ્વાર્થ:, પ્રતિભામામૃત: ઘર'' 64 5 10 અને અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. (૧૨૫૧)” અથવા સામાયિકાધ્યયનમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિંશતિસ્તવમાં અર્હતોની ગુણસ્તુતિ કરી, અને તે ગુણસ્તુતિ દર્શન- 15 જ્ઞાનરૂપ છે. આ પ્રમાણે દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની વાત કરી. આ ત્રિકસંબંધી જે કંઈ વિપરીત સેવન થયું છે તે ઐહિક અને આમુષ્મિક અપાયને છોડી દેવાની ઇચ્છાવાળા (એટલે કે તે અપાયોને નહીં પામવાની ઇચ્છાવાળા) સાધુએ ગુરુને કહેવું જોઈએ. અને ગુરુને આ વિપરીત સેવનનું કથન વંદનપૂર્વક કરવાનું હોવાથી હમણાં કહી ગયા તે અધ્યયનમાં વંદનનું નિરૂપણ કર્યું. 20 આ અધ્યયનમાં પોતાના વિપરીત સેવનનું કથન ગુરુને કરીને ફરી શુભસ્થાનોમાં પાછા ફરવા યોગ્ય.છે એ વાતનું પ્રતિપાદન કરાય છે. આ રીતે અનેક પ્રકારના સંબંધોવડે આવેલા આ પ્રતિક્રમણાધ્યયનના ચાર અનુયોગદ્વારો સવિસ્તાર કહેવા યોગ્ય છે. તેમાં નામનિષ્પન્નનિક્ષેપમાં ‘પ્રતિક્રમણાધ્યયન’ એ પ્રમાણેનું નામ જાણવું. તેમાં પ્રથમ પ્રતિક્રમણનું નિરૂપણ કરાય છે. ‘પ્રતિ’ ઉપસર્ગ ઊલટું વિગેરે અર્થમાં વર્તે છે. લ્યુડન્ત એવા ઋક્ ધાતુનું મળ થાય છે. પ્રતીપ=ઊલટું 25 અથવા પ્રતિકૂળ એવું જે ક્રમણ તે પ્રતિક્રમણ, અર્થાત્ શુભયોગોમાંથી અશુભ એવા બીજા યોગોમાં ગયેલાનું શુભ એવા યોગોમાં જ જે પાછા ફરવું તે પ્રતિક્રમણ કહેવાય છે. “પ્રમાદના વશથી સ્વસ્થાનથી=શુભયોગમાંથી જે પરસ્થાનમાં=અશુભયોગમાં ગયેલો છે. (તે જીવનું) તે જ સ્વસ્થાનમાં ફરી પાછું આવવું તે પ્રતિક્રમણ કહેવાય છે. ॥૧॥ ક્ષાયોપશમિકભાવમાંથી ઔદિયકભાવના વશને જે પામેલો છે. (તેનું જે ક્ષાયોપમિકભાવમાં 30 ફરીથી ગમન થાય છે) તે ગમનમાં પણ તે જ અર્થ (=પ્રતિક્રમણશબ્દનો અર્થ) સ્મરણ કરાયેલો છે, કારણ કે તે ગમનમાં પણ પ્રતિકૂળગમન થાય છે (અર્થાત્ ફરીથી ક્ષાયોપશમકભાવમાં જે કહ્યું છે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy