SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) बुद्धिः स्याद् एवं चेत् मन्यसे इत्यर्थः तथाहि - किलास्मिन् क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसायस्तीर्थस्य चोन्नतिकरणं दृष्ट्वा च तं क्रियमाणमन्येऽपि प्रतिबुध्यन्त इति स्वपरानुग्रहः, सर्वमिदं सप्रतिपक्षमिति चेतसि निधाय 'द्रव्यस्तवो बहुगुण' इत्यस्यासारताख्यापनायाऽऽह——अनिपुणमति-वचनमिद 'मिति, अनिपुणमतेर्वचनं अनिपुणमतिवचनम्, 'इदमिति यद् द्रव्यस्तवो बहुगुण इति, किमित्यत आह- ' षड्जीवहितं जिना ब्रुवते' षण्णां पृथिवीकायादीनां हितं जिना:- तीर्थकरा ब्रुवते, प्रधानं मोक्षसाधनमिति गम्यते ॥१९३॥ किं च षड्जीवहितमित्यत आह छज्जीवकायसंजमु दव्वथए सो विरुज्झई कसिणो । तो कसिणसंजमविऊ पुप्फाईअं न इच्छंति ॥ १९४ ॥ ( भा० ).. व्याख्या–‘षड्जीवकायसंयम' इति षण्णां जीवनिकायानां पृथिव्यादिलक्षणानां संयम:सङ्घट्टनादिपरित्यागः षड्जीवकायसंयमः, असौ हितं, यदि नामैवं ततः किमित्यत आह-'द्रव्यस्तवे' ભાવસ્તવ નહીં.) એ પ્રમાણેની હે શિષ્ય ! જો તને બુદ્ધિ થતી હોય એટલે કે તું આ પ્રમાણે જો માને છે. (તો અનિપુણ બુદ્ધિવાળા તારું આ વચન છે એટલે કે તારી આ બુદ્ધિ=વિચાર યોગ્ય નથી. એમ આગળ સાથે અન્વય જોડવો.) શિષ્યને આવી બુદ્ધિ થવાનું કારણ જણાવે છે 15 કે દ્રવ્યસ્તવ કરવામાં ઘણા પૈસાનો ત્યાગ થવાથી શુભ જ અધ્યવસાય અને તીર્થની ઉન્નતિ થાય છે. તથા આ રીતે ઠાઠમાઠથી કરાતા દ્રવ્યસ્તવને જોઈને બીજા જીવો પણ બોધ પામે છે. આમ સ્વ-પર બંને માટે ઉપકારી હોવાથી દ્રવ્યસ્તવ લાભદાયી છે. આ રીતના પૂર્વપક્ષના સર્વ વચનોને પ્રતિપક્ષસહિત (અર્થાત્ પૂર્વપક્ષે દ્રવ્યસ્તવ વધુ લાભદાયી છે એમાં જે જે શુભ અધ્યવસાય, તીર્થ ઉન્નતિ વિગેરે કારણો આપ્યા તે સર્વ કારણોના વિરોધી જવાબોને) મનમાં ધારણ કરીને ‘દ્રવ્યસ્તવ 20 વધુ લાભકારી છે' એવા વચનની અસારતાને જણાવવા માટે ગ્રંથકારશ્રી કહે,છે કે - ‘દ્રવ્યસ્તવ વધુ લાભકારી છે' એવું આ વચન અનિપુણમતિવાળા જીવનું છે. (અર્થાત્ આવું વચન બોલનાર નિપુણમતિવાળો નથી.) શા માટે ? તે કહે છે. જિનેશ્વરભગવંતો પૃથિવીકાયાદિ ષડ્થવોનાં હિતને મોક્ષનું પ્રધાન કારણ કહે છે. (આશય એ છે કે - ષડ્ડવોનું હિત એ મોક્ષનું પ્રધાન કારણ છે, અને દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ ષડ્ઝવોનું 25 હિત નથી. તેથી તે વધુ લાભદાયી છે એવું નથી.) ૧૯૩ અવતરણિકા :- ષડ્ડવોનું હિત એટલે શું ? (અર્થાત્ શું કરવામાં ષડ્થવોનું હિત રહેલું છે?) તે કહે છે 30 ६ ગાથાર્થ :- ષડ્જવનિકાયનું સંયમ દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ રીતે સચવાતું નથી. તેથી સંપૂર્ણસંયમને જાણનારા પુષ્પાદિને ઇચ્છતા નથી. ટીકાર્થ :- પૃથિવી વિગેરે ષડ્જવનિકાયનો સંઘટ્ટનાદિના ત્યાગરૂપ સંયમ એ હિત છે (અર્થાત્ તે જીવોનો સંઘટ્ટો ન કરવો, પરિતાપ ન પમાડવો વિગેરે જે સંયમ છે તે જ ષડ્ડવોનું
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy