SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શિથિલાચારીઓના વિગઈપરિભોગ માટેના ખોટા આલંબનો (નિ.-૧૧૮૮) ૧૫૧ एवं नित्यवासादिषु मन्दधर्माः सङ्गमस्थविरादीन्यालम्बनान्याश्रित्य सीदन्ति, अन्ये पुनः सूत्रादीन्येवाधिकृत्य, तथा चाह सुत्तत्थबालवुड्ढे य असहुदव्वाइआवईओ या । .. निस्साणपयं काउं संथरमाणावि सीयंति ॥११८८॥ व्याख्या-सूत्रं च अर्थश्च बालश्च वृद्धश्च सूत्रार्थबालवृद्धास्तान्, तथाऽसहश्च द्रव्याद्यापदश्च 5 असहद्रव्याद्यापदस्ताँश्च, निश्राणाम्-आलम्बनानां पदं कृत्वा 'संस्तरन्तोऽपि' संयमानुपरोधेन वर्तमाना अपि सन्तः सीदन्ति, एतदुक्तं भवति-सूत्रं निश्रापदं कृत्वा यथाऽहं पठामि तावत्कि ममान्येन ?, एवमर्थं निश्रापदं कृत्वा शृणोमि तावत्, एवं बालत्वं वृद्धत्वं असहम्असमर्थत्वमित्यर्थः, एवं द्रव्यापदं-दुर्लभमिदं द्रव्यं, तथा क्षेत्रापदं-क्षुल्लकमिदं क्षेत्रं, तथा कालापदं-दुर्भिक्षं वर्तते, तथा भावापदं-ग्लानोऽहमित्यादि निश्रापदं कृत्वा संस्तरन्तोऽपि 10 सीदन्त्यल्पसत्त्वा इति गाथार्थः ॥११८८॥ एवम् અવતરણિકા :- આ પ્રમાણે મંદધર્મીઓ સંગમસ્થવિર વિગેરેઓનું આલંબન લઈને (નિષ્કારણ) નિત્યવાસાદિનું સેવન કરે છે. કેટલાક લોકો વળી સૂત્ર વિગેરેનું બહાનું કાઢીને નિત્યવાસાદિ સેવે છે. એ વાત જણાવે છે કે ગાથાર્થ - ટીકાર્ય પ્રમાણે જાણવો. (માત્ર મૂળમાં “યા છે તે “ અર્થમાં છે. પ્રાકૃત 15 હોવાથી દીર્ધ જાણવું.) ટીકાર્થ :- સૂત્ર, અર્થ, બાલ, વૃદ્ધ, અસમર્થત્વઅને દ્રવ્યાદિ આપત્તિઓને આલંબનરૂપે કરીને સંયમની હાનિ વિના નિર્વાહ થઈ શકતો હોવા છતા નિત્યવાસાદિ પ્રમાદને સેવે છે. ભાવાર્થ આ પ્રમાણે ન મારે સૂત્ર ભણવા છે તેથી મારે અન્યથી (=તપાદિથી) સર્યું (એમ વિચારી વિગઈ વિગેરેનો પરિભોગ કરે. અથવા અન્યથી=વિહારાદિથી અર્થાત્ જો હું વિહારાદિ 20 કરતો રહીશ તો મારે સૂત્ર ભણાશે નહીં તેથી વિહારથી સર્યું. એ પ્રમાણે વિચારી નિત્યવાસ સેવે. માસકલ્પથી વધારે રહેવું એ પણ નિત્યવાસ કહેવાય. આ પ્રમાણે યથાયોગ્ય આગળ પણ સમજી લેવું.) - એ જ પ્રમાણે અર્થને મારે સાંભળવા છે એમ અર્થનું આલંબન લે, એ જ રીતે હું બાલ છું, વૃદ્ધ છું, અસમર્થ છું વિગેરે આલંબન લે. એ જ પ્રમાણે દ્રવ્યાપત્તિ એટલે આ દ્રવ્ય દુર્લભ 25 છે. (વારંવાર મળતું નથી એમ વિચારી નિષ્કારણ સેવે.) ક્ષેત્રથી આપત્તિ=આ ક્ષેત્ર ઘણું નાનું છે. (એમ વિચારી માસકલ્પ પહેલાં જ વિહાર કરીને જતા રહે, અથવા આ ક્ષેત્ર ગરીબ છે. માટે વિગઈ મળે ત્યારે વાપરી લેવી વિગેરે.) તથા કાલથી આપત્તિ=ભિક્ષાની પ્રાપ્તિ સુલભ ન હોય એવો કાલ વર્તતો હોય. તથા ભાવથી આપત્તિ હું ગ્લાન છું વિગેરે. આવા પ્રકારની દ્રવ્યાદિથી આપત્તિઓનું આલંબન લઈને સંયમની હાનિ વિના નિર્વાહ શક્ય હોવા છતાં પણ 30 (એટલે કે નિષ્કારણ) અલ્પસર્વ જીવો નિત્યવાસાદિ પ્રમાદનું સેવન કરે છે. I/૧૧૮૮ આ પ્રમાણે તો (અર્થાતુ જો જે-તે આલંબન લઈને પ્રમાદો સેવવાના હોય તો) કે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy