SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ * આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-) आवस्सयआलोयणाए आयरिया भणंति-आलोएहि, सो भणइ-तुब्भेहिं समं हिंडिओत्ति, ते भणंति-धाइपिंडो ते भुत्तोत्ति, भणइ-अइसुहुमाणित्ति बइठ्ठो, देवयाए अड्डरत्ते वासं अंधयारं च विउव्वियं एस हीलेइत्ति, आयरिएहि भणिओ-अतीहि, सो भणइ-अंधयारोत्ति, आयरिएहिं अंगुली पदाइया, सा पज्जलिया, आउट्टो आलोएइ, आयरियावि णव भागे परिकहंति, एवमयं .5 पुट्ठालंबणो ण होइ सव्वेसिं मंदधम्माणमालंबणन्ति ॥११७८॥ आह च-.. ओमे सीसपवासं अप्पडिबंधं अजंगमत्तं च । न गणंति एगखित्ते गणंति वासं निययवासी ॥११७९॥ સમયે આચાર્યે શિષ્યને કહ્યું - “દિવસે લાગેલ અતિચારની આલોચના કર.” દત્તે કહ્યું – “હું તો તમારી સાથે જ ફરતો હતો.” (એમાં અતિચાર ક્યાં કોઈ લાગ્યા છે ? અર્થાત્ અતિચાર 10 લાગ્યા નથી.) આચાર્યે કહ્યું – “તે આજે ધાત્રીદોષથી દૂષિત (ચપાટી વગાડવા દ્વારા બાળકને વ્યંતરી મુક્ત કર્યો અને માતા-પિતાએ તેથી ખુશ થઈને ગોચરી વહોરાવી માટે ધાત્રીદોષથી દૂષિત) ગોચરી વાપરી છે.” ત્યારે તેણે કહ્યું – “મારા અતિ સૂક્ષ્મ દોષો (આ ગુરુ જુએ) છે. જયારે નિત્યવાસાદિ પોતાના મોટા દોષો જોતા નથી)” એમ કહી પ્રતિક્રમણ બાદ તે બેસી ગયો. આ 15 સાધુ ગુરુની હીલના કરે છે (તેથી એને ઠેકાણે લાવું એવા વિચારથી) દેવ અર્ધરાત્રિએ વરસાદ : અને ઘોર અંધકાર વિદુર્વે છે. (તેથી શિષ્ય ભય પામે છે.) : આચાર્યે કહ્યું – “મારી પાસે આવી જા.” તેણે કહ્યું – “અંધકાર હોવાથી મને કશું દેખાતું નથી.” ત્યારે આચાર્યો (પોતાના સંયમ પ્રભાવથી ઘૂંકદ્વારા પ્રકાશિત થતી) આંગળી બતાવી. તે પ્રકાશવાળી હતી. (એના પ્રકાશને જોઈ શિષ્ય વિચાર્યું કે ગુરુ તો અગ્નિકાયનો પણ 20 ઉપયોગ કરે છે. આ પ્રમાણે દરેક બાબતમાં તે ગુરુના અવગુણો જોતો હતો. ત્યારે શાસન દેવે તેને “ગૌતમ જેવા ગુરુનો તું પરાભવ કરે છે, તે પાપી ! શું તારે દુર્ગતિમાં જવું છે ? વિગેરે કર્કશ ઠપકો આપ્યો. તેથી સત્ય હકીકત જાણતા તે) પોતાની ભૂલોથી પાછો ફર્યો, અને આલોચના કરી. આચાર્ય પણ નગરના નવ ભાગો કર્યાની વાત કરે છે. આ પ્રમાણે આ પુષ્ટાલંબનવાળા સંગમાચાર્ય સર્વ મંદધર્મીઓને આલંબનરૂપ બનતા નથી. ૧૧૭૮ (મંદધર્મીઓને તેઓ 25 આલંબનરૂપ કેમ બનતા નથી ?) તે કહે છે ? ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. १७. आवश्यकालोचनायामाचार्या भणन्ति-आलोचय, स भणति-युष्माभिः समं हिण्डित इति, ते भणन्तिधात्रीपिण्डस्त्वया भुक्त इति, भणति-अतिसूक्ष्मतराण्येतानीति उपविष्टः, देवतयाऽर्धरात्रे वर्षा अन्धकारश्च विकुर्वितौ एष हीलतीति, आचार्यैर्भणितः-आगच्छ, स भणति-अन्धकार इति, आचार्यैरङ्गली प्रदर्शिता, 30 सा प्रज्वलिता, आवृत्त आलोचयति, आचार्या अपि नव भागान् परिकथयन्ति, एवमयं पुष्टालम्बनो न भवति सर्वेषां मन्दधर्माणामालम्बनमिति ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy