SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 10 સંગમ આચાર્યનું દષ્ટાન્ત (નિ.-૧૧૭૮) : ૧૪૩ जंघाबलपरिहीणा विहरंति, णयरदेवया किर तेसिं उवसंता, तेसिं सीसो दत्तो णाम आहिंडओ चिरेण कालेणोदंतवाहगो आगओ, सो तेसिं पडिस्सए ण पविसइ णिययावासित्ति काउं, भिक्खवेलाए उग्गाहियं हिंडंताणं संकिलिस्सइ-कुण्ठोऽयं सड्ढकुलाणि ण दाएइत्ति, एगत्थ सेट्टिकुले रोवणियाए गहियओ दारओ, छम्मासा रोवंतगस्स, आयरिएहिं चप्पुडिया कया-मा रोव, वाणमंतरीए मुक्को, तेहिं तुडेहिं पडिलाहिया जधिच्छिएण, सो विसज्जिओ, एताणि 5 ताणि कुलाणित्ति आयरिया सुइरं हिंडिऊण अंतं पंतं गहाय आगया, समुद्दिवा, પડતા તેમણે પોતાના શિષ્યોને અન્ય સ્થાને મોકલી દીધા. પોતે જંઘાબળથી પરિહીન થવાથી (=પગના ઘુંટણાદિ નબળા પડવાને કારણે વિહાર કરી શક્તા ન હોવાથી) તે જ નગરને નવા ભાગમાં વહેંચીને ત્યાં જ વિચરે છે (અર્થાત્ નિત્યવાસી બને છે.) વિશુદ્ધ-આચારોને લીધે નગરનો અધિષ્ઠાયકદેવ તેમના તરફ આકર્ષાયો. તેમનો દત્તનામનો આહિંડક (= જુદા જુદા સ્થાને વિચરતો) શિષ્ય લાંબા કાળ પછી તેમની ખબર લેવા ત્યાં આવ્યો. તે દત્તશિષ્ય પોતાના ગુરુ નિત્યવાસી છે એવું જાણીને ગુરુના ઉપાશ્રયમાં પ્રવેશ કરતો નથી. (અર્થાત્ સાથે રહેતો નથી, પરંતુ જુદા ઉપાશ્રયમાં રહે છે, કારણ કે આ શિષ્યને ખબર નથી કે પોતાના ગુરુને જંઘાબળ ક્ષીણ થવાને કારણે એક જ સ્થાનમાં રહેવું પડ્યું છે. તે શિષ્ય તો એમ જ માને છે કે મારા ગુરુ શિથિલ થવાને કારણે 15 નિત્યવાસમાં રહે છે. માટે તે જુદા ઉપાશ્રયમાં રહ્યો.) ભિક્ષાના સમયે પાત્રા લઈને ફરતાં વ્યવસ્થિત ભિક્ષા ન મળવાથી) શિષ્ય સંક્લેશ કરે છે કે - આ આળસી ગુરુ શ્રાવકકુલો બતાવતા નથી. (ગુરુને શિષ્યના ઉદ્વેગની ખબર પડી એટલે દત્તશિષ્યને લઈ ગુરુ શ્રાવકોના ઘરોમાં ગયાં.) ત્યાં એક શ્રેષ્ઠિના ઘરે તેના બાળકમાં રોદની (રુદન કરાવનારી) વ્યંતરીએ પ્રવેશ કર્યો હતો. છ મહિનાથી તે બાળક સતત રડ્યા 20 કરતો હતો. (આ શ્રેષ્ઠિના ઘરે દત્તશિષ્ય સાથે આચાર્ય ગોચરી માટે આવ્યા. તે બાળકને સતત - રંડતા જોઈને) આચાર્યે ચપટી વગાડીને કહ્યું – “હે બાળક ! તું રડ નહીં.” (આચાર્યનો પ્રભાવ સહન ન થવાથી) વાણવ્યંતરી તે બાળકને છોડીને જતી રહી. જેથી ઘરના સભ્યો ખુશ થયેલા ઇચ્છિત દ્રવ્યોને વહોરાવે છે. પછી શિષ્યને સ્વસ્થાને મોકલ્યો. આ બંધા તે (=સ્થાપનાદિ) કુલો છે માટે આચાર્ય (અન્ય ઘરોમાં) લાંબો કાળ ફરીને 25 અંત-પ્રાંત (=નીરસ) ગોચરી લઈને સ્વસ્થાને આવ્યા. ત્યાં ગોચરી વાપરી. સાંજે પ્રતિક્રમણના १६. परिक्षीणजङ्घाबला विहरन्ति, नगरदेवता किल तेषामुपशान्ता, तेषां शिष्यो दत्तो नामाहिण्डकश्चिरेण कालेनोदन्तवाहक आगतः, स तेषां प्रतिश्रये न प्राविक्षत् नित्यवासीतिकृत्वा, भिक्षावेलायामौपग्रहिकं हिण्डमानयोः संक्लिश्यति, वृद्धोऽयं श्राद्धकुलानि न दर्शयतीति, एकत्र श्रेष्ठिकुले रोदिन्या गृहीतो दारकः, षण्मासी रुदति, आचार्यैश्चप्युटिका कृता मा रोदीः, व्यन्तर्या मुक्तः, तैस्तुष्टैः प्रतिलाभिता यादृच्छिकेन, स 30 विसृष्टः, एतानि तानि कुलानीति आचार्याः सुचिरं हिण्डयित्वा अन्तप्रान्तं गृहीत्वाऽऽगताः, समुद्दिष्टाः,
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy