SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) परित्यजन्ति, 'न हु तं होइ पमाणं' नैव तदालम्बनमात्रं भवति प्रमाणम्-आदेयं, किन्तु 'भूतार्थगवेषणं कुर्यात्' तत्त्वार्थान्वेषणं कुर्यात्-किमिदं पुष्टमालम्बनम् ? आहोस्विन्नेति, यद्यपुष्टमविशुद्धचरणा एव ते, अथ पुष्टं विशुद्धचरणा इति गाथार्थः ॥११७२॥ अपरस्त्वाह-आलम्बनात्को विशेष उपजायते ? येन विशुद्धचरणा भवन्तीति, अत्र 5 દૃષ્ટાન્તાદ सालंबणो पडतो अप्पाणं दुग्गमेऽवि धारेइ । इय सालंबणसेवा धारेइ जई असढभावं ॥११७३॥ व्याख्या-इहालम्बनं द्विविधं भवति-द्रव्यालम्बनं भावालम्बनं च, द्रव्यालम्बनं गर्तादौ. प्रपतता यदालम्ब्यते द्रव्यं, तदपि द्विविधम्-पुष्टमपुष्टं च, तत्रापुष्टं दुर्बलं कुशवच्चकादि, पुष्टं 10 तु बलवत्कठिनवल्ल्यादि, भावालम्बनमपि पुष्टापुष्टभेदेन द्विधैव, तत्रापुष्टं ज्ञानाद्यनुपकारकं, तद्विपरीतं तु पुष्टमिति, तच्चेदंપ્રાણીઓ-જીવો કહેવાયેલા એવા સ્વરૂપવાળા સંયમને છોડી દે છે. તે આલંબનમાત્ર આદેય બનતું નથી એવું હું માનું છું. (આશય એ છે કે – સંયમજીવનમાં વધુ પડતા કડક નિયમો રાખીએ તો કોઈ દીક્ષા લેવા તૈયાર થશે નહીં, અને તેથી જતે દિવસે દીક્ષા ન થવાથી સાધુઓની સંખ્યા ઓછી 15 થતાં ધીરે ધીરે તીર્થની વ્યવચ્છિત્તિ=નાશ થઈ જશે. આ રીતે નાશ ન થાય તે માટે દીક્ષાજીવનમાં=સંયમમાં થોડી છૂટછાટ ચાલે કોઈ વાંધો નથી. આ રીતે તીર્થાદિની અવ્યવછિત્તિ વિગેરે આલંબનો લઈને જેઓ સંયમમાં છૂટછાટ લે છે તેનું આ આલંબનમાત્ર પ્રમાણભૂત બનતું નથી.) પરંતુ અહીં તત્ત્વાર્થ-વાસ્તવિકતાની ગવેષણા કરવી જોઈએ કે તેઓનું આ આલંબન 20 પુષ્ટ=વાસ્તવિક છે કે નથી ? જો અપુષ્ટ હોય તો તેઓ અવિશુદ્ધચરિત્રવાળા જ છે એવું જાણવું અને જો પુષ્ટ છે તો વિશુદ્ધચારિત્રવાળા છે એમ જાણવું. ૧૧૭રા , અવતરણિકા :- બીજો શિષ્ય પૂછે છે કે – આલંબનથી એવું તો શું થાય છે કે જેથી જો આલંબન શુદ્ધ હોય તો તેઓ વિશુદ્ધચારિત્રવાળા બને છે? આ વિષયમાં આચાર્ય દૃષ્ટાન્ત આપે ગાથાર્થ :- ખાડા વિગેરે દુર્ગમસ્થાનોમાં પણ (દોરડા વિ.) આલંબન સાથે પડતો જીવ પોતાને જેમ ધારી રાખે છે. તેમ આલંબન સાથેનું સાવદ્યાચરણ અશઠભાવવાળા યતિને ધારી રાખે છે. ટીકાર્થ :- અહીં આલંબન બે પ્રકારનું જાણવું - દ્રવ્યાલંબન અને ભાવાલંબન. ખાડા વિગેરેમાં પડતો જીવ જે દોરડું વિગેરે દ્રવ્યનો આધાર લે છે તે દ્રવ્યાલંબન છે. તે પણ પુષ્ટ-સબળું 30 અને અપુષ્ટ=નબળું એમ બે પ્રકારે છે. તેમાં ઘાસમાંથી બનાવેલા નબળા દોરડા વિગેરે અપુષ્ટાલંબન, અને બલવાન, કઠિન એવી લતા વિગેરે પુષ્ટાલંબન જાણવા. ભાવાલંબન પણ પુષ્ટપુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં જ્ઞાનાદિને ઉપકાર નહીં કરનાર એ અપુષ્ટાલંબન અને
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy