SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) — सर्वाध्ययनेष्वपि कारणं द्रष्टव्यं, न पुनर्भेदेन वक्ष्याम इत्यलं विस्तरेण । सम्बन्ध उच्यते - अस्य चायमभिसम्बन्धः–इहानन्तराध्ययने सावद्ययोगविरतिलक्षणं सामायिकमुपदिष्टम्, इह तु तदुपदेष्टृ - णामर्हतामुत्कीर्तनं कर्तव्यमिति प्रतिपाद्यते, यद्वा सामायिकाध्ययने तदासेवनात्कर्मक्षय उक्तः, यत उक्तं निरुक्तिद्वारे . सम्मद्दिट्ठि अमोहो सोही सब्भाव दंसणं बोही । अविवज्जओ 5 सुदिठ्ठित्ति एवमाई निरुत्ताइं ॥१॥ ति इहापि चतुर्विंशतिस्तवेऽर्हद्गुणोत्कीर्तनरूपाया भक्तेस्तत्त्वतोऽसावेव प्रतिपाद्यते, वक्ष्यति च - 'भत्तीए जिणवराणं खिज्जंती पुव्वसंचिया कम्म' - त्तीत्यादि, एवमनेन सम्बन्धेनाऽऽयातस्य सतोऽस्य चतुर्विंशतिस्तवाध्ययनस्य चत्वार्ययो सप्रपञ्चं वक्तव्यानि, तत्र नामनिष्पन्ने निक्षेपे चतुर्विंशतिस्तवाध्ययनमिति । इह चतुर्विंशतिस्तवाध्ययनशब्दाः प्ररूप्याः, तथा चाह 1 10 ઉદ્દેશા અને સૂત્રોમાં પણ જાણી લેવું. તથા આગળ સર્વ અધ્યયનોમાં પણ આ જ કારણ જાણી લેવું, હવે ભવિષ્યમાં ભેદથી–દરેક અધ્યયનોમાં જણાવીશું નહીં. વધુ વિસ્તારથી સર્યું. હવે સંબંધ કહેવાય છે આ અધ્યયનનો સંબંધ આ પ્રમાણે છે કે પૂર્વના અધ્યયનમાં સાવઘયોગવિરતિરૂપ સામાયિક દેખાડ્યું, અહીં તે સામાયિકનો ઉપદેશ આપનારા અરિહંતોનું ઉત્કીર્તન કરવા યોગ્ય હોવાથી હવે ઉત્કીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવનું પ્રતિપાદન કરાય છે. 15 અથવા સામાયિકાધ્યયનમાં સામાયિકનું આચરણ કરવાથી કર્મક્ષય,થાય છે એમ કહ્યું. (કેવી રીતે જાણ્યું કે સામાયિકના આસેવનથી કર્મક્ષય થાય છે ? તે કહે છે - ) કારણ કે સામાયિકના નિરુક્તિદ્વારમાં પૂર્વે કહ્યું છે - “સમ્યગ્દષ્ટિ, અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન,બોધિ, અવિપર્યય, સુદૃષ્ટિ વિગેરે સામાયિકના નિરુક્ત અર્થો છે.” ||૧|| (અહીં શોધિ એટલે જ કર્મક્ષય. આમ, સામાયિકના આસેવનથી કર્મક્ષય કહ્યો. એ જ રીતે) અહીં ચતુર્વિંશતિસ્તવમાં પણ અરિહંતોના 20 ગુણોત્કીર્તનરૂપ ભક્તિથી કર્મક્ષય જ પ્રતિપાદન કરાય છે. (અર્થાત્ આ ભક્તિથી પણ કર્મક્ષય જ પ્રાપ્ત થાય છે એમ કહેવાનું છે.) આગળ કહેશે - “જિનવરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મો નાશ પામે છે.” (આશય એ છે કે બંને અધ્યયન કર્મક્ષય માટે જ છે, એ બંનેનો સંબંધ છે.) આ પ્રમાણેના આ સંબંધથી આવેલા આ ચતુર્વિંશતિસ્તવાધ્યયનના ચાર અનુયોગદ્વારો વિસ્તારથી કહેવા યોગ્ય છે. - 25 (આ ચાર અનુયોગદ્વારો ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય છે. તેમાં નિક્ષેપ ત્રણ પ્રકારે છે – ઓધનિષ્પન્નનિક્ષેપ, નામનિષ્પન્નનિક્ષેપ અને સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ. ઓધનિષ્પક્ષ-નિક્ષેપમાં ‘અધ્યયન’ શબ્દના નિક્ષેપા આવે છે અને) નામનિષ્પક્ષનિક્ષેપમાં ‘ચતુર્વિંશતિસ્તવ' નામના શબ્દના નિક્ષેપા આવે છે. અહીં ચતુર્વિંશતિ, સ્તવ અને અધ્યયન આ ત્રણ શબ્દોની પ્રરૂપણા કરવાની છે. આ જ વાતને નિર્યુક્તિકાર જણાવે છે 30 ५. सम्यग्दृष्टिरमोहः शोधिः सद्भावो दर्शनं बोधिः । अविपर्ययः सुदृष्टिरिति एवमादीनि निरुक्तानि ॥१॥ ६. कर्मक्षयः. ७. भक्तेर्जिनवराणां क्षीयन्ते पूर्वसंचितानि कर्माणि ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy