________________
ચતુર્વિશતિ’ શબ્દના નિક્ષેપા (ભા.-૧૯૧) * ૩ चउवीसइत्थयस्स उ णिक्खेवो होइ णामणिप्फण्णो ।
चउवीसइस्स छक्को थयस्स उ चउव्विहो होइ ॥१०५६॥ व्याख्या-चतुर्विंशतिस्तवस्य तु निक्षेपो भवति नामनिष्पन्नः, क इत्यन्यस्याश्रुतत्वादयमेव यदुत चतुर्विंशतिस्तव इति, तुशब्दस्य विशेषणार्थत्वादिदमित्थमवसेयं, तत्रापि चतुर्विंशतेः षट्कः, स्तवस्य चतुर्विधो भवति, तुशब्दादध्ययनस्य चेति गाथासमासार्थः ॥१०५६॥ . अवयवार्थं तु भाष्यकार एव वक्ष्यति, तत्राऽऽद्यावयवमधिकृत्य निक्षेपोपदर्शनायाह
नामं ठवणा दविए खित्ते काले तहेव भावे अ ।
चवीसइस्स एसो निक्खेवो छव्विहो होइ ॥१९१॥ (भा०) व्याख्या-तत्र नामचतुर्विंशतिर्जीवादेश्चतुर्विंशतिरिति नाम चतुर्विंशतिशब्दो वा, स्थापनाचतुर्विंशतिः चतुर्विंशतीनां केषाञ्चित्स्थापनेति, द्रव्यचतुर्विशतिः चतुर्विंशतिर्द्रव्याणि सचित्ता- 10 चित्तमिश्रभेदभिन्नानि, सचित्तानि द्विपदचतुष्प(दाप)दभेदभिन्नानि, अचित्तानि कार्षापणादीनि, मिश्राणि द्विपदादीन्येव कटकाद्यलङ्कृतानि, क्षेत्रचतुर्विंशतिविवक्षया चतुर्विंशतिः क्षेत्राणि
ગાથાર્થ - ચતુર્વિશતિસ્તવનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. તેમાં ચતુર્વિશતિના છ નિક્ષેપ અને સ્તવશબ્દનાં ચાર નિક્ષેપ છે.
ટીકાર્થ :- ચતુર્વિશતિસ્તવનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. ચતુર્વિશતિસ્તવનો નામનિક્ષેપ 15. કયો છે ? તે કહે છે કે બીજું કોઈ નામ સંભળાતું ન હોવાથી “ચતુર્વિશતિસ્તવ' એ જ તેનો નામનિક્ષેપ છે.
' (શંકા - એવું તમે કેવી રીતે જાણ્યું કે આ તેનો નામનિષ્પન્નનિક્ષેપ જ છે ?) ' સમાધાન :- મૂળમાં રહેલ ‘તુ' શબ્દ વિશેષ-અર્થને જણાવનારો હોવાથી અમે જે કહ્યું કે ‘આ તેનો નામનિષ્પનિક્ષેપો છે' એ એ પ્રમાણે જ જાણવા યોગ્ય છે.
તેમાં પણ “ચતુર્વિશતિ’ શબ્દના છ નિક્ષેપા, “સ્તવ’ શબ્દના ચાર પ્રકારે નિક્ષેપો થાય છે. તુ શબ્દથી અધ્યયનના પણ ચાર પ્રકારના નિક્ષેપા જાણવા. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. /૧૦૫૬ll ' અવતરણિકા :- વિસ્તારાર્થ ભાષ્યકાર જ આગળ કહેશે. તેમાં પ્રથમ “ચતુર્વિશતિ’ શબ્દના ' વિસ્તારને આશ્રયીને નિક્ષેપા જણાવવા માટે ભાષ્યકાર કહે છે કે
25 ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. “ચતુર્વિશતિ' શબ્દના આ છ પ્રકારના નિક્ષેપા છે.
ટીકાર્ય :- જીવાદિનું “ચતુર્વિશતિ’ એ પ્રમાણેનું નામ અથવા “ચતુર્વિશતિ’ એ પ્રમાણેની અક્ષરપંક્તિ એ નામચતુર્વિશતિ નિક્ષેપ જાણવો. કોઈક ચોવીસ વસ્તુની સ્થાપના કરવી તે સ્થાપના-ચતુર્વિશતિ. સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ચોવીસ દ્રવ્યો એ દ્રવ્યચતુર્વિશતિનિક્ષેપ 30 જાણવો. તેમાં સચિત્ત તરીકે દ્વિપદ, ચતુષ્પદ અને અપદ–વૃક્ષો) જાણવા. અચિત્ત તરીકે કાર્દાપણ વિગેરે અને બાજુબંધ વિગેરેથી યુક્ત એવા દ્વિપદ વિગેરે જ મિશ્રદ્રવ્યો તરીકે જાણવા.
20