SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 10 બીજા અધ્યયનના કારણ અને સંબંધ ૧ अथ चतुर्विंशतिस्तवाख्यं द्वितीयमध्ययनम् - साम्प्रतं सामायिकाध्ययनानन्तरं चतुर्विंशतिस्तवाध्ययनमारभ्यते, इह चाध्ययनोद्देशसूत्रारम्भेषु सर्वेष्वेव कारणाऽभिसम्बन्धौ वाच्याविति वृद्धवादः, यतश्चैवमतः कारणमुच्यते, तच्चेदम्जात्यादिगुणसम्पत्समन्वितेभ्यो विनेयेभ्यो गुरुरावश्यकश्रुतस्कन्धं प्रयच्छति सूत्रतोऽर्थतश्च, स च अध्ययनसमुदायरूपो वर्तते, यत उक्तम्- एत्तो एक्केक्कं पुण, अज्झयणं कित्तइस्सामि', 5 प्रथमाध्ययनं च सामायिकमुपदर्शितम्, इदानी द्वितीयावयवत्वाद् द्वितीयावयवत्वस्य चाधिकारोपन्यासेन सिद्धिः आचार्यवचनप्रामाण्याद्, उक्तं च सावज्जजोगविरई उक्कित्तणे' त्यादि, अतो द्वितीयमुपदय॑ते, यथा हि किल युगपदशक्योपलम्भपुरुषस्य दिदृक्षोः क्रमेणाङ्गावयवानि दर्श्यन्ते एवमत्रापि श्रुतस्कन्धपुरुषस्येति कारणम्, इदमेव चोद्देशसूत्रेष्वपि योजनीयम्, इदमेव 1 + ચતુર્વિશતિસ્તવ-અધ્યયન અવતરણિકા :- હવે સામાયિકાધ્યયન પછી ચતુર્વિશતિસ્તવનામક અધ્યયનની શરૂઆત કરાય છે. અહીં અધ્યયન, ઉદ્દેશ અને સૂત્ર આ સર્વની શરૂઆતમાં કારણ અને સંબંધ (અર્થાત્ આ અધ્યયન પછી આ જ અધ્યયન શા માટે ? અથવા આ ઉદ્દેશા પછી આ જ ઉદ્દેશો શા માટે? અથવા આ સૂત્ર પછી આ જ સૂત્ર શા માટે ? તેનું કારણ અને તે બે અધ્યયન કે બે ઉદ્દેશા કે બે સૂત્રો વચ્ચેનો સંબંધ) કહેવો જોઈએ એ પ્રમાણે પૂર્વ મહાપુરુષોનું વચન છે. જે 15 કારણથી આ પ્રમાણેનું વચન છે, તે કારણથી જ પ્રથમ કારણ કહેવાય છે. તે આ પ્રમાણે છે – ગુરુ જાતિ વિગેરે ગુણસંપત્તિઓથી યુક્ત એવા શિષ્યોને સૂત્ર અને અર્થથી આવશ્યકશ્રુતસ્કંધ આપે છે, અને તે આવશ્યકશ્રુતસ્કંધ અધ્યયનોના સમુદાયરૂપ છે. કહ્યું છે- “હવે પછી એક એક અધ્યયનનું કીર્તન કરીશ” (નિયુક્તિકારના આ વચન ઉપરથી જણાય છે કે આ શ્રુતસ્કંધ અધ્યયનોના સમુદાયરૂપ છે.) તેમાં પ્રથમ સામાયિક અધ્યયન જણાવ્યું. હવે 20 (ચતુર્વિશતિસ્તવ એ) બીજો અવયવ હોવાથી (બીજા અધ્યયન તરીકે ચતુર્વિશતિસ્તવ દેખાડાય છે. એ પ્રમાણે આગળ આવતાં ‘દ્વિતીયમુદ્રિતે' વાક્ય સાથે અન્વય કરવો.) (શંકા - ચતુર્વિશતિસ્તવ જ બીજો અવયવ છે એવું કેવી રીતે જાણ્યું ?) સમાધાન :- પૂર્વે ‘સાવઘયોગવિરતિ, ઉત્કીર્તન.... વિગેરે અધિકાર=વિષયો બતાવ્યા હતા. ગ્રંથકારશ્રીના આ વચનપ્રામાણ્યથી એ વાત સિદ્ધ થાય છે કે સામાયિક પછી બીજો 25 અવયવ ઉત્કીર્તન= ચતુર્વિશતિસ્તવ છે. માટે હવે ચતુર્વિશતિસ્તવ નામનું બીજું અધ્યયન દેખાડાય ભાવાર્થ એ છે કે – એક સાથે જ્ઞાન થવું અશક્ય છે. જેનું એવા પુરુષના અંગ, અવયવો જોવાની ઇચ્છાવાળા પુરુષને જેમ (તે અંગ, અવયવો) ક્રમશઃ દેખાડાય છે, તેમ અહીં પણ શ્રુતસ્કંધરૂપ પુરુષના અધ્યયનો ક્રમશઃ દેખાડાય છે. આ પ્રમાણે કારણ કહ્યું. આ જ કારણ 30 १. अतोऽनन्तरमेकैकं पुनरध्ययनं कीर्तयिष्यामि । २. उपदर्श्यते इत्यनेन संबन्धः । ३. सावद्ययोगविरतिरुत्कीर्तनं । ४. अवान्तरावयवभूतेषु ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy