SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રરહિત સમ્યગ્દર્શનથી મોક્ષ-અપ્રાપ્તિ (નિ.-૧૧૬૫) * ૧૩૩ ક્ષિત, चरणाभावात्, तेनानयोः केवलयोरहेतुत्वं मोक्षं प्रति, तेभ्य एवैकेन्द्रियेभ्यश्च ज्ञानादिरहितेभ्यो ऽप्युद्वृत्ता मनुष्यत्वमपि प्राप्य चारित्रपरिणामयुक्त एव सिद्ध्यति, नायुक्तोऽकर्मभूमिकादि:, अत इयमुद्वर्तना कारणवैकल्यं सूचयतीति गाथार्थः || ११६४॥ पुनरपि चारित्रपक्षमेव समर्थयन्नाह - सुवि सम्मट्ठी न सिज्झई चरणकरणपरिहीणो । जं चेव सिद्धिमूलं मूढो तं चेव नासेइ ॥११६५॥ व्याख्या- 'सुष्ट्वपि' अतिशयेनापि सम्यग्दृष्टिर्न सिद्ध्यति, किम्भूतः ? - चरणकरणपरिहीणः तद्वादमेव च समर्थयन्ं, किमिति ? - यदेव सिद्धिमूलं' यदेव मोक्षकारणं सम्यक्त्वं मूढस्तदेव नाशयति केवलतद्वादसमर्थनेन, 'एक्कंपि असद्दहंतो मिच्छत्तं' ति वचनात्, अथवा सुष्ट्वपि 5 કારણ કે નારક-તિર્યંચ ભવમાં જ્ઞાન દર્શન હોવા છતાં ચારિત્રનો અભાવ છે. માટે એકલા 10 એવા આ જ્ઞાન-દર્શન મોક્ષ પ્રત્યે કારણ બનતા નથી. તે જ નારક-તિર્યંચમાંથી અને જ્ઞાનાદિથી રહિત એવા એકેન્દ્રિયમાંથી નીકળેલા જીવો મનુષ્યત્વને પામીને ચારિત્રપરિણામથી યુક્ત બને તો જ સિદ્ધ થાય છે. (અર્થાત્ મનુષ્યત્વને પામ્યા પછી પણ જો ચારિત્રપરિણામ ન આવે તો સિદ્ધ થતાં નથી. જેમ કે) ચારિત્રપરિણામને પામ્યા વિનાના અકર્મભૂમિ વિગેરેમાં રહેલા મનુષ્યો સિદ્ધ થતાં નથી. - 15 (ભાવાર્થ :- જો એકલું જ્ઞાન કે એકલું દર્શન મોક્ષ પ્રત્યે કારણ હોય તો નારક - તિર્યંચમાંથી જ સીધા મોક્ષમાં જવાત, પણ આવું થતું નથી. ત્યાંથી નીકળી મનુષ્યમાં આવવું પડે કારણ કે ત્યાં જ ચારિત્ર છે. તેથી મનુષ્યભવમાં આવીને ચારિત્રપરિણામ પામે તો જ જીવ સિદ્ધ થાય છે. આવા પ્રકારની ઉર્તનાવિધિને તેઓ જાણતા નથી.) આથી આ ઉર્તના કારણની વિકલતાને (=સામગ્રીની અસંપૂર્ણતાને) સૂચવે છે. (એટલે કે નારકાદિના જીવોને 20 પોતાના ભવમાંથી નીકળીને મનુષ્યભવમાં આવવું પડે, ત્યાં ચારિત્રપરિણામ પામવો પડે, આને ઉર્તના કહેવાય. આવા પ્રકારની ઉર્તના જ જણાવે છે કે તે નારકાદિભવમાં મોક્ષ પ્રત્યેની સામગ્રી સંપૂર્ણ નથી. માટે ત્યાંથી સીધા મોક્ષમાં જવાતું નથી.) ॥૧૧૬૪॥ અવતરણિકા :- ફરી પણ ચારિત્રપક્ષનું જ સમર્થન કરતાં કહે છે ગાથાર્થ :- સારો એવો પણ સમ્યગ્દષ્ટિ ચરણ-કરણથી રહિત હોય તો સિદ્ધ થતો નથી, 25 કારણ કે તે મૂઢ જે વળી સિદ્ધનું મૂળ છે તેનો જ નાશ કરે છે. ટીકાર્થ :- સમ્યગ્દર્શનરૂપ અતિશય હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ જો ચરણ-કરણસિત્તરીથી રહિત હોય અને માત્ર સમ્યગ્દર્શનનું જ સમર્થન કરતો રહેતો હોય તો તે મોક્ષને પામતો નથી. શા માટે પામતો નથી ? કારણ કે તે મુગ્ધ જીવ મોક્ષના કારણભૂત એવું જે સમ્યક્ત્વ છે, માત્ર તેનું જ સમર્થન કરવાવડે તે સમ્યક્ત્વનો જ નાશ કરે છે, કારણ કે એક વચનની પણ અશ્રદ્ધા કરતો જીવ મિથ્યાત્વી છે એવું વચન છે. (અર્થાત્ જ્ઞાન-ચારિત્રવિનાના એકલા સમ્યક્ત્વનું સમર્થન કરતો જીવ જ્ઞાન-ચારિત્રની અશ્રદ્ધાને કારણે પોતાના જ સમ્યક્ત્વનો નાશ કરે છે.) 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy