SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) प्रथमभङ्गतुल्याश्चरकादयः, अशुद्धोभयलिङ्गत्वात्, द्वितीयभङ्गतुल्याः पार्श्वस्थादयः, अशुद्धभावलिङ्गत्वात्, तृतीयभङ्गतुल्याः प्रत्येकबुद्धा अन्तर्मुहूर्तमात्रं कालमगृहीतद्रव्यलिङ्गाः, चतुर्थभङ्गतुल्याः साधवः शीलयुक्ताः गच्छगता निर्गताश्च जिनकल्पिकादयः, यथा रूपको भङ्गत्रयान्तर्गत: 'अच्छेक' इत्यविकल इति तदर्थक्रियार्थिना नोपादीयते, चतुर्थभङ्गनिरूपित 5 एवोपादीयते, एवं भङ्गत्रयनिदर्शिताः पुरुषा अपि परलोकार्थिनो यतो न नमस्करणीयाः, चरमभङ्गकनिदर्शिता एव नमस्करणीया इति भावना, अक्षराणि त्वेवं नीयन्ते - रूपं शुद्धाशुद्धभेदं, टङ्कं विषमाहताक्षरं विपर्यस्तनिविष्टाक्षरं नैव रूपकः छेकः असांव्यवहारिक इत्यर्थः, द्वयोरपि शुद्धरूपसमाहताक्षरटङ्कयोः समायोगे सति रूपकश्छेकत्वमुपैतीति गाथार्थः ॥ ११३९॥ रूपकदृष्टान्ते दान्तिकयोजनां निदर्शयन्नाह 10 • 20 रुपं पत्तेयबुहा टंकं जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य छेओ समणो समाओगो ॥११४०॥ दारं ॥ व्याख्या - रूपं प्रत्येकबुद्धा इत्यनेन तृतीयभङ्गाक्षेप:, टङ्कं ये लिङ्गधारिणः श्रमणा એ જ પ્રમાણે અહીં ધાતુસ્વરૂપ ભાવલિંગ અને છાપસમાન દ્રવ્યલિંગ છે. અહીં પ્રથમભાંગાને તુલ્ય ચરકાદિ જાણવા, કારણ કે તેઓનું ઉભયલિંગ ખોટું છે. પાર્શ્વસ્થાદિ ભાવલિંગ અશુદ્ધ 15 હોવાથી બીજા ભાંગા સમાન જાણવા. પ્રત્યેકબુદ્ધો અંતર્મુહૂર્ત કાળ સુધી દ્રવ્યલિંગ વિનાના હોવાથી ત્રીજા ભાંગા સમાન જાણવા. (પ્રત્યેકબુદ્ધપણું ભાવથી પ્રાપ્ત થયા બાદ વધારેમાં વધારે અંતર્મુહૂર્તમાં દ્રવ્યલિંગ દેવાદિદ્વારા પ્રાપ્ત થઈ જતું હોવાથી આવું વિશેષણ આપેલ છે.) ગચ્છમાં રહેલા શીલવાન સાધુઓ અને ગચ્છમાંથી નીકળી ગયેલા એવા જિનકલ્પિકાદિ ચોથા ભાંગા સમાન જાણવા. જેમ પ્રથમ ત્રણ ભાંગામાં રહેલ સિક્કો ખોટો હોવાથી સિક્કાના પ્રયોજનના અર્થી જીવવડે ગ્રહણ કરાતો નથી, પરંતુ ચોથા ભાંગામાં બતાવેલ સિક્કો જ જીવવડે ગ્રહણ કરાય છે. એ જ પ્રમાણે પ્રથમ ત્રણ ભાંગામાં બતાવેલા પુરુષો પણ પરલોકના અર્થી જીવવડે નમસ્કરણીય નથી, પરંતુ ચોથા ભાંગામાં બતાવેલા સાધુઓ અને જિનકલ્પિકો જ નમસ્કરણીય છે. મૂળગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે જાણવો → શુદ્ધ અને અશુદ્ધ ધાતુ, તથા છાપ એ વિષમાહતાક્ષર અર્થાત્ ખોટા છાપેલા અક્ષર, આવો સિક્કો વ્યવહારોપયોગી બનતો નથી. પરંતુ શુદ્ધ ધાતુ અને સાચા છાપેલા અક્ષર આ બંનેનું મીલન થાય ત્યારે સિક્કો વ્યવહારોપયોગી બને છે. ।।૧૧૩૯।। 25 • અવતરણિકા :- સિક્કાના દૃષ્ટાન્તમાં દાન્તિકની યોજનાને બતાવતા કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- (અહીં ધાતુ તરીકે ભાવલિંગ અને છાપ તરીકે દ્રવ્યલિંગ જાણવું. પ્રત્યેકબુદ્ધ કે 30 જેમની પાસે ભાવલિંગ છે–શુદ્ધાતુ છે. પરંતુ હજુ સુધી દ્રવ્યલિંગ ગ્રહણ કરવાનું બાકી છે જે અંતર્મુહૂર્તમાં થશે. માટે દ્રવ્યલિંગ=છાપ નથી. તેથી કહે છે કે – ) પ્રત્યેકબુદ્ધો (શુદ્ધધાતુવાળા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy