SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) अतस्तद्ग्रहणं, संप्रकटसेवी चरणकरणप्रभ्रष्ट एवेति स्वरूपकथनमिति गाथार्थः ॥ ११२७॥ किं तत्क्रियत इत्यत आह वायाए नमोक्कारो हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं छोभवंदणं वंदणं वावि ॥ ११२८॥ व्याख्या- 'वायाए 'त्ति निर्गमभूम्यादौ दृष्टस्य वाचाऽभिलापः क्रियते हे देवदत्त ! कीदृशस्त्वमित्यादिलक्षणः, गुरुतरपुरुषकार्यापेक्षं वा तस्यैव 'नमोक्कारो 'त्ति नमस्कारः क्रियते - हे देवदत्त ! नमस्ते, एवं सर्वत्रोत्तरविशेषकरणे पुरुषकार्यभेदः प्राक्तनोपचारानुवृत्तिश्च द्रष्टव्या, 'हत्थुस्सेहो यत्ति अभिलापनमस्कारगर्भः हस्तोच्छ्रयश्च क्रियते, 'सीसनमणं च ' शिरसा - उत्तमाङ्गेन नमनं शिरोनमनं च क्रियते, तथा 'सम्प्रच्छनं' कुशलं भवत इत्यादि, अनुस्वारलोपोऽत्र દ્રવ્યઃ, 'अच्छणं' ति तत्सन्निधावासनं कञ्चित्कालमिति, एष तावद्बहिर्दृष्टस्य विधि:, પણ હોય તેથી અહીં જે સાધુ લેવાનો છે તે મુક્તપૂર હોવા સાથે સંપ્રકટસેવી પણ છે. તથા સંપ્રકટસેવી જે હોય તે ચરણ-કરણથી પ્રભ્રષ્ટ જ હોય. તેથી ‘ચરણ-કરણપ્રભ્રષ્ટ' વિશેષણ સ્વરૂપ જણાવવા માટે છે (પણ વ્યવચ્છેદક નથી.) ||૧૧૨૭॥ અવતરણિકા :- વેષધારી સાધુને વિશે શું કર્તવ્ય છે ? તે કહે છે ગાથાર્થ :- વાચાથી નમસ્કાર, હાથ જોડવા, મસ્તક નમાવવું, શાતા પૂછવી, સાથે રહેવું, થોભવંદન કરવા અથવા વંદન કરવું. 20 ટીકાર્થ :- સ્થંડિલભૂમિ વિગેરેને વિશે પાર્શ્વસ્થાદિ દેખાય તો તેની સાથે વાતચીત કરે કે “હે દેવદત્ત ! કેમ છે તું ?” વિગેરે. અથવા ગુરુતરપુરુષ કે ગુરુતરકાર્યની અપેક્ષાએ એટલે કે જો તે સાધુ કંઈક વિશિષ્ટ વ્યક્તિ હોય તો અથવા સામેવાળા પાસે વિશિષ્ટકાર્ય હોય તો તેને જ નમસ્કાર કરે કે - “હે દેવદત્ત ! નમસ્તે.” આ પ્રમાણે સર્વત્ર વિશેષક્રિયા કરવામાં પુરુષ– કાર્યનો ભેદ અને પૂર્વના ઉપચારનું અનુસરણ કરવા યોગ્ય છે (અર્થાત્ પુરુષ કે કાર્યનો ભેદ હોય એટલે કે સામેવાળો જો વિશિષ્ટ-વિશિષ્ટતર-વિશિષ્ટતમ પુરુષ હોય તો વાચાથી નમસ્કાર વિગેરે બધા ઉપચાર=વિનય કરે. એટલે કે સામાન્ય સાધુ હોય તો “કેમ છે તું ?” એટલામાં જ પતાવવું, વિશિષ્ટ સાધુ હોય તો “કેમ છે તું અથવા તમે ?” એટલું તો બોલવું સાથે 25 નમસ્કાર પણ કરવો. વિશિષ્ટતર હોય તો “કેમ છે તું ?” એની સાથે નમસ્કાર અને સાથે હાથ જોડવારૂપ વિનય પણ કરે. આમ જેમ જેમ વ્યક્તિ બદલાય તેમ તેમ પૂર્વના ઉપચાર સાથે નવો વિનય જોડતા જવું. આ જ વિધિ વિશિષ્ટતરાદિ કાર્યમાં પણ જાણવી.) વિશિષ્ટતર વ્યક્તિ હોય તો અભિલાપ+નમસ્કાર સાથે હાથ ઊંચા કરીને અંજિલ કરાય છે. વધુ વિશિષ્ટ વ્યક્તિ હોય તો મસ્તક નમાવવું. એ જ રીતે વધુ વિશિષ્ટ વ્યક્તિ હોય તો 30 અભિલાપ વિગેરે સાથે ‘તમારી શાતા સારી છે ?' વિગેરે પૃચ્છા કરવી. મૂળગાથામાં ‘સંપુચ્છળ’ શબ્દમાં અનુસ્વારનો લોપ જાણવો. વધુ વિશિષ્ટ હોય તો પૃચ્છા કરીને થોડીવાર એમની પાસે * ‘તવ્રુદુમાનતસ્તત્વ॰' પ્રત્યo । 5 10 15
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy