SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) तथा क्रियत इति कर्म ज्ञानावरणीयादिलक्षणं तस्य बन्धो-विशिष्टरचनयाऽऽत्मनि स्थापनं तेन वा आत्मनो बन्धः-स्वस्वरूपतिरस्करणलक्षणः कर्मबन्धस्तं कर्मबन्धं करोतीति वर्तते, चशब्दादाज्ञाभङ्गादींश्च दोषानवाप्नुते, कथं ?–भगवत्प्रतिक्रुष्टवन्दने आज्ञाभङ्गः, तं दृष्ट्वाऽन्येऽपि वन्दन्तीत्यनवस्था, तान् वन्दमानान् दृष्ट्वाऽन्येषां मिथ्यात्वं, कायक्लेशतो देवतोभ्यो वाऽऽत्मविराधना, तद्वन्दनेन तत्कृतासंयमानुमोदनात्संयमविराधनेति गाथार्थः ॥११०९॥ ___एवं तावत्पार्श्वस्थादीन् वन्दमानस्य दोषा उक्ताः, साम्प्रतं पार्श्वस्थानामेव गुणाधिकवन्दनप्रतिषेधमकुर्वतामपायान् प्रदर्शयन्नाह जे बंभचेरभट्ठा पाए उड्डिंति बंभयारीणं । ते होंति कुंटमंटा बोही य सुदुल्लहा तेसिं ॥१११०॥ 10 નમવા વિગેરરૂપ કાયાના ક્લેશને કરે છે.) તથા જે કરાય તે કર્મ એટલે કે જ્ઞાનાવરણાદિ, તેનો બંધ=વિશિષ્ટ રચનાવડે આત્મામાં કર્મયુગલોનું સ્થાપન અથવા કર્મવડે આત્માના પોતાના સ્વરૂપનું ઢંકાવનારૂપ બંધ તે કર્મબંધ (આ પ્રમાણે કર્મબંધ' શબ્દનો સમાસ જાણવો.) તે કર્મબંધને કરે છે એ પ્રમાણે ક્રિયાપદ અહીં પણ સમજી લેવું. મૂળમાં રહેલ “ઘ' શબ્દથી આજ્ઞાભંગાદિ (આદિ શબ્દથી અનવસ્થા, મિથ્યાત્વ અને 15 વિરાધના) દોષોને તે જીવ પામે છે. કેવી રીતે ? તે કહે છે. ભગવાને જેમને વંદન કરવાની ના પાડી છે એવા પાર્થસ્થાદિને વંદન કરવાથી આજ્ઞાભંગ. પાર્થસ્થાદિને વંદન કરતા સાધુને જોઈને અન્ય વ્યક્તિઓ પણ પાર્થસ્થાદિને વંદન કરે માટે અનવસ્થા. વંદન કરતા એવા સાધુઓને જોઈને બીજાઓને મિથ્યાત્વની પ્રાપ્તિ. (તે આ રીતે કે શિથિલાચારી એવા પાર્થસ્થાદિને વંદન કરતા સાધુઓને જોઈને બીજાઓને તે પાર્થસ્થાદિમાં મહત્વની બુદ્ધિ અથવા તેમના શિથિલાચારમાં તત્ત્વની બુદ્ધિ ઉત્પન્ન થાય જે મિથ્યા છે.) તથા કાયાને ક્લેશ પડતો હોવાથી અથવા દેવતા વિગેરેથી (ઉપદ્રવ થવાને કારણે) આત્મવિરાધના થાય. તથા પાર્થસ્થાદિને વંદન કરવાથી તેમને આચરેલા અસંયમની અનુમોદના થવાથી સંયમવિરાધના થાય છે. માટે આવા પાર્થસ્થાદિને વંદન કરવા નહીં.) એ પ્રમાણે ગાથાનો અર્થ કહ્યો. /૧૧૦૯માં ' અવતરણિકા :- આ પ્રમાણે પાર્થસ્થાદિને વંદન કરતા જીવને લાગતા દોષો જણાવ્યા. 25 હવે ગુણોમાં અધિક એવા સાધુઓના વંદનનો પ્રતિષેધ (=ગુણોમાં અધિક એવા સાધુઓ પાર્થસ્થાદિને વંદન કરતા હોય ત્યારે પાર્થસ્થાદિઓએ વંદન કરવાની તેઓને ના પાડવી જોઈએ પરંતુ તે સમયે જો તેઓ નિષેધ ન કરે તો નિષેધ) નહીં કરતા એવા પાર્થસ્થાદિઓને જે અપાયોની=દુઃખોની પ્રાપ્તિ થાય છે. તે અપાયોને બતાડતા ગ્રંથકારશ્રી જણાવે છે કે ગાથાર્થ - બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલા એવા જે પાર્થસ્થાદિઓ બ્રહ્મચારી એવા સાધુઓને 30 પગે પડાવે છે, તેઓ પછીના ભવોમાં) હાથ-પગે વાંકા થાય છે અને તેઓની બોધિ સુદુર્લભ થાય છે. - 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy