________________
૯૦ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) आणावियाणि, पुच्छिया, साहइ-अम्मापीईहि दिन्नो, राया भणइ-'बाहुभ्यां शोणितं पीतमुरुमांसं च भक्षितम् । गङ्गायां वाहितो भर्ता, साधु साधु पतिव्रते ! ॥१॥' निव्विसयाणि आणत्ताणि । एवं दोहंपि विसेसतो सुकुमालियाए दुक्खाय फासिंदियं ॥ किञ्च-'शब्दसने यतो दोषो, मृगादीनां शरीरहा । सुखार्थी सततं विद्वान्, शब्दे किमिति सङ्गवान् ? ॥१॥ पतङ्गानां क्षयं दृष्ट्वा, सद्यो रूपप्रसङ्गतः । स्वस्थचित्तस्य रूपेषु, किं व्यर्थः सङ्गसम्भवः ? ॥२॥ उरगान् गन्धदोषेण, परतन्त्रान् समीक्ष्य कः ।गन्धासक्तो भवेत्कायस्वभावं वा न चिन्तयेत् ? ॥३॥रसास्वादप्रसङ्गेन, मत्स्याद्युत्सादनं यतः । ततो दुःखादिजनने, रसे कः सङ्गमाप्नुयात् ? ॥४॥ स्पर्शाभिषक्तचित्तानां, हस्त्यादीनां समन्ततः। अस्वातन्त्र्यं समीक्ष्यापि, कः स्यात्स्पर्शनसंवशः ? ॥५॥' इत्येवंविधानीन्द्रियाणि
संसारवर्द्धनानि विषयलालसानि दुर्जयानि दुरन्तानि नामयन्त इत्यादि पूर्ववत् ॥अधुना परीषहद्वारावसरः, 10 तत्र 'मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहा' इति निर्वचनं, तत्र मार्गाच्यवनार्थं दर्शनपरीषहः
આવી. રાજાએ બંનેને બોલાવ્યા અને પૂછપરછ કરી. સુકુમાલિકા કહે છે “માતા-પિતાએ મને આ આપ્યો છે.” રાજાએ કહ્યું – “ભૂજાવડે લોહી પીધું અને સાથળનું માંસ જેણે ખાધું, પતિને જેણે ગંગામાં નાંખો. હે પતિવ્રતા સ્ત્રી ! (તારું આ વર્તન) બહુ સારું હતું. તેમને રાજય બહાર
કરવાનો રાજાએ આદેશ આપ્યો. આ પ્રમાણે રાજા અને રાણી બંનેને, તેમાં પણ વિશેષથી 15 સુકુમાલિકારાણીને સ્પર્શેન્દ્રિય દુઃખ માટે થઈ.
વળી, //લા શબ્દના સંગમાં જે કારણથી હરણોને શરીરહણનાર દોષ થાય છે. (અર્થાત શબ્દનો સંગ હરણોને મૃત્યુ માટે થાય છે.) તેથી સતત સુખાર્થી એવા હે વિદ્વાન્ ! શબ્દમાં તું સંગવાળો શા માટે છે ? (અર્થાત્ તું સુખને ઈચ્છે છે તો શબ્દમાં સંગ કરનહિ અન્યથા હરણોની
જેમ દુઃખ પામીશ.) રા રૂપના પ્રસંગથી પતંગિયાઓનો શીધ્ર ક્ષય જોઈને સ્વસ્થ ચિત્તવાળી 20 વ્યક્તિનો રૂપોને વિશે વ્યર્થ સંગસંભવ શા માટે ? (અર્થાત્ સ્વસ્થચિત્તવાળી વ્યક્તિ આવા રૂપમાં નકામો સંગ શા માટે કરે ?).
|૩ ગંધના દોષે પરતંત્ર એવા સાપોને જોઈને કોણ ગંધમાં આસક્ત થાય ? અથવા કોણ શરીરના સ્વભાવને ન વિચારે ? //૪ો રસાસ્વાદના પ્રસંગથી જે કારણે મસ્યાદિનો નાશ થાય
છે. તેથી દુઃખાદિને ઉત્પન્ન કરનાર રસમાં કોણ સંગ પામે ? પી. સ્પર્શમાં આસક્ત ચિત્તવાળા 25 એવા હસ્તિ વિગેરેનું ચારેબાજુથી અસ્વાતંત્ર્ય જોઈને પણ કોણ સ્પર્શને વશ થાય? આમ, સંસારને
વધારનારી, વિષયોમાં લાલસાને ઉત્પન્ન કરનારી, દુર્જય અને દુરંત એવી ઇન્દ્રિયોને વશ નહિ થનાર અરિહંતો નમસ્કારને યોગ્ય છે વિગેરે પૂર્વની જેમ જાણવું.
હવે પરિષહદ્વાર કહેવાય છે. “મોક્ષમાર્ગમાંથી પોતાનું ચ્યવન ન થાય તે માટે અને નિર્જરા માટે પરિષદો સહન કરવા યોગ્ય છે' આવું વચન છે. તેમાં માર્ગાચ્યવન માટે દર્શનપરિષહ અને 30 ५९. आनायितौ, पृष्टा, कथयति-मातापितृभ्यां दत्तः, राजा भणति, निविषयावाज्ञप्तौ । एवं द्वयोरपि
विशेषतः सुकुमालिकायाः दुःखाय स्पर्शनेन्द्रियम् ।