SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) ठिया तुमं चेव ठाहि, चिंतेइ, संबुद्धो, साइसया आयरिया, ते ओहिनाणी, केत्तियाणमेवं होहि । एवं दुक्खाय जिभिदियंति ॥ फासिदिए उदाहरणं-वसंतपुरे णयरे जियसत्तू राया, सुकुमालिया से भज्जा, तीसे अईव सुकुमालो फासो, राया रज्जं न चिंतेइ,सो एयं निच्चमेव पडिभुज्जमाणो अच्छइ, एवं कालो वच्चइ, भिच्चेहिं सामंतेहिं मंतेऊण तीए सह निच्छूढो, पुत्तों से रज्जे ठविओ, ते 5 अडवीए वच्चंति, सा तिसाइया, जलं मग्गियं, अच्छीणि से बद्धाणि मा बीहेहित्ति, छिरारुहिरं पज्जिया, रुहिरे मूलिया छूढा जेण ण थिज्जइ, छुहाइया, उरुमंसं दिन्नं, उरुगं संरोहिणीए रोहियं, जणवयं पत्ताणि, आभरणगाणि सारवियाणि, एगत्थ वाणियत्तं करेइ, पंगू य से वीहीए સાધુઓ કહે છે – “અમે ઊભા છીએ, તું જ ઊભો રહે. (અર્થાતુ અમે તો પાપકર્મથી અટક્યા છીએ, તું અટક.) તે વિચારમાં પડે છે. બોધ પામ્યો. આચાર્ય અતિયશથી યુક્ત હતા, અર્થાત 10 તેઓ અવધિજ્ઞાની હતા. કેટલાકોનું આ પ્રમાણે થાય ? (અર્થાત માંસમાં લોલુપ હોવા છતાં રાજાને આવા વિશિષ્ટ આચાર્યની પ્રાપ્તિ થઈ. રાજા બોધ પામ્યો. પરંતુ આવા કેટલા ? રસનેન્દ્રિયમાં લોલુપ એવા કેટલાને આ રીતે સુગુરુનો જોગ મળે? અર્થાત્ બધાને મળે નહિ.) આમ રસનેન્દ્રિય પણ દુઃખ માટે થાય છે. (અહીં રાજાને પોતાનું રાજય છોડી જંગલમાં ભટકવું પડ્યું એ દુઃખરૂપે જાણવું.) 15 ફક સ્પર્શેન્દ્રિયનું ઉદાહરણ વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો, તેને સુકુમાલિકા નામે રાણી હતી. તેણીનો સ્પર્શ અતીવ સુકુમાલ હતો. રાણીમાં મગ્ન રાજા રાજ્યની ચિંતા કરતો નથી. રાજા રોજેરોજ તેને ભોગવવામાં મગ્ન છે. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. ખંડિયા રાજાઓએ અંદર અંદર મંત્રણા કરીને નોકરો દ્વારા રાણી સાથે રાજાને રાજ્ય બહાર કાઢ્યો. તેના પુત્રને રાજ્ય 20 ઉપર સ્થાપ્યો. આ બાજુ બંને રાજા-રાણી જંગલમાં જાય છે. એવામાં સુકુમાલિકાને તૃષા લાગી. પાણીની તપાસ કરી. (પરંતુ મળ્યું નહિ. તેથી) જંગલમાં ડર ન લાગે માટે સુકુમાલિકાની આંખો ઉપર પટ્ટો બાંધ્યો અને પોતાની નસમાંથી લોહી કાઢી તેણીને પીવડાવ્યું. વધેલા લોહીમાં થીજી ન જાય માટે અમુક વનસ્પતિના મૂળિયા નાંખ્યા. હવે ભૂખથી સુકુમાલિકા પીડાવા લાગી. તેથી પોતાના સાથળમાંથી માંસ કાઢી તેણીને ખાવા 25 આપ્યું. સંરોહણી ઔષધિવડે સાથળના ભાગને રુઝાવી દીધો. આગળ જતા તેઓ બંને નગરમાં ___५७. स्थितास्त्वमेव तिष्ठ, चिन्तयति, संबुद्धः, सातिशया आचार्याः, ते अवधिज्ञानिनः, कियतामेवं भविष्यति । एवं दुःखाय जिह्वेन्द्रियमिति । स्पर्शनेन्द्रिय उदाहरणं-वसन्तपुरे नगरे जितशत्रू राजा, सुकुमालिका तस्य भार्या, तस्या अतीव सुकुमालः स्पर्शः, राजा राज्यं न चिन्तयति, स एतां नित्यमेव प्रतिभुजानां तिष्ठति, एवं कालो व्रजति, भृत्यैश्च सामन्तैर्मंत्रयित्वा तया सह निष्काशितः, पुत्रस्तस्य राज्ये स्थापितः, तावटव्यां 30 व्रजतः, सा तृषार्दिता, जलं मार्गितम्, अक्षिणी तस्या बद्धे मा भैषीरिति, शिरारुधिरं पायिता, रुधिरे मूलिका क्षिप्ता, येन न स्त्यायति, क्षुधादिता, ऊरुमांसं दत्तं, ऊरु संरोहिण्या रोहितं, जनपदं प्राप्तौ, आभरणानि संगोपितानि, एकत्र वणिक्त्वं करोति, पङ्गश्च तस्या वीथ्याः ★ सामंतोऽहिम-मुद्रितप्रतौ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy