SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) पैयट्टियाओ, ताओ सुणंतीओ अच्छंति, कालं न याणंति, चिरेण आगयाओ अंबाडियाओ भणंति-मा भट्टिणी ! रूसेह, जं अज्ज अम्हाहिं सुयं तं पसूणवि लोभणिज्जं, किमंग पुण सकण्णाणं ?, कहंति ?, ताहिं से कहियं, सा हियएण चिंतेइ-कहमहं पेच्छि ज्जामि?।अन्नया तत्थ णयरदेवयाए जत्ता जाया, सव्वं च णयरंगयं, सावि गया, लोगोवि पणमिऊणं .. 5 पडिएइ पहायदेसकालो य वट्टइ, सोवि गाइऊण परिस्संतो परिसरे सुत्तो, सा य सत्थवाही दासीए समं आगया, पणिवइत्ता देउलं पयाहिणं करेइ, चेडीहिं दाइओ एस सोत्ति, सा संभंता, तओ गया, पेच्छइ विरूवं दंतुरं, भणइ-दिलु से रूवेणं चेव गेयं, तीए निच्छूढं, चेतियं चऽणेण, कुसीलएहिं से कहियं, तस्स अमरिसो जाओ, तो से તેણીએ કોઈક કારણથી પોતાની દાસીઓને બહાર મોકલી. રસ્તામાં તે દાસીઓ આનું ગીત 10 સાંભળવા ઉભી રહી. ઘણો કાળ પસાર થયો. પરંતુ દાસીઓને સમય ગયાનો ખ્યાલ આવ્યો નહિ. ઘણા લાંબા સમય પછી પાછી આવેલી દાસીઓને ભદ્રાએ ખખડાવી. ત્યારે દાસીઓએ કહ્યું – “હે સ્વામિની ! તમે ગુસ્સે ન થાઓ. અમે જે આજે સાંભળ્યું છે, તે પશુઓને પણ લોભાવી દે એવું હતું તો અમારા જેવા સકની તો વાત જ શી કરવી ?” ભદ્રાએ પૂછયું – “એવું તે શું હતું?” દાસીઓએ ભદ્રાને વાત કરી. ભદ્રા મનમાં વિચારવા લાગી છે કે – “હું 15 કેવી રીતે જોઉં ?” એકવાર તે નગરમાં નગરની અધિષ્ઠાત્રીની યાત્રા નીકળી. તે યાત્રા જોવા આખું નગર ગયું. તેમાં ભદ્રા પણ ગઈ. લોકો તે દેવતાને નમસ્કાર કરીને પાછા ફરે છે. તે વખતે સવારનો દેશ-કાળ વર્તી રહ્યો હતો. પુષ્પશાલ પણ ગીતો ગાવાથી થાકેલો આંગણામાં સુતો હતો. તે સમયે તે સાર્થવાહની પત્ની દાસી સાથે ત્યાં આવી. દેવને નમસ્કાર કરી દેવકુળની પ્રદક્ષિણા કરે છે. 20 દાસીઓએ પુષ્પશાલ સામે આંગળી કરી ભદ્રાને દેખાડ્યો કે – “આ તે જ પુરુષ છે.” ભદ્રા આકુળ-વ્યાકુલ થઈ. તે પુરુષ તરફ ગઈ અને કદરૂપા તથા બહાર આવેલા દાંતોવાળા પુષ્પશાલને જુએ છે. તે કહે છે – “આના રૂપ ઉપરથી જ આનું ગીત કેવું હશે તે જણાય જાય છે” એમ કહી તેણીએ પુષ્પશાલ ઉપર થંક્યું. તે જાગી ગયો ત્યારે અન્ય સાથીદારોએ ભદ્રાના વર્તનની વાત કરી. તેને ગુસ્સો ચઢ્યો. ત્યાર પછી તેને ભદ્રાના ઘર પાસે સવારના સમયે જેનો પતિ 25 ४७. प्रवर्तिताः, ताः श्रृण्वन्त्यस्तिष्ठन्ति, कालं न जानन्ति, चिरेणागता उपालब्धा भणन्ति-मा स्वामिनि ! रुषः, यदद्यास्माभिः श्रुतं तत्पशूनामपि लोभनीयं, किमङ्ग पुनः सकर्णानां ?, कथमिति ?, ताभिस्तस्यै कथितं, सा हृदयेन चिन्तयति-कथमहं प्रेक्षयिष्ये ? । अन्यदा तत्र नगरदेवताया यात्रा जाता, सर्वं च नगरं गतं, साऽपि गता, लोकोऽपि प्रणम्य प्रत्येति प्रभातदेशकालश्च वर्त्तते, सोऽपि निगीय परिश्रान्तः परिसरे सुप्तः, सा च सार्थवाही दास्या सममागता प्रणिपत्य देवकुलस्य प्रदक्षिणां करोति, 30 चेटीभिर्दर्शितः एष स इति, सा संभ्रान्ता, ततो गता, प्रेक्षते विरूपं दन्तुरं, भणति-दृष्टं तस्य रूपेणैव गेयं, निष्ठ्यूतं, चेतितं चानेन, तस्मै कुशीलवैः (विदूषकैः) कथितं, तस्यामर्षो जातः, ततस्तस्या,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy