________________
૭૬ હ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪). अहं चेव गेण्हिस्सामि, दिवसे २ गिण्हइ फाले । अण्णया अब्भहिए सयणिज्जामंतणए बलामोडीए णीओ, पुत्ता भणिया-फाले गेण्हह, सो य गओ, ते य आगया, तेहिं फाला ण गहिया, अक्कुट्ठा य गया पूवियसालं, तेहिं ऊणगं मोल्लंति एगते पिंडिता, किट्ट पडियं, रायपुरिसेहिं गहिया, जहावत्तं रनो
कहियं । सो नंदो आगओ भणइ-गहिया ण वत्ति, तेहिं भण्णइ-किं अम्हेवि गहेण गहिया?, तेण 5 अइलोलयाए एत्तियस्स लाभस्स फिट्टोऽहंति पादाण दोसेण एक्काए कुसीए दोवि पाया भग्गा,
सयणो विलवइ । तओ रायपुरिसेहिंसावओ णंदो य घेत्तूण राउलं नीया, पुच्छिया, सावओ भणइ-मज्झं इच्छापरिमाणातिरित्तं, अविय-कूडमाणंति, तेण न गहिया, सावओ पूएऊण विसज्जिओ, नंदो सूलाए भिन्नो, सकुलो य उच्छाइओ, साँवगो सिरिघरिओ ठवियओ । एरिसो दुरंतो. लोभो ।
રોજ નંદ કોશો ખરીદે છે. એકવાર સ્વજનો દ્વારા આગ્રહપૂર્વક આમંત્રણ થતાં (કોક પ્રસંગમાં) 10 બળાત્કારે નંદને જવું પડ્યું. પરંતુ જતી વખતે નંદે પોતાના પુત્રોને કહ્યું – “તમે કોશો ખરીદી
લેજો.” તે ગયો. વેચનારા માણસો આવ્યા. પુત્રોએ કોશો ખરીદી નહિ. તેથી વેચનારા માણસો ગુસ્સે થયા અને ત્યાંથી નીકળી કંદોઈની દુકાનમાં ગયા, (ત્યાં પણ સરખુ મૂલ્ય ન મળતા) “આનું મૂલ્ય ઓછું થઈ ગયું છે' એમ વિચારી તેઓએ એક ખૂણે કોશોને મુકી, જેથી તેની ઉપર લાગેલ
કાટ ખરી પડ્યો અને સુવર્ણનો ભાગ દેખાવા લાગ્યો, તેથી) રાજપુરુષોએ આ માણસોને પકડ્યા. 15 રાજાને હકીકત કહી.
આ બાજુ ઘરે આવેલો નંદ પુત્રોને પૂછે છે કે – ‘તમે કશો ખરીદી કે નહિ?” પુત્રોએ કહ્યું – “શું અમે પણ પાગલ થઈ ગયા છીએ ? (કે લોખંડની નકામી કોશો ખરીદીએ.) નંદ અતિલોલુપતાના કારણે “આ પગોના દોષથી (અર્થાત આ પગો હતા માટે આવા અવસરે બીજે
જવું પડ્યું. આમ બીજે જવારૂપ દોષથી) હું આ લાભથી વંચિત રહ્યો’ એમ વિચારી પોતાના 20 બંને પગો એક કુહાડીથી ભાંગી નાંખ્યા. સ્વજન વિલાપ કરે છે. ત્યાર પછી રાજપુરુષો શ્રાવક
અને નંદ બંનેને પકડી રાજકુળમાં લઈ ગયા. બંનેને પૂછવામાં આવ્યું. ત્યારે શ્રાવકે કહ્યું – “લોખંડની કોશો મારે પરિગ્રહ પરિમાણથી અતિરિક્ત હોવાથી તથા ખોટું માન (જિનદત્ત જાણતો હતો કે આ સુવર્ણની છે.) હોવાથી મેં ગ્રહણ કરી નહિ.” શ્રાવકને પૂજા–સત્કાર કરી છૂટો કર્યો. નંદને ફાંસીએ ચઢાવ્યો અને કુળ સહિત તેનો વિનાશ કર્યો. શ્રાવકને કોશાધ્યક્ષ તરીકે સ્થાપ્યો. આવા 25 ४५. अहमेव ग्रहीष्यामि, दिवसे दिवसे कुश्यौ गृह्णाति । अन्यदा अभ्यधिके स्वजनामन्त्रणे
बलात्कारेण नीतः, पुत्रा भणिताः-कुश्यौ गृह्णीयात, स च गतः, ते चागताः, तैः कुश्यौ न गृहीते, आक्रुष्टाश्च गता: आपूपिकशाला, तैरूनं मूल्यमित्येकान्ते पिंडिते, किट्टं पतितं, राजपुरुषैर्गृहीताः, यथावृत्तं राज्ञे कथितं । स नन्द आगतो भणति-गृहीते न वेति, तैर्भण्यते-किं वयमपि ग्रहेण गृहीताः ?, तेनातिलौल्यतया एतावतो
लाभात् भ्रष्टोऽहमिति पादयोर्दोषेणैकया कुश्या द्वावपि पादौ भग्नौ, स्वजनो विलपति । ततो राजपुरुषैः 30 श्रावको नन्दश्च गृहीत्वा राजकुलं नीतौ, पृष्टौ, श्रावको भणति-ममेच्छापरिमाणातिरिक्तम्, अपिच
कूटमानमिति, तेन न गृहीते, श्रावकः पूजयित्वा विसृष्टः, नन्दः शूलायां भिन्नः, सकुलश्चोत्सादितः, श्रावकः श्रीगृहिकः स्थापितः । एतादृशो दुरन्तो लोभः। + कीट्टो फिट्टो दिट्ठो. * जिणदत्तो।