SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માયાને વિશે પોપટનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૭૩ संपत्तया णिज्जाहि, सो गओ दिसं, इमावि गणियवेसेणं पुव्वमागया, तिलक्खागिया कोलिगिणी चोरनिमित्तं चंदपुत्तं सद्दाइस्सामित्ति असंतएणं पत्तियावितो राया वाणियदारियाए, મને ગમ્યા છો, એમ કહી વેશ્યાએ તેને ખુશ કર્યો. ઘણા બધાં વર્ષો તે વેશ્યા સાથે વેપારી રહે છે. તેમાં તેણીને ત્રણ પુત્રરત્નો થયા. તે દરમિયાન બધું દ્રવ્ય વેપારી પાસેથી તેણીએ કઢાવી લીધું. એકવાર વેપારી પાછો પોતાના વતને ફર્યો. તે વેશ્યા પણ તે જ સાથે સાથે પાછી ફરી. 5 ઝડપથી તે પિતાના ઘરે ગઈ. ત્યાંથી કપાસમાંથી બનાવેલી દોરીઓ અને પોતાના પુત્રોને લઈને સુરંગ દ્વારા પાછી તે જ કૂવામાં આવી ગઈ. આ બાજુ વેપારી પોતાના ઘરે પહોંચ્યો અને તેણે પોતાની પત્નીને યાદ કરી. તેણીની ઉપર વેપારીને દયા આવી. ઘરના લોકોને તે પૂછે છે – “અહીં આ કૂવામાં કોઈ ભોજન ગ્રહણ કરે છે કે નહિ ?” તેઓએ કહ્યું – “હા, સ્વીકારે છે.' ત્યાર પછી તેણે દોરડાવડે પલંગ કૂવામાં ઉતાર્યો. પ્રથમ કપાસની દોરીઓ બહાર કાઢી, પછી 10 પ્રથમ પુત્રને બહાર કાઢ્યો. ત્યાર પછી બીજાને બહાર કાઢ્યો. પછી ત્રીજા પુત્ર સાથે પત્ની પણ બહાર આવી. આ જોઈ તે વેપારી ખુબ ખુશ થયો અને ઘરની સ્વામિની બનાવી. આમ, તે વેપારીની દીકરી પંડિતા હતી, હું (પોપટ) નહિ. પુત્રવધૂ ફરી પાછા પોપટના પીછા ઉખેડે છે, એટલે પોપટ કહે છે કે – હું પંડિત નથી પણ, તલને ખાનારી પેલી કોળી જાતિની કન્યા પંડિતા છે. (જોળિો – કોળી જાતિની સ્ત્રી. 15 અહીં પણ ટીકામાં વાર્તા ટૂંકાણમાં છે. માટે ચૂર્ણિના આધારે વિસ્તારથી જણાવાય છે.) - એક કોળીભીલ જાતિની કન્યા હતી. તેના માતાપિતા અન્ય ગામમાં ગયા. તેથી ઘરમાં આ એકલી રહેવા લાગી. એકવાર તે ઘરમાં ચોર પ્રવેશ્યો. તેથી તેણીએ પોતાના બચાવ માટે એક નાટક ચાલુ કર્યું અને તેમાં તે પોતાની જાતને જ કહે છે કે – “હું મામાના પુત્રને દેવાયેલી છું. જયારે મને પુત્ર થશે, ત્યારે તેનું “ચંદ્ર’ નામ પાડીશ અને પછી હું તેને બોલાવીશ કે – 20 હે ચંદ્ર ! અહીં આવ’ જોરથી “ચંદ્ર' શબ્દ બોલતા બાજુમાંથી શ્વેતધ્વજચંદ્ર નામનો વ્યક્તિ મોટેથી શું થયું? શું થયું? કરતો આવ્યો. તેથી ચોર ભાગી ગયો. આમ તે પંડિતા હતી હું પંડિત નથી, એમ પોપટે કહ્યું. પુત્રવધૂએ ફરી પીંછા તોડ્યા. (સંતevi પત્તિયાવિત કથાનકનો વિસ્તારન) એટલે પોપટ કહ્યું – હું પંડિત નથી પરંતુ પેલી કુળપુત્રકની દીકરી પંડિતા હતી. તે આ પ્રમાણે – વસંતપુર 25 નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને કુળપુત્રક નામે વેપારી હતો. તેને એક દીકરી હતી. એકવાર રાજાએ ઘોષણા કરાવી કે – “જે વ્યક્તિ રાજાને અસતુ વસ્તુ ઉપર વિશ્વાસ કરાવે, (અર્થાતુ નહિ બનેલી ઘટનાને પણ એવી યુક્તિથી સાબિત કરે કે જેમાં રાજાને વિશ્વાસ પડે.) તેને રાજા ભોગસામગ્રી આપશે.” ત્યાર પછી તે કુળપુત્રક એકવાર સૂર્યાસ્ત પછી ઘરે આવે છે. એટલે પુત્રી પૂછે છે કે – “આજે કેમ તમે સૂર્યાસ્ત પછી આવ્યા ?' કુળપુત્રને હકીકત કહી કે રાજાએ ઘોષણા 30 ४१. सपुत्रा निहि, स गतो दिशि, इयमपि गणिकावेषेण पूर्वमागता, तिलखादिका कोलिकी चौरनिमित्तं चन्द्रपुत्रं शब्दयिष्यामीति असता प्रत्ययितो राजा वणिग्दारिकया, * कोलिखिणी प्र० ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy