________________
૭૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) कूडसक्खीहिं दवाविओ, दारिया मग्गिया, कूवे छूढा, सुरंगं खणाविया, पिया कप्पासं कत्ताविओ, કહ્યું – નિરર્થક હું પાણીમાં રહ્યો.” પુત્રીએ કહ્યું, ‘તમે ચિંતા ન કરો, ઉનાળો આવે ત્યારે તમારે એક જમણવાર ગોઠવવો અને તેમાં અન્ય વેપારીઓ સાથે પેલાને પણ આમંત્રણ આપવું. જયારે
તે બધા જમવા બેસે ત્યારે તેઓની નજર પડે તે રીતે તેઓની સામે પાણી તમારે રાખવું. જ્યારે 5 પેલા વેપારીને તરસ લાગશે, ત્યારે તે પાણી માંગશે. તે વખતે તમારે તેને કહેવું કે – “આ
સામે રહ્યું પાણી.' (આ રીતની આખી યોજના દીકરીએ પિતાને સમજાવી દીધી. ત્યારબાદ ઉનાળો આવતા) ગરીબ વેપારીએ જમણવાર રાખ્યો અને વેપારીઓને નિમંત્રણ આપ્યું. બધા જમવા બેઠા. જમ્યા પછી પેલા વેપારીએ પાણી માંગ્યું.
ગરીબ વેપારીએ કહ્યું – “આ સામે રહેલ પાણીને જોઈને જ તું તારી તૃષા શાંત કર.' 10 પેલાએ કહ્યું – “અરે ! પાણીને જોવામાત્રથી કંઈ તૃષા શાંત થતી હશે ?' ગરીબે કહ્યું – “જો
પાણીને જોવા માત્રથી તૃષા શાંત થતી ન હોય, તો દીપકને જોવા માત્રથી મારી ઠંડી કેવી રીતે ઉડી જાય ?' આમ તે ગરીબ વેપારી જીત્યો અને તેને હજાર દીનાર અપાવ્યા. પેલા વેપારીએ વિચાર્યું કે, “આતો બુદ્ધિ વિનાનો છે, તો કોણે આવી બુદ્ધિ આને આપી ?ગરીબે કહ્યું – મારી
દીકરીએ મને આ ઉપાય આપ્યો હતો.' પેલો દીકરી ઉપર ગુસ્સે થયો. રોષને કારણે તે ગરીબ 15 પાસે તે દીકરીની લગ્ન માટે માંગણી કરે છે. પરંતુ પિતા તેને દીકરી આપતો નથી, – “ક્યાંક
મત્સરને કારણે આ દીકરીને હેરાન ન કરે.' દીકરીએ પિતાને કહ્યું – “મને એને આપી દો. શું તે મને મારી નાંખવાનો છે ?' (અર્થાત્ મારી નહિ નાખે.).
પિતાએ દીકરીના વિવાહ નક્કી કર્યા. એટલે પેલો વેપારી પોતાના ઘરે કૂવો ખોદાવે છે. આ બાજુ દીકરી સ્વજનવર્ગને કહે છે – જાઓ, અને તપાસો કે મારા સાસરીયે શું ચાલી રહ્યું 20 છે? સ્વજનવર્ગે તપાસ્યું અને આવીને કહ્યું કે – “કૂવો ખોદાય છે. એટલે દીકરીએ પણ પોતાના
ઘરથી કૂવા સુધી સુરંગ ખોદાવી. થોડા દિવસ પછી દીકરીનાં લગ્ન થયા. પતિએ પત્નીને કૂવામાં ઉતારી અને તેણીને ત્યાં કપાસનો અમુક જથ્થો સાથે આપ્યો અને કહ્યું કે – “કેમ તું પંડિતા છે ને ? હવે બતાવ તારું પાંડિત્ય' એમ કહી સાથે જણાવ્યું કે – “હું દિયાત્રા માટે જાઉં છું
અને હું પાછો આવું ત્યાં સુધીમાં આ કપાસને કાંતવું અને ત્રણ પુત્રોને જન્મ આપવો.” વેપારીએ 25 જતા-જતા ઘરમાં પણ સૂચના આપી કે – “તમારે તેણીને રોજેરોજ બે હથેળી જેટલા રાંધેલા ભાત અને કાંજી ખાવા આપવા.” એમ કહી તે જતો રહ્યો.
દીકરીએ પણ સુરંગવડે પિતાના ઘરે પહોંચી જઈ પિતાને કહ્યું – “તમે ત્યાં કૂવામાં રહો અને કપાસને કાંતિ દોરી તૈયાર કરો તથા જે ખાવાનું આવે તે તમે સ્વીકારજો, હું જાઉં છું.”
એમ કહી વેશ્યાનો વેશ પહેરીને આગળ તે એક નગરમાં પહોંચી. ત્યાં ભાડાથી એક ઘર ખરીદ્યું. 30 તેનો પતિ ત્યાં તેને મળ્યો. વેશ્યા તેને પોતાના ઘરે લઈ ગઈ. વેપારીએ (વાસ્તવમાં તેના પતિએ
જ) વેશ્યાને પૂછયું – ‘તું કોણ છે ?' વેશ્યાએ કહ્યું – “આમ તો હું પુરુષષિણી છું પરંતુ તમે ___४०. कूटसाक्षिभिर्दापितः, दारकिा मागिता( याचिता), कूपे क्षिप्ता, सुरङ्गा खानिता पिता कसं વર્તિતા,