________________
અન્યપ્રકારે અરિહંતોની નમસ્કારયોગ્યતાના કારણો (નિ. ૯૧૮)
रागद्दोसकसाए इंदिआणि अ पंचवि ।
परीस उवसग्गे, नामयंता नमोऽरिहा ॥ ९१८॥
व्याख्या : रागद्वेषकषायेन्द्रियाणि च पञ्चापि परीषहानुपसर्गान्नामयन्तो नमोऽर्हा इति । 'रञ्ज रागे' रज्यते अनेन अस्मिन् वा रञ्जनं वा रागः, स च नामादिश्चतुर्विधः, तत्र नामस्थापने सुगमे, 5 द्रव्यरागो द्वेधा-आगमतो नोआगमतश्च, आगमतो रागपदार्थज्ञस्तत्रानुपयुक्तः, नोआगमो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदस्त्रिविधः, व्यतिरिक्तोऽपि कर्मद्रव्यरागो नोकर्मद्रव्यारागश्च, कर्मद्रव्यरागश्चतुर्विधः- रागवेदनीयपुद्गला योग्याः १ बध्यमानका २ बद्धाः ३ उदीरणावलिकाप्राप्ताश्च ४. बन्धपरिणामाभिमुखा योग्याः, बन्धपरिणामप्राप्ता बध्यमानकाः, निर्वृत्तबन्धपरिणामाः सत्कर्मतया स्थिता जीवेनाऽऽत्मसात्कृता बद्धाः, उदीरणाकरणेनाऽऽकृष्योदीरणावलिकामानीताश्चरमा इति, 10 नोकर्मद्रव्यरागस्तु कर्मरागैकदेशस्तदन्यो वा, तदन्यो द्विविधः - प्रायोगिको वैश्रसिकश्च प्रायोगिक कुसुम्भरागादिः वैश्रसिकाः सन्ध्याभ्ररागादिः, भावरागोऽप्यागमेतरभेदाद् द्विधैव, आगमतो रागपदार्थज्ञ उपयुक्तः, नोआगमतो रागवेदनीयकर्मोदयप्रभवः परिणामविशेषः, स च द्वेधा - प्रशस्तो प्रशस्तश्च, છે છું
नमोऽर्हत्वहेतुगुणाभिधित्सयाऽऽह
૪૫
ગાથાર્થ : રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહો અને ઉપસર્ગોને દૂર કરતાં હોવાથી 15 (અરિહંતો) નમસ્કારને યોગ્ય છે.
ટીકાર્થ : રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષદો અને ઉપસર્ગોને દૂર કરતાં હોવાથી (અરિહંતો) નમસ્કારને યોગ્ય છે. તેમાં રંજ ધાતુ રાગના અર્થમાં વપરાય છે, અર્થાત્ જેનાવડે રંગાય અથવા જે હોતે છતે રંગાય અથવા રંગવું તે રાગ. આ રાગ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં નામ—સ્થાપના સુગમ જ છે. દ્રવ્ય રાગ બે પ્રકારે છે—આગમથી અને નોઆગમથી. 20 આગમથી દ્રવ્યરાગ એટલે રાગપદના અર્થને જાણનારો એવો પણ તે અર્થમાં અનુપયુક્ત જીવ.
નોઆગમથી દ્રવ્યરાગ, જ્ઞશરીર—ભવ્યશરીર અને તયતિરિક્ત એમ ત્રણ પ્રકારનો છે. તેમાં તદ્યુતિરિક્ત પણ કર્મદ્રવ્યરાગ અને નોકર્મદ્રવ્યરાગ એમ બે પ્રકારનો છે. કર્મદ્રવ્યરાગ એટલે કે રાગવેદનીય (રતિમોહનીયાદિ) પુદ્ગલ ચાર પ્રકારે છે. (૧) યોગ્ય—બંધપરિણામને અભિમુખ. (૨) બધ્યમાનક બંધપરિણામને પ્રાપ્ત કરતા (૩) બદ્ધ = બંધપરિણામને પામી સત્તાને પામેલા 25 એટલે કે જીવવડે આત્મસાત્ કરાયેલા (૪) ઉદીરણાવલિકામાં પ્રવિષ્ટ = ઉદીરણા કરણવડે ખેંચીને ઉદયાવલિકામાં લાવેલા.
=
નોકર્મદ્રવ્યરાગ આ પ્રમાણે-કર્મદ્રવ્યરાગનો એક દેશ અથવા કર્મદ્રવ્યરાગથી અન્ય. કર્મદ્રવ્યરાગથી અન્ય બે પ્રકારે – પ્રાયોગિક અને વૈશ્રસિક. તેમાં કસુંબાનો રંગ એ પ્રાયોગિક છે અને સંધ્યાનો આકાશરંગ એ વૈશ્રસિક (કુદરતી) છે.
30