SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ માં આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) ___ व्याख्या : मार्गः अविप्रणाशः आचारः विनयता सहायत्वम् अर्हदादीनां नमस्कारार्हत्वे एते हेतवः, यदाह-पञ्चविधनमस्कारं करोमि एभिर्हेतुभिरिति गाथासमासार्थः ॥ इयमत्र भावना-अर्हतां नमस्कारार्हत्वे मार्गः-सम्यग्दर्शनादिलक्षणो हेतुः, यस्मादसौ तैः प्रदर्शितस्तस्माच्च मुक्तिः, ततश्च पारम्पर्येण मुक्तिहेतुत्वात् पूज्यास्त इति । सिद्धानां तु नमस्कारार्हत्वेऽविप्रणाश-शाश्वतत्वं हेतुः, 5 तथाहि-तदविप्रणाशमवगम्य प्राणिनः संसारवैमुख्येन मोक्षाय घटन्ते । आचार्याणां तु नमस्कारार्हत्वे आचार एव हेतुः, तथाहि-तानाचारवत आचारख्यापकांश्च प्राप्य प्राणिन आचारपरिज्ञानानुष्ठानाय भवन्ति । उपाध्यायानां तु नमस्कारार्हत्वे विनयो हेतुः, यतस्तान् स्वयं विनीतान् प्राप्य कर्मविनयनसमर्थविनयवन्तो भवन्ति देहिन इति । साधूनां तु नमस्कारार्हत्वे सहायत्वं हेतुः, यतस्ते सिद्धिवधूसङ्गमैकनिष्ठानां तदवाप्तिक्रियासाहाय्यमनुतिष्ठन्तीति गाथार्थः ॥९०३॥ 10 एवं तावत्समासेनार्हदादीनां नमस्कारार्हत्वद्वारेण मार्गप्रणयनादयो गुणा उक्ताः, साम्प्रतं प्रपञ्चेनार्हतां गुणानुपदर्शयन्नाह ટીકાર્ચઃ માર્ગ, અવિપ્રનાશ, આચાર, વિનયતા અને સહાયપણું અરિહંતાદિ નમસ્કારયોગ્ય હોવામાં આ કારણો છે. તેથી જ નિયુક્તિકારે કહ્યું છે કે- આ કારણોને કારણે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું. અહીં ભાવાર્થ એ છે કે (૧) અરિહંતો નમસ્કારને યોગ્ય હોવામાં સમ્યગદર્શનાદિરૂપ માર્ગ કારણ છે, કારણ કે આ માર્ગ અરિહંતોએ બતાવ્યો છે અને તે માર્ગથી મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. તેથી પરંપરાએ અરિહંતો મુક્તિના કારણ હોવાથી પૂજ્ય = નમસ્કારને ર્યોગ્ય છે. (૨) સિદ્ધો નમસ્કારને યોગ્ય હોવામાં તેમનો અવિપ્રનાલ એટલે કે શાશ્વતપણું કારણ છે. તે આ પ્રમાણે – સિદ્ધોનાં શાશ્વતપણાને જાણીને જીવો સંસારથી વિમુખ બની મોક્ષ માટે પ્રયત્ન કરે છે. (આમ 20 શાશ્વતપણું પણ મોક્ષનું કારણ બનતું હોવાથી સિદ્ધો નમસ્કારને યોગ્ય છે.) (૩) આચાર્યો નમસ્કાર માટે યોગ્ય હોવામાં તેમનો આચાર જ કારણ છે. તે આ પ્રમાણેઆચારવાળા અને આચારનું નિરૂપણ કરનારા એવા આચાર્યોને પામીને જીવો આચારનું જ્ઞાન મેળવવા અને તે પ્રમાણે આચરણ કરવા માટે યત્નવાળા થાય છે. (૪) ઉપાધ્યાય નમસ્કારને યોગ્ય હોવામાં વિનય કારણ છે, કારણ કે સ્વયં વિનયવાળા તે ઉપાધ્યાયોને પામીને જીવો કર્મનો 25 નાશ કરવામાં સમર્થ એવા વિનયવાળા થાય છે. (૫) સાધુઓ નમસ્કારને યોગ્ય હોવામાં તેમનું સહાયપણું કારણ છે, કારણ કે તે સાધુઓ સિદ્ધિરૂપ વધૂ સાથે સંગ કરવામાં એકમાત્ર પ્રયત્નવાળા એવા અન્ય સાધુ વગેરેને મોક્ષ પ્રાપ્તિની ક્રિયામાં સહાય કરે છે. ૯૦૩ll અવતરણિકા : આ પ્રમાણે સંક્ષેપથી અરિહંતાદિ નમસ્કારને યોગ્ય છે એવું બતાવવા દ્વારા અરિહંતાદિના માર્ગદર્શનાદિ ગુણો કહ્યા. હવે વિસ્તારથી અરિહંતાદિના ગુણોને બતાવતા 30 નિર્યુક્તિકારશ્રી કહે છે કે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy