________________
અરિહંતાદિને નમસ્કાર કરવાના કારણો (નિ. ૯૦૩) चेत्यक्षरगमनिका, तत्र नोनमस्कारो विवक्षया नमस्कारदेश: अनमस्कारो वा, देशसर्वनिषेधपरत्वान्नोशब्दस्य, नोअनमस्कारोऽपि अनमस्कारदेशो वा नमस्कारो वा, देशसर्वनिषेधत्वादेव, एषा चतुर्विधा, नैगमादिनयाभ्युपगमस्त्वस्याः पूर्वोक्तानुसारेण प्रदर्शनीयः, 'नवधा वे 'ति प्रागुक्ता पञ्चविधा इयं चतुर्विधा च सङ्कलिता सती नवविधा प्ररूपणा प्रकारान्तरतो द्रष्टव्येति गाथार्थः ॥ ९०२ ॥
प्ररूपणाद्वारं गतम्, इदानीं निःशेषमिति, साम्प्रतं 'वत्थं तरहंताई पंच भवे तेसिमो हेउ' 5 त्ति गाथाशकलोपन्यस्तमवसरायातं च वस्तुद्वारं विस्तरतो व्याख्यायत इति, तत्रान्तरोक्तं गाथाशकलं व्याख्यातमेव, नवरं तत्र यदुक्तं 'तेषां वस्तुत्वेऽयं हेतु' रिति, स खल्विदानीं हेतुरुच्यते, तत्रेयं
ગાથા
૩૩
मग्गे १ अविप्पणासो २ आयारे ३ विणयया ४ सहायत्तं ५ । पंचविहनमुक्कारं करेमि एएहिं हेऊहिं ॥९०३॥
10
શરૂઆત જેની (અર્થાત્ જેની શરૂઆતમાં નો શબ્દ હોય) એવો નમસ્કાર અને અનમસ્કાર આ પ્રમાણે અક્ષરાર્થ જાણવો. (અહીં મૂળગાથામાં નમસ્કાર અને અનમસ્કાર રૂપ બે ભાંગા સાક્ષાત્ બતાવ્યા છે. જ્યારે ‘નોઆદિયુક્ત' શબ્દથી શેષ બે ભાંગા – નોનમસ્કાર અને નોઅનમસ્કાર જણાવ્યા છે એમ જાણવું.)
(૩) નોનમસ્કાર તરીકે અમુક વિવક્ષાએ નમસ્કારનો એક દેશ (અર્થાત્ નમસ્કારમાં પરિણત 15 જીવનો એક દેશ) અથવા અનમસ્કાર જાણવો, કારણ કે ‘નો’ શબ્દ દેશ અને સર્વનિષેધને જણાવનાર છે. (૪) નોઅનમસ્કાર તરીકે પણ અનમસ્કારનો એક દેશ (અર્થાત્ નમસ્કારમાં અપરિણત એવા મિથ્યાર્દષ્ટિ જીવનો એક દેશ) અથવા નમસ્કાર જાણવો, કારણ કે અહીં પણ ‘નો' શબ્દ દેશસર્વનિષેધને જણાવનારો છે. (નો—અ બે નિષેધ થવાથી મૂળ વસ્તુ પ્રાપ્ત થાય.) આ ચાર પ્રકારની પ્રરૂપણા કહી. આ ચાર ભાંગામાં નૈગમાદિ કયો નય કયા ભાંગાને ઇચ્છે છે તે પૂર્વે કહેલ પ્રમાણે 20 જાણવું. (તે આ પ્રમાણે – શબ્દાદિ ત્રણ નયો દેશથી રહિત અખંડ વસ્તુને સ્વીકારતા હોવાથી નમસ્કાર-અનમસ્કારરૂપ પ્રથમ બે ભાંગા જ ઇચ્છે છે. જ્યારે નૈગમાદિ ચાર નયો વસ્તુના દેશને પણ માનતા હોવાથી ચારે ભાંગા ઇચ્છે છે.) અથવા બીજી રીતે નવ પ્રકારની, અર્થાત્ પૂર્વે કહેલી પાંચ પ્રકારની અને અત્યારે કહી તે ચાર પ્રકારની એમ બંને મળી નવપ્રકારની પ્રરૂપણા જાણવી. ૧૯૦૨૫
25
અવતરણિકા : પ્રરૂપણાદ્વાર પૂર્ણ થયું. (ટીકામાં હવાની નિઃશેષમિતિ પદ વધારાનું લાગે છે.) હવે ‘વસ્તું.. એ પ્રમાણે ગા. ૯૦૧માં કહેવાયેલ અને અવસરથી પ્રાપ્ત થયેલ વસ્તુધારનું વિસ્તારથી વ્યાખ્યાન કરાય છે. ‘વસ્તું.....' એ ગાથાનો પશ્ચાé વ્યાખ્યાન કરી દીધો જ છે, પરંતુ તે સમયે જે કહ્યું હતું કે ‘અરિહંતાદિ નમસ્કારયોગ્ય હોવામાં આ કારણ છે' તે કારણ હવે કહેવાય છે. તેની ગાથા આ પ્રમાણે છે
30
ગાથાર્થ : માર્ગ, અવિપ્રનાશ, આચાર, વિનયતા અને સહાયપણું, આ કારણોને લઈને હું પાંચપ્રકારનો નમસ્કાર કરું છું.