SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भजनायां किंविशिष्टो जीवो नमस्कारः ? किंविशिष्टस्त्वनमस्कार इति पृच्छा, ४ अत्र प्रतिव्याकरणं दापना-नमस्कारपरिणतः जीवो नमस्कारों नापरिणत इति, ५ निर्यापना त्वेष एव नमस्कारपर्यायपरिणतो जीवो नमस्कारः, नमस्कारोऽपि जीवपरिणाम एव नाजीवपरिणाम इति, एतदुक्तं भवति-दापना प्रश्नार्थव्याख्यानं निर्यापना तु तस्यैव निगमनमिति, अथवेयमन्या चतुर्विधा प्ररूपणेति, यत आह- . 'नमोक्कारऽनमोक्कारेणोआदिजुए वणवधा वा' तत्र प्रकृत्यकारनोकारोभयनिषेधसमाश्रयाच्चातुर्विध्यं, प्रकृतिः-स्वभावः शुद्धता यथा नमस्कार इति, स एव ना सम्बन्धादकारयुक्तः अनमस्कारः, स एव नोशब्दोपपदे नोनमस्कारः, उभयनिषेधात्तु नोअनमस्कार इति, तत्र नमस्कारस्तत्परिणतो जीवः, अनमस्कारस्त्वपरिणतो लब्धिशून्यः अन्यो वा, 'नोआइजुए वत्ति नोआदियुक्तो वा नमस्कारः अनमस्कारश्च, अनेन भङ्गकद्वयाक्षेपो वेदितव्यः, नोशब्देनाऽऽदिर्युक्तो यस्य नमस्कारस्येतरस्य 10 હોઈ શકે છે અથવા અનમસ્કાર પણ હોઈ શકે છે. અહીં એકપદવ્યભિચાર હોવાથી ભજના જાણવી. - (અર્થાત્ જીવ નમસ્કાર છે કે નમસ્કાર જીવ છે ? એ પ્રશ્નમાં જીવ અને નમસ્કાર એમ બે પદ છે. તેમાં નમસ્કાર તરીકે તો જીવ જ છે એ વાત નક્કી છે. માટે અહીં વ્યભિચાર નથી. પરંતુ જીવ એ નમસ્કાર પણ હોઈ શકે, અનમસ્કાર પણ હોઈ શકે છે. એમ જીવરૂપ પદમાં નમસ્કાર અનમસ્કાર બંને વિકલ્પો આવતા હોવાથી એકપદવ્યભિચાર છે અને માટે જ ભજના છે.) (૩) 15 આ રીતે ભજના હોવાથી કેવા પ્રકારનો જીવ નમસ્કાર છે ? તથા કેવા પ્રકારનો જીવ અનમસ્કાર છે? એ પૃચ્છા જાણવી. (૪) નમસ્કારમાં પરિણત જીવ નમસ્કાર છે પણ અપરિણત જીવ નમસ્કાર નથી એ પ્રમાણે જે ઉત્તર આપવો એ દાપના. (૫) તથા આ જે નમસ્કારના પર્યાયમાં પરિણત (અર્થાત્ નમસ્કારભાવમાં ઉપયોગવાળો) જીવ નમસ્કાર છે, અને નમસ્કાર પણ જીવનો જ પરિણામ છે પણ અજીવનો પરિણામ નથી, એ પ્રમાણે ઉત્તર આપવો એ નિર્યાપના કહેવાય છે.' 20 અહીં એટલું જ જાણવું કે દાપના એટલે પ્રશ્નનો જવાબ આપવો અને નિયંપના એટલે જવાબનું જ નિગમન કરવું. (અર્થાત છેલ્લો નિષ્કર્ષ આપવો એ નિર્યાપના.) અથવા બીજી ચાર પ્રકારની પ્રરૂપણા જાણવી, કારણ કે મૂળગાથામાં કહ્યું છે કે – “નપુર...... ઇત્યાદિ'. તેમાં (૧) પ્રકૃતિ, (૨) “અકાર, (૩) “નો'કાર અને (૪) ઉભય (“એ” કાર – “નો’ કાર ઉભય)નો નિષેધ. આ ચાર પદોને સ્વીકારવા દ્વારા ચાર પ્રકારની પ્રરૂપણા થાય છે. (૧) પ્રકૃતિ એટલે સ્વભાવ 25 અર્થાત્ શુદ્ધતા. (એટલે કે જેમાં “ગ' કાર, “નો’ કાર વગેરે એક પણ શબ્દ ન હોય તેવું શુદ્ધ પદ) જેમ કે, નમસ્કાર. (૨) આ જ નમસ્કાર સાથે (નિષેધાર્થક) “ગ' કારનો સંબંધ કરતા અનમસ્કાર. (૩) આ જ નમસ્કારની શરૂઆતમાં નો શબ્દ મૂકતા નોનમસ્કાર. (૪) અને ઉભયનો નિષેધ કરવાથી નોઅનમસ્કાર. - તેમાં (૧) નમસ્કાર તરીકે નમસ્કારમાં પરિણત જીવ જાણવો. (૨) અનમસ્કાર તરીકે 30 અપરિણત એટલે કે નમસ્કારની લબ્ધિથી શૂન્ય અથવા લબ્ધિથી યુક્ત પણ નમસ્કારમાં અપરિણત જીવ (અર્થાત્ ઉપયોગ વિનાનો જીવ.) અથવા નોઆદિયુક્ત એવો નમસ્કાર અને અનમસ્કાર જાણવો. આનાવડે (છેલ્લા) બે ભાંગા જણાવેલા જાણવા. તે આ પ્રમાણે-નો શબ્દથી યુક્ત છે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy