SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 10 નમસ્કારની સ્થિતિકાલ (નિ. ૮૯૪) ૨૭ कस्मिन्निति द्वारमुक्तं, साम्प्रतं कियच्चिरमसौ भवतीति निरूप्यते, तत्रेयं गाथा उवओग पडुच्चंतोमुहुत्त लद्धीइ होइ उ जहन्नो । उकोसटिइ छावट्ठिसागरा (दा०५) ऽरिहाइ पंचविहो ॥८९४॥ व्याख्या : उपयोगं प्रतीत्य अन्तर्मुहूर्त स्थितिरिति सम्बध्यते जघन्यतः उत्कृष्टश्च, 'लद्धीए होइ उ जहन्नो' लब्धेश्च क्षयोपशमस्य च भवति तु जघन्या स्थितिरन्तर्मुहूर्त एव, उत्कृष्टस्थितिलब्धेः 5 षट्षष्टिसागरोपमाणि, सम्यक्त्वकाल इत्यर्थः, एकं जीवं प्रतीत्यैषा, नानाजीवान् पुनरधिकृत्योपयोगापेक्षया जघन्येनोत्कृष्टतश्च स एव, लब्धितश्च सर्वकालमिति ॥ द्वारम् ॥ कतिविधो वा? इत्यस्य प्रश्नस्य निर्वचनार्थो गाथावयव:-'अरिहाइ पंचविहो 'त्ति अर्हत्सिद्धाचार्योपाध्यायसाधुपदादिसन्निपातात् पञ्चविधार्थसम्बन्धात् अर्हदादिपञ्चविध इत्यनेन चार्थान्तरेण वस्तुस्थित्या नमःपदस्याभिसम्बन्धमाहेति गाथार्थः ॥८९४॥ द्वारम् ॥ गता षट्पदप्ररूपणेति, साम्प्रतं नवपदाया अवसरः, तत्रेयं गाथा__ संतपयपरूवणया १ दव्वपमाणं च २ खित्त ३ फुसणा य ४ । અવતરણિકા : “શ્મિન' દ્વાર પૂર્ણ થયું. હવે કેટલા કાળ સુધી નમસ્કાર હોય છે ? તે કહેવાય છે. તેમાં આ ગાથા છે . ગાથાર્થ : ઉપયોગને આશ્રયી અંતર્મુહૂર્ત સ્થિતિ છે. લબ્ધિને આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત 15 અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. આ નમસ્કાર અરિહંતાદિ પાંચ પ્રકારનો છે. ટીકાર્થ : ઉપયોગને આશ્રયી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તની સ્થિતિ છે. લબ્ધિને = ક્ષયોપશમને આશ્રયી અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ સમ્યકત્વકાળમાં જાણવી. આ એક જીવને આશ્રયીને સ્થિતિ કહી. જુદા જુદા જીવોને આશ્રયીને ઉપયોગની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ અને લબ્ધિથી સર્વકાળની સ્થિતિ જાણવી. 20 આ પ્રમાણે “ શિવરં દ્વાર પૂર્ણ થયું. . હવે “નમસ્કાર કેટલા પ્રકારનો છે ?' એ પ્રશ્નના ઉત્તરને જણાવતો મૂળગાથાનો અવયવ આ પ્રમાણે છે કે અરિહંત – સિદ્ધ – આચાર્ય – ઉપાધ્યાય – અને સાધુ પદની શરૂઆતમાં નમસ્કારનો સન્નિપાત થતો હોવાથી (અર્થાતુ નમ: અર્થ:, નમ: સિદ્ધ: વગેરે) અરિહંતાદિ પાંચ પ્રકારના અર્થો સાથે નમસ્કારનો સંબંધ થાય છે અને તેથી અરિહંતાદિ પાંચ પ્રકારનો નમસ્કાર 25. છે. અહીં “નમસ્કાર પાંચ પ્રકારનો છે” એવું જે કહ્યું. તેનાથી અરિહંતાદિ અર્થાન્તરોની સાથે - પરમાર્થથી “નમ' પદનો સંબંધ કહ્યો. (અર્થાત “નમ:' પદ નૈપાતિક છે તેથી તેના પાંચ પ્રકાર પડે તેમ નથી, પરંતુ અરિહંતાદિ અર્થાન્તરોની સાથે તેનો આદિમાં સંબંધ થવાથી પાંચ પ્રકાર પડે છે.) l૮૯૪ll અવતરણિકા : પદપ્રરૂપણા પૂર્ણ થઈ છે. હવે નવપ્રકારની પ્રરૂપણાનો અવસર છે તેમાં 30 આ ગાથા જાણવી છે ગાથાર્થ: (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬)
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy