SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एवमेकवचनबहुवचनभेदादष्टौ भङ्गाः प्रागुक्ता एव योज्याः । आह-पूज्यस्य नमस्कार इति नैगमव्यवहारौ, स एव च किमित्याधारो न भवति ? येन पृथगिष्यते, उच्यते, नावश्यं स्वेन स्वात्मन्येव भवितव्यम्, अन्यत्रापि भावात्, यथा देवदत्तस्य धान्यं क्षेत्र इति, तुशब्दाच्छेषनयाक्षेपः कृतः, संक्षेपतो दयते-तत्र सङ्ग्रहोऽभेदपरमार्थत्वात् कश्चिद्वस्तुमात्रे अभीच्छति, कश्चित्तद्धर्मत्वाज्जीव 5 इति, ऋजुसूत्रस्तु जीवगुणत्वाज्जीव एव मन्यते, आह-ऋजुसूत्रोऽन्याधारमपीच्छत्येव, 'आकाशे वसती' ति वचनाद, उच्यते, द्रव्यविवक्षायामेवं न गुणविवक्षायामिति, शब्दादयस्तूपयुक्त ज्ञानरूपे जीव एवेच्छन्ति नान्यत्र, न वा शब्दक्रियारूपमिति गाथार्थः ॥८९३॥ આઠ ભાંગા જોડવા. શંકા : નૈગમ અને વ્યવહાર “પૂજ્યનો નમસ્કાર' એ પ્રમાણે માને છે. તો તે પૂજ્ય જ 10 શા માટે આધાર ન કહેવાય ? કે જેથી તમે જુદા એવા પૂજકને આધાર તરીકે કહો છો. સમાધાન : પોતે પોતાનામાં જ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી. (અર્થાત્ જેનું જે , હોય તેનો તે જ આધાર હોય એવો નિયમ નથી) બીજે પણ હોઈ શકે છે. જેમ કે, દેવદત્તનું ધાન્ય ખેતરમાં રહેલું જોવાય છે. (અહીં ધાન્ય દેવદત્તનું હોવા છતાં દેવદત્તથી જુદા એવા ખેતરમાં રહેલું દેખાય છે, એ પ્રમાણે નમસ્કાર પૂજ્યનો હોવા છતાં પૂજકમાં રહે તેમાં કોઈ વિરોધ નથી.) 15 મૂળગાથામાં રહેલ “તુ' શબ્દથી શેષ નયો લેવાના છે. જે સંક્ષેપથી દેખાડે છે – સંગ્રહનાં અભેદને (અર્થાત્ ધર્મ = નમસ્કાર અને ધર્મી = જીવ વચ્ચે અભેદને) માનતો હોવાથી કોઈક સંગ્રહનય વસ્તુમાત્રમાં (જીવાજીવ રૂપ વસ્તુમાત્રમાં) નમસ્કાર ઇચ્છે છે. કોઈક સંગ્રહ નમસ્કાર એ જીવનો ધર્મ હોવાથી જીવન વિશે ઇચ્છે છે. ઋજુસૂત્રનય નમસ્કાર એ જીવનો ગુણ હોવાથી જીવમાં જ માને છે. 20 શંકા: “આકાશમાં વસે છે' આ વચનથી જણાય છે કે ઋજુસૂત્ર જીવ સિવાય અન્ય આધારને પણ ઇચ્છે છે. તો તમે શા માટે માત્ર જીવને જ આધાર માનો છો? (આશય એ છે કે અનુયોગદ્વારમાં વવ વસતિ ના જવાબમાં ઋજુસૂત્રનયના મતે માત્ર આત્મામાં રહે છે એ પ્રમાણે નથી માન્યું, પણ આકાશમાં રહે છે એ પણ માન્યું છે.). સમાધાન : તમારી વાત સાચી છે, પરંતુ જ્યારે દ્રવ્યની વિવક્ષા કરવાની હોય અર્થાત 25 જીવરૂપ દ્રવ્યની જયારે વિવક્ષા કરીને પૂછીએ કે જીવ ક્યાં વસે છે? ત્યારે આ નય કહે કે આકાશમાં વસે છે અર્થાતુ અન્ય આધાર માને, પરંતુ ગુણની વિવેક્ષા હોય ત્યારે આ નય માત્ર જીવને – દ્રવ્યને જ આધાર તરીકે માને છે. અન્ય ને નહીં. (ભાવાર્થ એ છે કે દ્રવ્યને આશ્રયી પૃચ્છા થતી હોય તો અન્ય આધાર પણ માને, પરંતુ નમસ્કાર એ ગુણ છે અને તેથી ગુણને આશ્રયી આધારની પૃચ્છા થાય ત્યારે આ નય જીવરૂપ આધાર જ માને છે પણ અન્ય આધાર માનતો નથી.) | શબ્દાદિનો ઉપયુક્ત એવા જ્ઞાનરૂપ જીવમાં જ નમસ્કાર ઇચ્છે છે. (કારણ કે તેઓના મતે નમસ્કાર એ જ્ઞાનરૂપ છે, શબ્દ-ક્રિયારૂપ નથી, માટે જ્ઞાનરૂપ જીવમાં જ ઇચ્છે છે) પણ તે સિવાય અનુપયુક્ત જીવમાં કે શબ્દ-ક્રિયારૂપ નમસ્કારને ઇચ્છતા નથી. ૮૯૩ // 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy