________________
15
નમસ્કારના અધિકરણની વિચારણા (નિ. ૮૯૩) ૨૫ भागैरनन्तैः क्षयमपगच्छद्धिर्विमच्यमानः क्रमेण प्रथममक्षरं लभते, एवमेकैकवर्णप्राप्त्या समस्तनमस्कारमिति, क्षयोपशमस्वरूपं पूर्ववद् । गतं केनेति द्वारं, कस्मिन्नित्यधुना, तत्र कस्मिन्निति सप्तम्यधिकरणे, अधिकरणं चाधारः, स च चतुर्भेदः, तद्यथा-व्यापकः औपश्लेषिकः सामीप्यको वैषयिकश्च, तत्र व्यापकः तिलेषु तैलम्, औपश्लेषिकः-कटे आस्ते, सामीप्यकः-गङ्गायां घोषः, वैषयिकः-रूपे चक्षुः, तत्राद्योऽभ्यन्तरः, शेषा बाह्याः, तत्र नैगमव्यवहारौ बाह्यमिच्छतः, तन्मतानुवादि 5 च साक्षादिदं गाथाशकलं-'जीवमजीवेत्यादि' जीवमजीव इति प्राकृतशैल्याऽनुस्वारस्याभूतस्यैवागमः, तत्त्वतस्तु जीवे अजीवे इत्याद्यष्टसु भङ्गेषु भवति सर्वत्रेति भावना, नमस्कारो हि जीवगुणत्वाज्जीवः, स च यदा गजेन्द्रादौ तदा जीवे, यदा कटादौ तदाऽजीवे, यदोभयाऽऽत्मके तदा जीवाजीवयोः, દેશોપઘાતી સ્પર્ધકોના પ્રતિસમયે વિશુદ્ધિની અપેક્ષાએ ક્ષયને પામતા અનંતભાગોવડે મૂકાતો જીવ (અર્થાત્ જે જીવની દરેક સમયે વિશુદ્ધિ વધતી જાય છે અને માટે જ દરેક સમયે દેશોપઘાતી 10 સ્પર્ધકોના અનંતભાગો જે જીવના ક્ષય પામતા જાય છે તે જીવ) ક્રમે કરીને (નમસ્કારનો = નવકારનો) પ્રથમ અક્ષર પ્રાપ્ત કરે છે, અને આ પ્રમાણે એક–એક વર્ષની પ્રાપ્તિવડે સમસ્ત નમસ્કારને પામે છે. ક્ષયોપશમનું સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. (અર્થાત્ ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મોનો ક્ષય અને શેષ કર્મોનો ઉપશમ એ ક્ષયોપશમ કહેવાય છે, કહ્યું છે કે – “વીણમુન્ન સે યમુવસંત મિત્ર વગોવસમો. '') “ફેન' દ્વાર પૂર્ણ થયું.
હવે નમસ્કાર શેમાં હોય છે?' એ દ્વાર કહે છે. તેમાં “શ્મિન' અહીં સપ્તમી વિભક્તિ અધિકરણ અર્થમાં છે અને અધિકરણ એટલે આધાર. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧. વ્યાપક અધિકરણ=જેમ કે–તેલ માટે તલ એ વ્યાપક અધિકરણ છે. ૨. ઔપશ્લેષિક = જેમ કે ચટાઇ ઉપર વ્યક્તિ બેસે ત્યારે ચટાઈ એ ઔપશ્લેષિક આધાર કહેવાય. (ઔપશ્લેષિક = જેમાં વસ્તુ અમુક અંશે વ્યાપીને રહે તે આધાર.) ૩. સામીપ્યક = જેમ કે ગંગા કિનારે રહેલ ગાયોનો 20 વાડો. ૪. વૈષયિક=જેમ કે રૂપને વિશે ચક્ષુ. આ ચારે અધિકરણમાં પ્રથમ આધાર અત્યંતર છે અને શેષ બાહ્ય છે.
- આ ચાર આધારીમાંથી નૈગમ અને વ્યવહાર બાહ્ય આધારને ઇચ્છે છે. આ મતનો જ સાક્ષાત મૂળગાથામાં અનુવાદ કરનાર ગાથાનો ટુકડો આ પ્રમાણે છે “જીવનની.....' વગેરે. અહીં ન હોવા છતાં “જનો આગમ પ્રાકૃતને કારણે છે. તેથી વાસ્તવિક રીતે આ પ્રમાણે અર્થ કરવો કે 25 જીવને વિશે, અજીવને વિશે આ પ્રમાણે આઠે ભાંગામાં બધે નમસ્કાર રહેલો છે. તે આ પ્રમાણે – નમસ્કાર એ જીવનો ગુણ હોવાથી (અને ગુણનો જીવ સાથે અભેદ હોવાથી) જીવરૂપ છે. તે જીવ જ્યારે હાથી વગેરે ઉપર બેઠો હોય ત્યારે નમસ્કાર જીવ ઉપર છે એમ કહેવાય છે. જયારે જીવ ચટાઈ વગેરે ઉપર હોય ત્યારે નમસ્કાર અજીવ ઉપર કહેવાય, જયારે ઉભયાત્મક આધાર (મિશ્ર એવા અલંકાર યુક્ત ઘોડા વિ.) ઉપર બેઠો હોય ત્યારે જીવ અને અજીવ ઉપર નમસ્કાર 30 છે એમ કહેવાય. આ રીતે એકવચન અને બહુવચનના ભેદથી પૂર્વે (ગા. ૮૯૨માં) કહેવાયેલા