________________
ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૫) લોક ૩૩૭ तो कह निज्जुत्तीएऽणुमइणिसेहोत्ति ? सो सविसयंमि । सामण्णेणं नत्थि उ तिविहं तिविहेण को दोसो ? ॥६॥ पुत्ताईसंतइणिमित्तमित्तमेक्कारसिं पवण्णस्स । जंपंति केइ गिहिणो दिक्खाभिमुहस्स तिविहंपि ॥७॥ आह कहं पुण मणसा करणं कारावणं अणुमई य । जह वयतणुजोगेहिं करणाई तह भवे मणसा ॥८॥ तदहीणत्ता वइतणुकरणाईणं अहव मणकरणं । सावज्जजोगमणणं पन्नत्तं वीयरागेहिं ॥९॥ कारवणं पुण मणसा चिंतेइ य करेउ एस सावज्जं । चिंतेई य कए पुण 5
તે પ્રત્યાખ્યાનનિયુક્તિમાં અનુમતિનો નિષેધ શા માટે કર્યો છે ?
સમાધાન : તે નિષેધ સ્વવિષયક સ્વદેશને આશ્રયીને કરેલ છે, અર્થાત્ જ્યાંથી આવેલી વસ્તુને ગૃહસ્થ ભોગવી શકે તે દેશની વસ્તુઓને આશ્રયી અનુમતિનો નિષેધ કર્યો છે. પણ અઢીદ્વિીપ બહારના પ્રદેશમાં રહેલી વસ્તુને આશ્રયી ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ કરે તો કોઈ દોષ નથી. અથવા અમુક ક્ષેત્રવર્તી જીવો હણવા નહિ આ પ્રમાણે વિશેષ અભિગ્રહ કર્યા વિના સામાન્યથી 10 ગૃહસ્થ એવો અભિગ્રહ કરે કે “બેઇન્દ્રિયાદિ જીવોને હણવા નહિ તો તે ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખ્ખાણ સંભવતું નથી. પરંતુ “સ્વયંભૂરમણ વિગેરે વિશેષક્ષેત્રોમાં રહેલ જીવોને હું મારીશ નહિ આ પ્રમાણે વિશેષથી અઢીદ્વીપની બહારના ક્ષેત્રને આશ્રયી ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરે તો શું દોષ છે ? (અર્થાત્ કોઈ દોષ નથી.) ll - દીક્ષા લેવાની ઇચ્છાવાળો શ્રાવક પુત્રાદિ સંતતિનિમિત્તે (એટલે કે પુત્રાદિ હજુ નાના છે માટે 15 મોટા થઈ ઘરનો ભાર વહન ન કરે ત્યાં સુધી) દીક્ષાને લંબાવતો અગિયારમી પ્રતિમા સ્વીકારે ત્યારે ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ કરે એવું કેટલાક લોકો કહે છે. ગા (વિ.આ.ભા. ૩૫૪૨/૪૩૪૪)
શંકા : મનથી કરવું, કરાવવું, અનુમોદવું કેવી રીતે ઘટે ?
સમાધાન :- જે રીતે વચન-કાયાથી કરણાદિ સંભવે છે તેમ મનથી પણ જાણવું. ll કેવી રીતે ? તે કહે છે - વચન-કાયાના કરણ, કરાવણાદિ મનને આધીન છે, અર્થાતુ વચન- 20 કાયાથી જે કરણાદિ સંભવે છે તે મનમાં વિચાર્યા વિના પ્રાયઃ સંભવતા નથી. આથી મનમાં પણ વચન-કાયાના કરણાદિનો ઉપચાર કરાય છે, અથવા સાવદ્યયોગ સેવવા માટેની વિચારણા તે વીતરાગોવડે મનથી કરણ કહેવાયું છે. કા તથા “આ વ્યક્તિ આ સાવદ્યને કરે' આ રીતે મનથી વિચારવું એ મનથી કરાવ્યું કહેવાય, સાવઘયોગનું સેવન કર્યા પછી આ બહુ સરસ કર્યું એવી વિચારણા એ મનથી અનુમોદના કહેવાય છે. ૧૦મા આ પ્રમાણે યોગત્રિક અને કરણત્રિકરૂપ 25 પ્રથમ સંયોગિકભાંગો કહ્યો.
२३. तत्कथं निर्युक्तौ अनुमतिनिषेधः इति ?, स स्वविषये । सामान्येन नास्त्येव त्रिविधं त्रिविधेन को दोषः ? ॥६॥ पुत्रादिसंततिनिमित्तमात्रेणैकादशी प्रपन्नस्य । जल्पन्ति केचिद्गृहिणो दीक्षाभिमुखस्य त्रिविधमपि ॥७॥ आह-कथं पुनर्मनसा करणं कारणमनुमतिश्च । यथा वाक्तनुयोगाभ्यां करणादयस्तथा भवेयुर्मनसा ॥८॥ तदधीनत्वात् वाक्तनुकरणादीनामथवा मनःकरणं । सावधयोगमननं प्रज्ञप्तं वीतरागैः ॥९॥ 30 कारणं पुनर्मनसा चिन्तयति च करोत्येष सावद्यम् । चिन्तयति च कृते पुनः