SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદાભેદમાં કર્તા-કર્મ-કરણભાવ (નિ. ૧૦૩૬) देवदत्तः कर्ता तद्धस्त एव कर्म तस्यैव च प्रयत्नविशेषः करणमिति, तथाऽर्थान्तरे - कर्तृकर्मकरणानां भेदे दृष्ट एव तद्भावः, तथा चाऽऽह — घटादीनि यथा करोतीति वर्तते, तत्रापि कुलालः कर्ता घटः कर्म दण्डादि करणमिति । इह च सामायिकं गुणो वर्तते, स च गुणिनः कथञ्चिदेव भिन्न इति । विपक्षे बाधामुपदर्शयति- द्रव्यात् सकाशाद्, गुणिन इत्यर्थः, एकान्तेनैवार्थान्तरभावे - भेदे सति, સ્વ ?–મુળમ્ય, વેિન સમ્વદ્ધમિતિ?, ન ઋિશ્ચિત્ વેનચિત્ સમ્બદ્ધ, જ્ઞાનાવીનામપિ 5 गुणत्वात्तेषामपि चाऽऽत्मादिगुणिभ्य एकान्तभिन्नत्वात्, संवेदनाभावतः सर्वव्यवस्थानुपपत्तेरिति भावना, एवमेकान्तेनानर्थान्तरभावेऽपि दोषा अभ्यूह्या इति गाथार्थः ॥ १०३६॥ कण्ठतस्तावदुक्ते चालनाप्रत्यवस्थाने, अत एव चात्र पुनरुक्तदोषोऽपि नास्ति, अनुवादद्वारेण चालनाप्रत्यवस्थानप्रवृत्तेरित्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, तत्र सर्वं सावद्यं योगमित्याद्यवशिष्यते, तदिह सर्वशब्दनिरूपणायाऽऽह - ૩૧૯ 10 नामं १ ठवणा २ दविए ३ आएसे ४ निरवसेस ५ चेव । દેવદત્ત મુદ્ઘિ વાળે છે. અહીં દેવદત્ત કર્તા છે, તેનો હાથ જ કર્મ છે અને તેનો પ્રયત્નવિશેષ એ કરણ છે. તથા કર્તા, કર્મ અને કરણના ભેદમાં પણ કર્તા, કર્મ અને કરણનો ભાવ દેખાયેલો જ છે. જેમકે-કુંભાર ઘટાદિને કરે છે અહીં કુંભાર કર્તા છે, ઘટ એ કર્મ છે, અને દંડાદિ કરણ છે. અહીં સામાયિક એ આત્માનો ગુણ છે અને તે આત્માથી કંથચિત્ જ ભિન્ન છે, એકાંતે 15 નહિ. જો એકાંતે ભિન્ન માનશો તો, દ્રવ્યથી = ગુણીથી એકાંતે ગુણનો ભેદ માનતાં કંઈ વસ્તુ કોની સાથે સંબંધને પામશે ? અર્થાત્ કોઈ વસ્તુ કોઈ સાથે સંબંધને પામશે નહિ (એટલે કે આ જ્ઞાની છે, આ સુખી છે, વિગેરેમાં જ્ઞાન-સુખાદિનો આત્મા સાથેનો સંબંધ જ ઘટશે નહિ કારણ કે) જ્ઞાનાદિ પણ ગુણો છે અને તે ગુણો (તમારા મતે) ગુણીથી એકાન્તે ભિન્ન હોવાથી આત્માને સંવેદનાનો જ અભાવ થતાં (હું સુખી, હું દુ:ખી વિગેરે) સર્વવ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જશે. આ 20 પ્રમાણે ગુણ અને ગુણી વચ્ચે એકાંતે અભેદમાં પણ દોષો વિચારી લેવા. (આમ, ગુણ ગુણી વચ્ચે કંથચિત્ ભિન્નાભિન્નત્વ માનતા કર્તા-કર્મ-કરણની વ્યવસ્થા ઘટી જાય છે.) ૧૦૩૬॥ આ પ્રમાણે સાક્ષાત્ શંકા અને સમાધાન કહ્યા અને આથી જ (એટલે કે આત્મા સામાયિક છે વિગેરે પૂર્વે અનેક સ્થાનોમાં સામાયિકાદિનું સ્વરૂપ બતાવ્યું હોવા છતાં અહીં શંકા-સમાધાનરૂપે જ ફરી બતાવ્યું હોવાથી) અહીં પુનરુક્ત દોષ પણ નથી, કારણ કે શંકા અને સમાધાનની પ્રવૃત્તિ 25 અનુવાદ કરવાવડે જ થાય છે. (અર્થાત્ જે કંઈ પણ કર્તાદિનું સ્વરૂપ ગુરુ કહેશે તેનું હું ખંડન કરીશ એ પ્રમાણે ચાલના કરવાની ઇચ્છાથી સામેવાળાની શંકા અને મારાવડે કહેવાયેલ સ્વરૂપનું જો તે ખંડન કરે તો હું તેનું ફરી મંડન કરીશ એવા અભિપ્રાયથી ગુરુનું સમાધાન પ્રવર્તે છે, પણ વાસ્તવિક રીતે કર્તાદિનું સ્વરૂપ બતાવવા આ શંકા-સમાધાન છે એવું નથી. માટે પુનરુક્ત દોષ આવતો નથી.) પ્રાસંગિક વાતવડે સર્યું. પ્રસ્તુત વાત ઉપર આવીએ. તેમાં ‘સર્વ સાવદ્ય 30 યોગ' વિગેરે વાક્ય બાકી છે. તેમાં અહીં સર્વશબ્દનું નિરૂપણ કરવા માટે કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy