SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सव्वं चिय पइसमयं उप्पज्जइ णासए य णिच्चं च । एवं चेव य सुहदुक्खबंधमोक्खादिसब्भावो ॥५॥ एगं चेव य वत्थु परिणामवसेण कारगंतरयं । पावइ तेणादोसो विवक्खया कारगं जं च ॥६॥ कुंभो विसज्जमाणो कत्ता कम्मं स एव करणं च । णाणाकारगभावं लहइ जहेगो विक्खाए ॥७॥ जह वा नाणाणण्णो नाणी नियओवओगकालंमि । एगोऽवि तिस्सभावो सामाइयकारगो चेवं ॥८॥" 5 साम्प्रतं परिणामपक्षे सत्येकत्वानेकत्वपक्षयोरविरोधेन कर्तृकर्मकरणव्यवस्थामुपदर्शयन्नाह एगत्ते जह मुढेि करेइ अत्यंतरे घडाईणि । दव्वत्थंतरभावे गुणस्स किं केण संबद्धं ? ॥१०३६॥ व्याख्या : 'एकत्वे' कर्तुकर्मकरणाभेदे कर्तृकर्मकरणभावो दृष्टः, यथा मुष्टिं करोति, अत्र દરેક વસ્તુ પ્રતિસમયે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય રહે છે એવું માનવાથી જ સુખદુઃખ, 10 બંધ,મોક્ષ વિગેરે પદાર્થો ઘટે છે. પણ એક જ વસ્તુ પરિણામના વશથી જુદા જુદા કારકપણાને પામે છે. (અર્થાત એક જ વ્યક્તિ અમુક વિવક્ષાથી કર્તા બને, અમુક વિવક્ષાથી કર્મ બને કે અમુક વિવક્ષાથી કરણ બને છે.) તેથી આત્માને જ કર્તા, કર્મ, કરણ માનવા છતાં સાંકર્યાદિ કોઈ દોષ આવતો નથી, કારણ કે વિવક્ષાથી કારક (કર્યાદિ) બને છે. llll નાશ પામતો ઘટ નાશ પામવાની ક્રિયાના કર્તા તરીકે વિવક્ષા કરો ત્યારે કર્તા બને છે, નાશક્રિયાને વ્યાપ્ત તરીકે વિવક્ષા કરવાથી 15 કર્મ બને છે અને “ઘટપર્યાયવડે કરીને ઘટ નાશ પામી રહ્યો છે એવું બોલો ત્યારે ઘટપર્યાય પોતાનો જ હોવાથી ઘટ કરણ બને છે. આ પ્રમાણે જેમ એક ઘડો વિવક્ષાથી જુદા જુદા કર્તાદિ ભાવને પામે છે. અથવા જેમ જ્ઞાનથી અભિન્ન એવો જ્ઞાની પોતાનામાં જ જ્ઞાનોપયોગકાળે એક હોવા છતાં ત્રણ સ્વભાવવાળો છે. (સ્વોપયોગમાં ઉપયોગવાળો હોવાથી કર્તા છે, સંવેદ્યમાનપણાથી ( પોતાનું જ્ઞાન થતું હોવાથી) 20 કર્મ છે, અને કરણભૂત એવા જ્ઞાનથી અનન્ય હોવાથી કરણ છે.) એમ સામાયિકનો કારક પણ કર્તાદિ ત્રણ સ્વભાવવાળો જાણવો. Il૩૪૩૧ થી ૩૮ અવતરણિકાઃ હવે પરિણામપક્ષની વિદ્યમાનતામાં એકત્વ-અનેકત્વપક્ષમાં વિરોધ વિના કર્તાકર્મ-કરણની વ્યવસ્થાને બતાવતા કહે છે કે ગાથાર્થ અભેદમાં જેમ મુષ્ટિને કરે છે. ભેદમાં જેમ ઘટાદિને કરે છે. દ્રવ્યથી એકાંતે ગુણનો 25 ભેદ માનવાથી કંઈ વસ્તુ કોની સાથે સંબદ્ધ થાય ? (અર્થાતુ ન થાય.) ટીકાર્ય કર્તા-કર્મ અને કરણના અભેદમાં કર્તા-કર્મ-કરણભાવ દેખાયેલો જ છે. જેમ કે, १८. सर्वमेव प्रतिसमयमुत्पद्यते नश्यति च नित्यं च । एवमेव च सुखदुःखबन्धमोक्षादिसद्भावः ॥५॥ एकमेव च वस्तु परिणामवशेन कारकान्तरताम् । प्राप्नोति तेनादोषो विवक्षया कारकाणि यत् ॥६॥ कुम्भो विशर्यमाणः कर्ता कर्म च स एव करणं च । नानाकारकभावं लभते यथैको विवक्षया ॥७॥ यथा वा ज्ञानानन्यो ज्ञानी निजोपयोगकाले। एकोऽपि त्रिस्वभावः सामायिककारकश्चैवम् ॥८॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy