________________
5
એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
किञ्चिन्मनोज्ञमिति व्यभिचारात्, सर्वद्रव्येषु स्थितस्य क्रियते यत्र मनोज्ञः परिणाम इति मन्यन्ते, पर्यायेषु न सर्वेष्ववस्थानाभावात्, तथाहि - यो यत्र निषद्यादौ स्थितः न स तत्र तत्सर्वपर्यायेषु, एकभाग एव स्थितत्वात् इत्थं चैतदङ्गीकर्तव्यम्, अन्यथा पुनरुक्तदोषप्रसङ्गः, तथा चोक्तं भाष्यकारेण
૨૯૪
15
"णणु भणियमुवग्घाए केसुत्ति इहं कओ पुणो पुच्छा ? । सुति तत्थ विसओ इह केसु ठियस्स तल्लाहो ॥१॥
વિશે સામાયિકની પ્રાપ્તિ થાય છે. તેમનું એવું કહેવું છે કે – પરિણામવિશેષથી કોઈક જીવને કોઈક વસ્તુ મનોજ્ઞ હોય છે. (અર્થાત્ કયા જીવને કઈ વસ્તુ ક્યારે મનોજ્ઞ બને એ નક્કી હોતું નથી. તેથી સર્વદ્રવ્યોને વિશે રહેલાને સામાયિકની પ્રાપ્તિ થાય એમ આ નયો કહે છે.) આમ, 10 પરિણામવિશેષથી કોઈકને કોઈક વસ્તુ મનોજ્ઞ બનતી હોવાથી માત્ર ઈષ્ટદ્રવ્યો માનવામાં વ્યભિચાર આવે છે. (વ્યભિચાર આ પ્રમાણે મનોજ્ઞ વસ્તુ હંમેશા મનોજ્ઞ પરિણામ જ ઉત્પન્ન કરે એવું હોતું નથી, ક્યારેક પોતાનો અભિપ્રાય બદલાતા તે વસ્તુ જ અમનોજ્ઞ પરિણામ ઉત્પન્ન કરે એવું ય બનવું શક્ય છે. તથા પોતાને મનોજ્ઞ વસ્તુ બીજા માટે અમનોજ્ઞ પણ હોઈ શકે અથવા બીજાની મનોજ્ઞ વસ્તુ પોતાને અમનોજ્ઞ પણ હોઈ શકે.
આમ વ્યભિચાર આવતો હોવાથી ‘મનોજ્ઞદ્રવ્યોને વિશે' શબ્દ યોગ્ય નથી.)તેથી જેને જેની ઉપર ઊભા રહીને મનોજ્ઞ પરિણામ ઉત્પન્ન થાય, તેને તેની ઉપર ઊભા રહીને સામાયિક પ્રાપ્ત થાય છે. એ ન્યાયે ‘સર્વદ્રવ્યોમાં’ એ પ્રમાણે શેષ નયો કહે છે. સર્વપર્યાયોમાં રહેવું શક્ય ન હોવાથી સર્વપર્યાયોમાં રહીને સામાયિક પ્રાપ્ત થઈ શકતું નથી. તે આ પ્રમાણે કે જે જીવ જે આસન વિગેરે ઉપર રહેલો હોય તે જીવ તે આસનના સર્વ પર્યાયોમાં રહેલો છે એવું નથી કારણ કે 20 તે આસનના એક ભાગમાં જ રહેલો છે. માટે સર્વ પર્યાયોમાં રહીને સામાયિક પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં જે કહ્યું કે સર્વદ્રવ્યોમાં રહેલો જીવ સામાયિક પ્રાપ્ત કરે છે. એ વાત એ પ્રમાણે જ જાણવી. અન્યથા પુનરુક્ત દોષ આવશે.
(આશય એ છે કે અહીં ‘સુ’ શબ્દમાં જે સપ્તમી છે તે અધિકરણ અર્થમાં લેવાની છે, પણ વિષય અર્થમાં સપ્તમી લેવાની નથી. અહીં વિષય અર્થમાં એટલે કે સામાયિક એટલે સમતાભાવ, 25 અને તે શેમાં રાખવાનો છે ? તો કે સર્વ દ્રવ્યોમાં સમતાભાવ રાખવાનો છે. એટલે સર્વદ્રવ્યો સામાયિકના વિષય બન્યા. આ વિષય-અર્થમાં સપ્તમી વિભક્તિ થઈ. પરંતુ આવો અર્થ અહીં લેવાનો નથી, નહિ તો ઉપોદ્ઘાત નિર્યુક્તિમાં આ વાત કહી ગયા હોવાથી પુનરુક્ત દોષ આવે.)
-
ભાષ્યકારે કહ્યું છે – “શંકા - ઉપોદ્ઘાતમાં òસુ દ્વાર કહી દીધું છે તો અહીં ફરી શા માટે પુછો છો ? સમાધાન : ‘સુ' આ દ્વાર ઉપોદ્ઘાતમાં વિષય-અર્થમાં હતો. જ્યારે અહીં 30 કયા દ્રવ્યો ઉ૫૨ રહેલાને સામાયિકનો લાભ થાય ? તેની પૃચ્છા છે. ૧
५. ननु भणितमुपोद्घाते केष्वितीह कुतः पुनः पृच्छा ? । केष्विति तत्र विषय इह केषु स्थितस्य
તામઃ IILII