________________
નયોને આશ્રયી ‘મુ' દ્વારની વિચારણા (ભા. ૧૭૬) "तो किह सव्वदव्वावत्थाणं ? णणु जाइमेत्तवयणाओ । धम्माइसव्वदव्वाहारो सव्वो जणोऽवस्सं ॥२॥ "
૨૯૫
શંકા : શેષ નયો સર્વદ્રવ્યોમાં રહેલાને સામાયિક થાય એમ કહે છે. પરંતુ એક જ વ્યક્તિનું સર્વદ્રવ્યોમાં અવસ્થાન કેવી રીતે ઘટે?અર્થાત્ ન ધટે કારણ કે તે તો સર્વદ્રવ્યોના એક દેશમાં જ રહેલો છે. સમાધાન : અહીં જાતિમાત્રના વચનથી કહેલું જાણવું [દા.ત. ઃ જેમ યુરોપમાં 5 ગયેલા કોઈ ભારતીયને પુછવામાં આવે કે “તું ક્યાંનો રહેવાસી છે ?” તો એ જવાબ આપશે કે “હું ભારતનો રહેવાસી છું.”
અહીં આખું ને આખું ભારત તો એ માણસનો આધાર નથી જ. ભારતનું કોઈ એક રાજ્ય, એનું કોઈ એક નગર, એનો કોઈ એક ભાગ, એનું કોઈ એક મકાન, એનો કોઈ ફ્લેટ.... જ એ માણસનો આધાર છે. છતાં મામાન્યથી એમ બોલાય કે એ માણસ ભારતનો રહેવાસી છે, કેમકે એ 10 ફલેટ, એ મકાન એ ભારતનો જ એક ભાગ છે, એટલે ભારતનો ભાગ એ ભારત કહી શકાય.
એમ જીવ આસનાદિ દ્રવ્ય પર રહેલો હોય, તો એમ બોલાય કે જીવ દ્રવ્ય ઉપર છે. અહીં દ્રવ્યશબ્દથી તમામે તમામ દ્રવ્યો લઈ શકાય જેમ ઉપર ભારત શબ્દથી આખું ભારત લેવાય છે... આ રીતે ‘તમામ દ્રવ્યો જીવનો આધાર છે' એ સામાન્યથી કહી શકાય છે.]
પંક્તિનો અર્થ આ પ્રમાણે :
IIII
15
સમાધાન : જાતિમાત્રના વચનથી અર્થાત્ “જીવ દ્રવ્યમાં રહે છે” એમ દ્રવ્ય એ જાતિવાચક શબ્દ અહીં વાપરીએ છીએ, એના આધારે એમ કહેવાય કે જીવ તમામ દ્રવ્યોમાં રહે છે. “જીવ આસન ૫૨ ૨હે છે' વગેરે બાલીએ, તો આસન વગેરે શબ્દો તમામ દ્રવ્યોના વાચક નથી. એટલે ત્યાં એ શબ્દોના આધારે એવો નિર્ણય ન થાય કે જીવ સર્વદ્રવ્યોમાં રહ્યો છે......આ રીતે સમજવું.
શંકા : આસન એ પુદ્ગલદ્રવ્યનો એક ભાગ છે, એટલે આસન ૫૨ ૨હેલો જીવ ‘પુદ્ગલદ્રવ્યમાં 20 રહેલો છે” એમ બોલવામાં તો વાંધો નથી, પણ આસન એ ધર્માસ્તિકાયનો એક ભાગ નથી, એટલે જીવ ધર્મદ્રવ્યમાં રહેલો છે એમ શી રીતે કહેવાય ? એ જ પ્રમાણે અધર્મદ્રવ્ય - કાળદ્રવ્યોમાં પણ જીવનું અવસ્થાન શી રીતે ઘટી શકે ? અને એટલે જ જીવ સર્વદ્રવ્યોમાં રહેલો છે, એમ શી રીતે કહેવાય ?
સમાધાન : તેનું કારણ એ છે કે જીવ જ્યાં રહેલો છે, ત્યાં ધર્મનો પણ એક ભાગ છે, 25 અધર્મનો પણ એક ભાગ છે, આકાશનો પણ એક ભાગ છે, જીવદ્રવ્યનો પણ એક ભાગ છે (ખુદ પોતે તો છે જ ...) આમ ત્યાં તમામ દ્રવ્યોનો એક-એક ભાગ છે જ, અને જીવ ત્યાં રહેલો છે, એટલે એ રીતે જીવ સર્વદ્રવ્યોમાં રહેલો છે એમ ચોક્કસ કહી શકાય. (અહીં ધર્માસ્તિકાયાદિ સર્વદ્રવ્યો એ છે આધાર જેનો એવો સર્વ જન એ પ્રમાણે સમાસ જાણવો. ।।વિ.આ. ભા. ૩૩૮૭-૮૮)
६. तदा कथं सर्वद्रव्यावस्थानं ? ननु जातिमात्रवचनात् । धर्मादिसर्वद्रव्याधारः सर्वो जनोऽवश्यम्
30