SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નયોની અપેક્ષાએ નમસ્કારનું સ્વરૂપ (નિ. ૮૯૨) ૨૧ न भवति, वस्तुविशेषत्वात्, तस्मान्नोस्कन्धः, स्कन्धैकदेश इत्यर्थः, स्कन्धदेशविशेषार्थद्योतको नोशब्दः, एवं नोग्रामोऽपि भावनीयः, नवरं ग्रामः-चतुर्दशभूतग्रामसमुदायः, यथोक्तम् ત્રિ સુમિરજી બ્રિયરપત્યિા બ્રિતિવઝ / पज्जत्तापज्जत्ता भेदेणं चोहसग्गामा ॥१॥" अलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः-सामान्येनाशुद्धनयानां जीवस्तज्ज्ञानलब्धियुक्तो योग्यो वा 5 नमस्कारः, शब्दादिशुद्धनयमतं त्वधिकृत्याह-'तप्परिणओ' जीव इति वर्तते, स हि नमस्कारपरिणामपरिणत एव नमस्कारो नापरिणत इत्यर्थः । एकत्वानेकत्वचिन्तायां तु नैगमस्य सङ्ग्रहव्यवहारान्तर्गतत्वात् सङ्ग्रहादिभिरेव विचारः, तत्र सङ्ग्रहस्य नमस्कार जातिमात्रापेक्षत्वादेको नमस्कारः, व्यवहारस्य व्यवहारपरत्वाद् बहवो नमस्काराः, ऋजुसूत्रादीनां वर्तमानमात्रग्राहित्वाद् અન્યથા સ્કંધનો સર્વથા અભાવ થવાનો જ પ્રસંગ આવે. એ જ રીતે જીવ એ વસ્તુવિશેષ હોવાથી 10 અનભિલાપ્ય પણ નથી. તેથી જીવ એ નોસ્કંધરૂપ છે, અર્થાત્ સ્કંધનો એક દેશ છે, કારણ કે અહીં નોશબ્દ સ્કંધના એક દેશને જણાવનાર છે. આ જ પ્રમાણે નોગ્રામ પણ વિચારવું. અહીં ગ્રામ એટલે ચૌદપ્રકારના જીવોનો સમુદાય. (દરેક જીવ આ સમુદાયનો એક દેશ છે માટે જીવ ગ્રામરૂપ નથી, તથા અગ્રામ પણ નથી અન્યથા જીવનો જ અભાવ થઈ જાય. વસ્તુવિશેષ હોવાથી અનભિલાપ્ય પણ નથી માટે જીવ એ નોગ્રામ છે, અર્થાત્ ગ્રામનો એક દેશ છે.) ચૌદપ્રકારના 15 જીવોનો સમુદાય આ પ્રમાણે છે –“સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉન્દ્રિય એમ ત્રણ તથા સંજ્ઞી–અસંજ્ઞી પંચેન્દ્રિય એમ કુલ મળી સાત ભેદો. આ સાતભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્ત (એમ) બે પ્રકાર પાડતા ચૌદ પ્રકારના ગ્રામો છે. પા” પ્રાસંગિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારણા કરીએ – સામાન્યથી નૈગમાદિ અશુદ્ધનયોના મતે નમસ્કારના જ્ઞાનની લબ્ધિથી યુક્ત અથવા તે 20 લબ્ધિને યોગ્ય એવો જીવ નમસ્કાર છે. જ્યારે શબ્દાદિ શુદ્ધનયોના મત પ્રમાણે હવે કહે છે – નમસ્કારના પરિણામમાં પરિણત એવો જ જીવ નમસ્કાર છે, નહીં કે અપરિણત જીવ. (શંકા : જીવને નમસ્કાર કહ્યો. જીવો ઘણા છે તેથી પ્રશ્ન થાય કે નમસ્કાર એક છે કે અનેક છે?) નમસ્કાર એક છે કે અનેક છે એની વિચારણા નૈગમન સંગ્રહ–વ્યવહારનયમાં સમાઈ જતો હોવાથી સંગ્રહાદિ નયોવડે જ કરાય છે. તેમાં સંગ્રહનય નમસ્કારની જાતિમાત્રની અપેક્ષાવાળો 25 હોવાથી (અર્થાત્ સંગ્રહનય બધાં નમસ્કારને એક જાતિ રૂપ જ માનતો હોવાથી) તેના મતે એક જ નમસ્કાર છે. વ્યવહારનય વ્યવહારમાં તત્પર હોવાથી ઘણા બધાં નમસ્કાર માને છે. (અર્થાત્ જીવ એ નમસ્કાર છે અને લોકમાં “ઘણા બધાં જીવો છે એ પ્રમાણે વ્યવહાર કરાય છે. તેથી આ મત પ્રમાણે ઘણા બધાં નમસ્કારો છે.) ઋજુસૂત્રાદિ નવો વર્તમાન માત્રને જ સ્વીકારતા હોવાથી વર્તમાનમાં નમસ્કારના પરિણામમાં ઉપયુક્ત એવા ઘણા જીવો હોવાથી ઘણા નમસ્કાર માને છે. 30 ३. एकेन्द्रियाः सूक्ष्मेतराः संज्ञीतराः पञ्चेन्द्रियाः सद्वित्रिचतुष्काः । पर्याप्तापर्याप्तभेदेन चतुर्दश ग्रामाः ॥१॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy