________________
૨૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
जीवस्स व जीवाण व पडुच्च पडिवज्जमाणं तु (दा०२) ॥८९२॥ व्याख्या : किंशब्दः क्षेपप्रश्ननपुंसकव्याकरणेषु, तत्रेह प्रश्ने, अयं च प्राकृतेऽलिङ्गः सर्वनामनपुंसकनिर्देशः सर्वलिङ्गैः सह यथायोगमभिसम्बध्यते, किं सामायिकं ? को नमस्कारः
?, तत्र नैगमाद्यशुद्धनयमतमधिकृत्याजीवादिव्युदासेनाह-जीवो नाजीवः, स च सङ्ग्रहनयापेक्षया 5 मा भूदविशिष्टः स्कन्धः, यथाऽऽहुस्तन्मतावलम्बिन:-'पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम्,
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहती'त्यादि, तथा तन्नयविशेषापेक्षयैव मा भूदविशेषो ग्राम इत्यतो नोस्कन्धो नोग्राम इति वाक्यशेषः, सर्वास्तिकायमयः स्कन्धः, तद्देशो जीवः, स चैकदेशत्वात् स्कन्धो न भवति, अनेकस्कन्धापत्तेः, अस्कन्धोऽपि न भवति, स्कन्धाभावप्रसङ्गाद, अनभिलाप्योऽपि
તે કોને છે? તે કહે છે) પૂર્વપ્રતિપત્રને આશ્રયી ઘણાં જીવોને હોય છે. પ્રતિપદ્યમાનકને આશ્રયી 10 એક જીવને અથવા ઘણાં જીવોને હોય છે.
ટીકાર્થઃ “વિં' શબ્દ “આક્ષેપ-પ્રશ્નનપુંસક અને વ્યાકરણ' આટલા અર્થોમાં વપરાય છે. તેમાં અહીં પ્રશ્નના અર્થમાં “વિં' શબ્દ છે. આ શબ્દ પ્રાકૃતમાં લિંગ વિનાનો છે. સર્વનામ અને નપુંસક નિર્દેશવાળો શબ્દ સર્વ લિંગો સાથે યથાયોગ્ય રીતે જોડાય છે. (ભાવ એ છે કે –
નમસ્કૃR: : પૂછવું જોઈએ, તેના બદલે કિં કેમ ? તો કહે છે – સર્વનામ નપુંસક અર્થવાળો 15 fh સર્વ લિંગોમાં આવે, કારણ કે તે પ્રાકૃતમાં અલિંગ છે.) જેમ કે સામયિકં વિ ? કો નમસ્કાર: ?,
આ નમસ્કાર કોણ છે? તેના ઉત્તર માટે નૈગમાદિ અશુદ્ધનયમતને આશ્રયી અજવાદિની બાદબાકી કરવા માટે કહે છે કે – જીવ એ નમસ્કાર છે, પણ અજીવ એ નમસ્કાર નથી અને તે જીવ સંગ્રહનયની અપેક્ષાએ અવિશિષ્ટ સ્કંધરૂપ નથી (પણ નોસ્કંધરૂપ છે.)
સંગ્રહનયમતને અનુસરનારા (સાંખ્યો) કહે છે કે – “જે આ વર્તમાનમાં પ્રત્યક્ષ દેખાય 20 છે, જે કંઈ ભૂતકાળમાં હતું અને જે કંઈ ભવિષ્યમાં હશે તે સર્વ આત્મા જ છે. વળી જે
અમરણભાવનો સ્વામી છે તે પણ આત્મા જ છે. વળી જે અન્નવડે વૃદ્ધિ પામે છે વગેરે તે સર્વ આત્મા જ છે. (આમ, આ વચન દ્વારા લોકમાં જે કંઈ છે તે આત્મા જ છે એવું તેઓ માને છે. વળી લોકમાં રહેલ સર્વ વસ્તુ સ્કંધાત્મક છે તેથી તેઓ જીવને સ્કંધરૂપે માને છે.) તથા વિશેષ
પ્રકારના સંગ્રહનયના મતે આ જીવ અવિશિષ્ટ એવો ગ્રામરૂપ ન થાઓ તે માટે આ જીવ નોસ્કંધ 25 અને નોગ્રામરૂપ છે એમ વાક્યશેષ જોડી દેવો.
(ટૂંકમાં જીવ એ નમસ્કાર છે અને સંગ્રહનય જીવને સ્કંધરૂપ માને છે તથા સંગ્રહનયનો જ એક પેટાભેદ જીવને ઝામરૂપ માને છે જે યુક્તિયુક્ત નથી, તેથી સ્કંધ અને ગ્રામરૂપ જીવ નમસ્કાર છે એવું કોઈ સમજી ન લે તે માટે ટીકાકારે ખુલાસો કર્યો કે નોસ્કંધ અને નોગ્રામરૂપ
જીવ નમસ્કાર છે. હવે જીવ એ નોસ્કંધ અને નોગ્રામરૂપ કેવી રીતે છે? તે કહે છે.) સ્કંધ એ 30 સર્વાસ્તિકાયમય છે. જીવ એ સ્કંધનો એક દેશ છે, અને એક દેશ હોવાથી જ જીવ સ્કંધરૂપ નથી.
અન્યથા જીવો અનેક હોવાથી અનેક સ્કંધો માનવાની આપત્તિ આવે. તથા જીવ અસ્કંધ પણ નથી