________________
દ્રવ્યકરણની વ્યાખ્યા (ભા. ૧૫૩) પર ૨૫૭ ज्ञभव्यातिरिक्तं संज्ञा नोसंज्ञातो भवेत् करणं, एतदुक्तं भवति-ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं द्रव्यकरणं द्विधा-संज्ञाकरणं नोसंज्ञाकरणं च, तत्र संज्ञाकरणं कटकरणादि, आदिशब्दात् पेलुकरणादिपरिग्रहः, पेलुशब्देन रूतपूणिकोच्यते, अयमत्र भावार्थ:-कटनिवर्तकमयोमयं चित्रसंस्थानं पोल्लकादि तथा रूतपूणिकानिर्वर्तकं शलाकाशल्यकाङ्गरूहादि संज्ञाद्रव्यकरणमन्वर्थोपपत्तेरिति, आह-इदं नामकरणमेव पर्यायमात्रतः संज्ञाकरणमिति न कश्चिद्विशेष इति, उच्यते, इह नामकरणमभिधानमात्रं 5 गृह्यते, संज्ञाकरणं त्वन्वर्थतः संज्ञायाः करणं २, द्रव्यस्य संज्ञया निर्दिश्यमानत्वात्, तथा च भाष्यकारेणाप्येतदेवाभ्यधायि-"सन्ना णामंति मई तं णो णामं जमभिधाणं ॥१॥ जं वा तदत्थविकले की दव्वं तु दवणपरिणामं । पेलुक्करणाइ न हि तं तयत्थसुण्णं ण वा सद्दो ॥२॥ जइ ण નોઆગમથી જ્ઞશરીર-ભવ્યશરીરથી વ્યતિરિક્ત બે પ્રકારનું છે - સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સાદડી બનાવવાનું સાધન વિગેરે સંજ્ઞાકરણ જાણવું. અહીં આદિશબ્દથી પેલુકરણાદિ લેવું. 10 પેલુ એટલે રૂની પૂણી, તે રૂની પૂણી માટેનું સાધન એ સંજ્ઞાકરણ છે. ભાવાર્થ આ પ્રમાણે જાણવો - સાદડીને બનાવવા માટેનું લોખંડનું, જુદા જુદા આકારવાળું પોલ્લકાદિ તથા રૂની પૂણીઓ બનાવવા માટેની વાંસમાંથી બનેલી સળી, તથા શલ્યકાંગરુહ (એક સાધનવિશેષ) એ સંજ્ઞાદ્રવ્યકરણ જાણવું, કારણ કે (જેનાવડે કરાય તે કરણ એ પ્રમાણે કરણશબ્દનો) અન્વર્થ અહીં ઘટે છે.
શંકા : સંજ્ઞાશબ્દ નામશબ્દનો પર્યાયવાચી શબ્દ જ છે. તેથી સંજ્ઞાકરણ એ નામકરણ જ 15 છે. માત્ર પર્યાયથી જ અહીં સંજ્ઞાકરણ કહેવાય છે, કંઈ ભેદ તો છે જ નહિ.
સમાધાન: નામકરણ તરીકે અહીં કિરણ” એ પ્રમાણે ત્રણ અક્ષરાત્મક અભિધાન જ જાણવાનું છે. જ્યારે સંજ્ઞાકરણ એ નામમાત્રથી નહિ પણ અન્વર્થથી જાણવાનું છે. તે આ પ્રમાણે કે – સંજ્ઞાનું કરણ તે સંજ્ઞાકરણ, સંજ્ઞાવડે દ્રવ્યનો જ નિર્દેશ કરેલો છે. (એટલે કે સંજ્ઞાવડે દ્રવ્યનું પ્રતિપાદન કરેલું હોવાથી દ્રવ્યને વિશે “કરણ' એ પ્રમાણેની સંજ્ઞાનું કરવું તે સંજ્ઞાકરણ જાણવું. 20 આમ નામકરણ એ અન્વર્થરહિત અને સંજ્ઞાકરણ એ અવર્ણયુક્ત હોવાથી બંનેમાં તફાવત છે.)
આ જ વાત ભાષ્યકારે પણ કહી છે – સંજ્ઞા એ નામ જ છે એ પ્રમાણે જો તારી મતિ હોય, તો તે ખોટી છે કારણ કે નામ તરીકે અભિધાન લેવાનું છે |૧અથવા કરણશબ્દના અર્થથી રહિત વસ્તુમાં “કરણ' એ પ્રમાણે જે નામ કરાય છે તે નામકરણ કહેવાય છે. જ્યારે તે તે પર્યાયોના પરિણામવાળું પેલુકરણાદિ દ્રવ્ય એ કરણ' શબ્દના અર્થથી રહિત નથી કે તે શબ્દાત્મક પણ નથી 25 (તેથી તે દ્રવ્ય સંજ્ઞાકરણ છે પણ નામકરણ નથી.) રા પૂર્વપક્ષ – જો તે પેલુકરણાદિ તદર્થથી રહિત નથી તો તેને દ્રવ્યકરણ શા માટે કહો છો ? ભાવકરણ કેમ કહેતા નથી ? સમાધાન :કારણ કે તેનાથી દ્રવ્ય બનાવાય છે. તેથી જેનાથી દ્રવ્ય બનાવાય તે દ્રવ્યકરણ એ પ્રમાણેની વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને તે દ્રવ્યકરણ કહેવાય છે. પૂર્વપક્ષ - વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને ભલે તમે તેને
७४. संज्ञा नामेति मतिः तन्नो नाम यदभिधानम् ॥१॥ यद्वा तदर्थविकले क्रियते द्रव्यं तु 30 द्रवणपरिणामः । पेलुकरणादि न हि तत्तदर्थशून्यं न वा शब्दः ॥२॥ यदि न *पाइलकादिः ।