________________
5
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
ज्ञानवरणीयादिकर्मापगमः, अनन्तपुद्गलापगममन्तरेण भावतो नकारमात्रस्याप्यप्राप्तेरित्यादि भावितं, तथा मङ्गलागमश्चैव यः करणकालभावीति, तथा कालान्तरभावि पुनरैहलौकिकपारलौकिकभेदभिन्नं ‘િિવધ ત’ દ્વિદ્ધાર્ં હાં, ‘તંત્ર દૃષ્ટાન્તા:' વક્ષ્યમાળનક્ષા કૃતિ ગાથાર્થ: ૫૬૦૨૦
૨૪૨
इहलोए अत्थकामा २ आरुग्गं ३ अभिरई ४ अ निप्पत्ती ५ । सिद्धी अ ६ सग्ग ७ सुकुलप्पच्चायाई ८ अ परलो ॥ १०११॥
व्याख्या : इह लोकेऽर्थकामौ भवतः, तथाऽऽरोग्यं भवति नीरुजत्वमित्यर्थः, एते चार्थादयः शुभविपाकिनोऽस्य भवन्ति, तथा चाह— अभिरतिश्च भवति, आभिमुख्येन रतिः - अभिरति: इह लोकेऽर्थादिभ्यो भवति, परलोके च तेभ्य एव शुभानुबन्धित्वान्निष्पत्तिः, पुण्यस्येति गम्यते, अथवाऽभिरतेश्च निष्पत्तिरित्येकवाक्यतैव, तथा 'सिद्धिश्च' मुक्तिश्च, तथा स्वर्ग: सुकुलप्रत्यायातिश्च 10 परलोक इत्यामुष्मिकं फलं ॥ इह च सिद्धिश्चेत्यादिक्रमः प्रधानफलापेक्ष्युपायख्यापनश्च જ્ઞાનાવરણાદિકર્મોનો ક્ષય થાય, કારણ કે કર્મોના અનંત પુદ્ગલોના ક્ષય વિના ભાવથી ‘ન’ કાર માત્રની પણ પ્રાપ્તિ થતી નથી, ઇત્યાદિ પૂર્વે વિચારાઇ ગયું છે. તથા કરણકાલે થનારો એવો મંગલનો જે આગમ તે પ્રયોજન છે. (ટૂંકમાં પ્રયોજન અને ફળમાં તફાવત એટલો છે કે જે તત્કાળ થનારું હોય તે પ્રયોજન કહેવાય અને ભાવિકાળે થનારું જે હોય તે ફળ કહેવાય. તેમાં તત્કાળ 15 કર્મક્ષય અને મંગલની પ્રાપ્તિ એ નમસ્કારનું પ્રયોજન છે.)
તથા કાળાન્તરે થનારું ઐહલૌકિક અને પારલૌકિંક એમ બે પ્રકારનું ફળ છે. તેમાં દૃષ્ટાન્તો આગળ કહેવાશે. ।।૧૦૧૦
ગાથાર્થ : આલોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ તથા પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળમાં જન્મ થાય છે.
20
ટીકાર્થ : (નમસ્કાર કરવાથી) આલોકમાં જીવને અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વળી આ અર્થાદિ જીવને શુભફળવાળા થાય છે. (અર્થાત્ અર્થાદની પ્રાપ્તિ થતાં જીવ છકી જતો નથી.) તેથી જ કહે છે અભિરતિ = પ્રસન્નતા થાય છે. અભિમુખતાએ જે આનંદ તે અભિરતિ, આ અભિરતિ આલોકમાં અર્થાદિથી થાય છે અને તે અર્થ વિગેરે શુભનો અનુબંધ કરનારા હોવાથી પરલોકમાં અર્થ વિગેરેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અથવા આ અર્થાદથી 25 અભિરતિની નિષ્પત્તિ થાય છે એ પ્રમાણે એક વાક્યતા જાણવી. (ટૂંકમાં નમસ્કાર કરવાથી આલોકમાં તે જીવને અર્થ, કામ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તેનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. પરલોકમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે.)
તથા પરલોકમાં મુક્તિ, સ્વર્ગ કે સુકુળમાં જન્મરૂપ પારલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. અહીં મુક્તિ વિગેરે જે ક્રમ છે તે ક્રમ પ્રધાનફળની અપેક્ષાવાળો છે (અર્થાત્ નમસ્કારનું પ્રધાનફળ મોક્ષ 30 છે, તે ન મળે તો સ્વર્ગાદિ મળે પણ હીનફળ મળે નહિ.) અને ઉપાય જણાવનાર છે. (અર્થાત્ નમસ્કાર એ પ્રથમ મોક્ષનો ઉપાય છે. તે ન મળે તો સ્વર્ગનો, તે ન મળે તો સુકુળજન્મનો ઉપાય