SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) पुव्वाणुपुव्वि न कमो नेव य पच्छाणुपुव्वि एस भवे । सिद्धाईआ पढमा बीआए साहुणो आई ॥१००८॥ व्याख्या : इह क्रमस्तावद् द्विविधः-पूर्वानुपूर्वी च पश्चानुपूर्वी चेति, अनानुपूर्वी तु क्रम एव न भवति, असमञ्जसत्वात्, तत्रायमर्हदादिक्रमः पूर्वानुपूर्वी न भवति, सिद्धाद्यनभिधानाद्, 5 एकान्तकृतकृत्यत्वेनाहन्नमस्कार्यत्वेन च सिद्धानां प्रधानत्वात्, प्रधानस्य चाभ्यर्हितत्वेन पूर्वाभिधानादिति भावार्थः, तथा नैव च पश्चानुपूर्वेष क्रमो भवेत्, साध्वाद्यनभिधानात्, इह सर्वपाश्चात्याः अप्रधानत्वात् साधवः, ततश्च तानभिधाय यदि पर्यन्ते सिद्धाभिधानं स्यात् स्यात् पश्चानुपूर्वीति, तथा चामुमेवार्थं प्रतिपादयन्नाह-सिद्धाद्या प्रथमा-पूर्वानुपूर्वी, भावना प्रतिपादितैव, 'द्वितीयायां' पश्चानुपूर्त्यां साधव आदौ, युक्तिः पुनरप्यत्राभिहितैवेति गाथार्थः ॥१००८॥ 10 સામ્રત પૂર્વાનુપૂર્વીત્વમેવ પ્રતિપાયિન્નાદ __ अरहंतुवएसेणं सिद्धा नज्जति तेण अरिहाई । नवि कोई परिसाए पणमित्ता पणमई रण्णो ॥१००९॥ व्याख्या : इह 'अहंदुपदेशेन' आगमेन सिद्धाः 'ज्ञायन्ते' अवगम्यन्ते प्रत्यक्षादिगोचरातिक्रान्ताः ગાથાર્થ : પૂર્વાનુપૂર્વીએ આ ક્રમ નથી કે પશ્ચાનુપૂર્વીએ આ ક્રમ નથી, કારણ કે સિદ્ધાદિ 15 એ પૂર્વાનુપૂર્વી છે અને પશ્ચાનુપૂર્વમાં પ્રથમ સાધુઓ આવે.. ટીકાર્થ ઃ (અરિહંત - સિદ્ધ - આચાર્ય – ઉપાધ્યાય – સાધુ આ પ્રમાણે પંચવિધ નમસ્કારનો જે ક્રમ કહ્યો તે ક્રમનો વિસ્તારથી અર્થ કહે છે ) ક્રમ બે પ્રકારના હોય છે - પૂર્વાનુપૂર્વીક્રમ (એટલે કે પહેલેથી છેલ્લે) અને પશ્ચાનુપૂર્વીક્રમ (એટલે કે છેલ્લેથી પહેલે.) અનાનુપૂર્વી એ ગમે તેમ હોવાથી ક્રમરૂપ નથી. તેમાં અરિહંતાદિનો જે ક્રમ છે તે પૂર્વાનુપૂર્વી ક્રમ નથી, કારણ કે તેમાં સૌપ્રથમ 20 સિદ્ધોનું કથન કર્યું નથી. સિદ્ધો એકાંતે કૃતકૃત્ય છે અને અરિહંતોને પણ તે નમસ્કાર્ય છે માટે અરિહંતો કરતાં પણ સિદ્ધો પ્રધાન છે અને પ્રધાન એ પૂજ્ય હોવાથી પ્રધાન એવા સિદ્ધોનું પૂર્વકથન કરવું જોઈએ, (અર્થાતુ અરિહંત - સિદ્ધ - વિગેરેમાં પ્રથમ સિદ્ધ કહ્યા હોત તો આ ક્રમ પૂર્વાનુપૂર્વી કહેવાત.) તથા અરિહંત - સિદ્ધ..... આ ક્રમ પશ્ચાનુપૂર્વી ક્રમ પણ નથી કારણ કે સૌ પ્રથમ સાધુનું કથન કર્યું નથી. સાધુઓ અપ્રધાન હોવાથી અરિહંતાદિમાં સર્વેથી છેલ્લા છે. તેથી તે 25 સાધુઓનું પ્રથમ કથન કરીને જો છેલ્લે સિદ્ધોનું કથન કર્યું હોત તો પશ્ચાનુપૂર્વી ક્રમ થાત. (પણ આવું નથી માટે આ પશ્ચાનુપૂર્વીક્રમ પણ નથી.) આ જ અર્થનું પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વાનુપૂર્વીમાં સિદ્ધો પ્રથમ છે અને પશ્ચાનુપૂર્વીમાં સાધુઓ પ્રથમ છે. બંનેના કારણે અહીં કહી જ દીધા છે. ll૧૦૦૮ અવતરણિકા : હવે આ ક્રમ પૂર્વાનુપૂર્વી જ છે તેનું પ્રતિપાદન કરતાં કહે છે. હું 30 ગાથાર્થ : અરિહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે. તેથી અરિહંતો પ્રથમ છે. કોઈ પુરુષ પ્રથમ પર્ષદાને નમસ્કાર કરીને રાજાને નમસ્કાર કરતો નથી. ટીકાર્થ : જે કારણથી અરિહંતના ઉપદેશથી = આગમથી પ્રત્યક્ષાદિવિષયથી અતીત એવા
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy