SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિદ્ધિદાર=ઉત્તરપક્ષ (નિ. ૧૦૦૭) ની ૨૩૯ अहंदादिषु 'भक्तव्याः' विकल्पनीयाः, यतस्ते न सर्वेऽर्हदादयः, किं तर्हि ?, केचिदर्हन्त एव ये केवलिनः, केचिदाचार्याः सम्यक् सूत्रार्थविदः, केचिदुपाध्यायाः सूत्रविद एव, केचिदेतद्वयतिरिक्ताः शिष्यकाः साधव एव, नार्हदादय इति, ततश्चैकपदव्यभिचारान्न तुल्याभिधानता, तन्नमस्करणे च नेतरनमस्कारफलमिति, प्रयोगश्च-साधुमात्रनमस्कारो विशिष्टाहदादिगुणनमस्कृतिफलप्रापणसमर्थो न भवति, तत्सामान्याभिधाननमस्कारत्वात्, मनुष्यमात्रनमस्कारवत् जीवमात्रनमस्कारवद्वेति, तस्मात् 5 पञ्चविध एव नमस्कारः, खलुशब्दस्यावधारणार्थत्वात्, विस्तरेण च व्यक्त्यपेक्षया कर्तुमशक्यत्वात्, तथा हेतुनिमित्तं भवति सिद्ध' इति, तत्र हेतुर्नमस्कारार्हत्वे य उक्तः 'मग्गे अविप्पणासो 'त्ति इत्यादि तन्निमित्तं चोपाधिभेदाद्भवति सिद्धः पञ्चविध इति गाथार्थः ॥१००७॥ ___ गतं प्रसिद्धिद्वारम्, अधुना क्रमद्वारावयवार्थं प्रतिपादयन्नाहભજનીય છે માટે જ આ પક્ષ વ્યભિચારી બને છે.) કારણ કે તે સર્વ સાધુઓ કંઈ અરિહંતાદિ 10 નથી. તો શું છે? કેટલાક અરિહંતો છે કે જે કેવલીઓ છે, કેટલાક આચાર્યો છે કે જેઓ સમ્યગુ રીતે સૂત્ર-અર્થને જાણનારા છે. સૂત્રને જ જાણનારા (સૂત્રની વાચના જ આપતા હોવાથી સૂત્રને જ જાણનારા છે એવું કહ્યું છે, અન્યથા તેઓ સૂત્ર-અર્થ ઉભયને જાણનારા હોય જ છે.) કેટલાક ઉપાધ્યાયો હોય છે. કેટલાક વળી આ બધાથી જુદા માત્ર શિષ્યરૂપ સાધુઓ જ હોય છે, અરિહંતાદિ નહિ. આમ, અહીં એક પદ વ્યભિચાર હોવાથી સાધુસર્વની તુલ્ય અભિધાનતા થઈ શકતી નથી. 15 (અર્થાત્ સાધુ બધા અરિહંતાદિ કહેવાય નહિ, માટે જ સાધુઓ ભજનીય છે.) અને બીજું એ કે સાધુમાત્રને નમસ્કાર કરવા માત્રથી અરિહંતાદિનમસ્કારનું ફળ પ્રાપ્ત થઈ જતું નથી. અનુમાન પ્રયોગ – સાધુમાત્રને કરેલો નમસ્કાર (પક્ષ) અરિહંતાદિના વિશિષ્ટ ગુણોને કરેલ નમસ્કારથી પ્રાપ્ત થતાં ફળને પ્રાપ્ત કરવામાં સમર્થ નથી (સાધ્ય) કારણ કે તે સામાન્યથી “સાધુ” નામને આશ્રયીને કરેલો નમસ્કાર છે (હેતુ), જેમ કે, મનુષ્યમાત્રને કરેલો નમસ્કાર અથવા 20 જીવમાત્રને કરેલો નમસ્કાર (દૃષ્ટાન્ન). (અર્થાત્ જેમ કોઈ વ્યક્તિ મનુષ્યમાત્રને નમસ્કાર કરે કે જીવમાત્રને નમસ્કાર કરે તો તેનાથી તે ક્રમશઃ વિશિષ્ટમનુષ્યનમસ્કારનું ફળ કે વિશિષ્ટજીવનમસ્કારનું ફળ પામતો નથી તેમ અહીં પણ સમજવું.) તેથી પંચવિધ જ નમસ્કાર યોગ્ય છે. (અને તે જ સંપાત્મક છે, કારણ કે જો બે પ્રકારનો સંક્ષેપ છે એમ કહીએ તો અન્યના ગુણનમસ્કારનું ફળ મળતું નથી.) “વસુ' શબ્દ કાર અર્થમાં હોવાથી “પંચવિધ જ' એમ અર્થ જાણવો. (આ પંચવિધ 25 નમસ્કાર સંક્ષેપાત્મક કેમ છે ? તે કહે છે કે, વિસ્તારથી દરેક વ્યક્તિને નમસ્કાર કરવો શક્ય નથી. તથા “મને વિMUો' ઇત્યાદિ ગાથામાં જે નમસ્કાર કરવામાં કારણ કહ્યું તે નિમિત્તે પણ ઉપાધિના ભેદથી પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે. (અર્થાત્ નમસ્કાર કરવામાં કારણરૂપ ઉપાધિ પાંચ પ્રકારની હોવાથી પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે.) ૧૦૦૭l: અવતરણિકા : પ્રસિદ્ધિદાર પૂર્ણ થયું. હવે ક્રમવારના વિસ્તારાર્થનું પ્રતિપાદન કરતાં કહે 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy