________________
સાધુનમસ્કાર (નિ. ૧૦૦૩-૦૫) ૨૩૫ व्याख्या : निर्वाणसाधकान् 'योगान्' सम्यग्दर्शनादिप्रधानव्यापारान् यस्मात् साधयन्ति साधवः विहितानुष्ठानपरत्वात्, तथा समाश्च सर्वभूतेष्विति योगप्रधान्यख्यापनार्थमेतत्, तस्मात्ते भावसाधव इति गाथार्थः ॥१००२॥
किं पिच्छसि साहूणं तवं व निअमं व संजमगुणं वा ।
तो वंदसि साहूणं ? एअं मे पुच्छिओ साह ॥१००३॥ व्याख्या : निगदसिद्धा ॥
विसयसुहनिअत्ताणं विसुद्धचारित्तनियमजुत्ताणं ।
तच्चगुणसाहयाणं सहायकिच्चुज्जयाण नमो ॥१००४॥ व्याख्या : निगदसिद्धैव ॥
असहाए सहायत्तं करंति मे संजमं करितस्स ।
एएण कारणेणं नमामिऽहं सव्वसाहूणं ॥१००५॥ ટીકાર્થ : જે કારણથી સાધુઓ મોક્ષસાધક એવા સમ્યગ્દર્શનાદિપ્રધાન વ્યાપારોને સાધે છે એટલે કે કરે છે. (અહીં “સાધે છે' એવું કેમ કહ્યું? તો કહે છે ) આગમમાં કહેવાયેલા અનુષ્ઠાનોને કરવામાં તેઓ તત્પર છે. (માટે “સાધે છે' એમ કહ્યું છે.) તથા સર્વ જીવોને વિશે સાધુઓ સમાન = સમતાવાળા છે. આ વિશેષણ યોગોમાં આનું પ્રાધાન્ય જણાવવા માટે છે. (આશય એ છે 15 કે – નિર્વાણ સાધક એવા યોગોમાં સર્વભૂતસમતા નામનો યોગ પણ આવી જ જાય છે, કારણ કે સર્વભૂતસમતા પણ નિવણસાધક છે જ. છતાં આ યોગને જુદો બતાવવા દ્વારા સર્વયોગોમાં આ પ્રધાનયોગ છે એવું જણાવ્યું છે.) આમ, મોક્ષસાધક યોગોને સાધનારા હોવાથી અને સર્વ જીવો વિશે સમતા રાખનારા હોવાથી તેઓ ભાવસાધુ છે. ૧૦૦રા
ગાથાર્થ : (અહીં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે - હે ગુરુ ! તમે) શું સાધુઓના તપ, નિયમ 20 (દ્રવ્ય-ક્ષેત્રાદિના અભિગ્રહો) કે સંયમગુણોને જુઓ છો ? અને એ જોઈને તમે સાધુઓને વંદન કરો છો? આ પ્રમાણે મારાવડે પૂછાયેલ (હે ગુરુ !) તમે કહો.
ટીકાર્થઃ ગાથા સ્પષ્ટ જ છે. ૧૦૦૩
ગાથાર્થ વિષયસુખોથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધચારિત્ર અને નિયમોથી યુક્ત, તાત્ત્વિક ગુણોના સાધક, અને મોક્ષ સાધક એવા સાધુઓને) સાહધ્યકૃત્યમાં સહાયકપણામાં ઉદ્યત સાધુઓને હું 25 નમસ્કાર કરું છું. જ ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. (ભાવાર્થ એ છે કે સાધુઓમાં વિષયસુખનિવૃત્તિ વિગેરે મોક્ષસાધકગુણોને હું જોઉં છું તેથી હું=ગુરુ તેઓને નમસ્કાર કરું છું.) I/૧૦૦૪
ગાથાર્થ : સંયમ પાળતા એવા મને અસહાયમાં (સાધુઓ) સહાયપણું કરે છે. તેથી હું સર્વસાધુઓને નમસ્કાર કરું છું.
- + બૂ૦ * સાય૦ મુદ્રિત .