________________
સિદ્ધોના સુખનું સ્વરૂપ (નિ. ૯૮૨) ૨૨૩ तदेवंप्रमाणं किलासद्भावकल्पनयैकैकाकाशप्रदेशे स्थाप्यते, इत्येवं सकललोकालोकाकाशानन्तप्रदेशपूरणेनानन्तं भवति, न च प्राप्नोति तथाप्रकर्शगतमपि 'मुक्तिसुखं' सिद्धिसुखम्, अनन्तैरपि वर्गवगैर्वर्गितमिति गाथार्थः ॥९८१॥ तथा चैतदभिहितार्थानुवाद्येवाऽऽह ग्रन्थकार:
___ सिद्धस्स सुहो रासी सव्वद्धापिंडिओ जइ हविज्जा ।
. सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥९८२॥ व्याख्या : सिद्धस्य सम्बन्धिभूतः, कैः ?-'सुखराशिः' सुखानां राशिः २ सुखसङ्घात इत्यर्थः, 'सद्धिापिण्डितः' सर्वकालसमयगुणिताः यदि भवेदित्यनेन कल्पनामात्रतामाह, सः 'अनन्तवर्गभक्तः' વડે લોક-અલોકના સકલ અનંત આકાશપ્રદેશોને પૂરતા તે સુખ અનંતગણું થાય છે. અનંત વર્ણવર્ગોવડે વર્ગ કરાયેલું એવું (દવોના સમૂહનું) સુખ આ રીતે પ્રકર્ષને પામવા છતાં મુક્તિસુખને 10 તોલે આવતું નથી. (અનંત વર્ણવર્ગો એટલે, અનંતગણા સુખનો વર્ગ કરવો, જેટલું પ્રમાણ થાય તેનો પાછો વર્ગ કરવો, આ રીતે અનંતવાર વર્ગ કરતાં અનંત વર્ગવર્ગ થાય. અસત્કલ્પનાથી આ પદાર્થને આ રીતે વિચારી શકાય – દેવોના સમૂહનું સંપૂર્ણ સુખ ધારો કે ૧૦૦ પોઇન્ટ જેટલું છે. સર્વ કાળના સમયો પણ ૧૦૦ ધારીએ. તેથી સર્વકાળના સમયો સાથે ગુણતા તે સુખ ૧૦૦ * ૧૦૦ = ૧૦,૦૦૦ પોઇન્ટ થાય. આ ૧૦,૦૦૦ પોઇન્ટ સુખને એક આકાશપ્રદેશમાં સ્થાપવું. 15. આવા ૧૦,૦૦૦ પોઇન્ટ જેટલું બીજું સુખ બીજા આકાશપ્રદેશમાં સ્થાપવું. આ રીતે દરેક આકાશપ્રદેશમાં સ્થાપતા લોક અને અલોકના અનંત આકાશપ્રદેશો સુખથી ભરવા. તે બધું ભેગું કરો એટલે તે અનંતગણું થાય. આ અનંતગણા સુખનો વર્ગ (તે સંખ્યાને તેટલી સંખ્યા સાથે ગુણવાથી વર્ગ થાય જેમ કે ર નો વર્ગ ૨ X ૨ = ૪ થાય, ૪નો વર્ગ ૧૬ થાય વિ.) કરવો. જે જવાબ આવે તેનો ફરી વર્ગ કરવો. આ રીતે અનંત વખત વર્ગ કર્યા પછી સુખનું જેટલું પ્રમાણ 20 થાય તેટલા પ્રમાણને પામેલું સુખ પણ મુક્તિસુખની તોલે આવી શકતું નથી. તિ - માવ. નિર્યું. વિપિલાયા) +૯૮૧||
અવતરણિકા : આ જે કહેવાયેલ અર્થનો અનુવાદ કરનારા ગ્રંથકાર કહે છે ?
ગાથાર્થ : સિદ્ધના સુખની રાશિ જો સર્વકાળના સમયોવડે ગુણિએ અને ગુણાયેલ તે રાશિનો અનંતીવાર વર્ગમૂળ કર્યા પછી જેટલું સુખ થાય, તે સુખ પણ સર્વ આકાશમાં સમાય નહીં. 25
ટીકાર્થઃ સિદ્ધસંબંધી એવો, એવો કોણ? (તે કહે છે-) સુખોનો રાશિ તે સુખરાશિ (એ પ્રમાણે સમાસ કરવો.)એટલે કે સુખનો સમૂહ. (અર્થાત્ સિદ્ધજીવોના સુખનો સમૂહ.) તે જો સર્વકાળના સમોવડે ગુણાય. (અર્થાત્ સિદ્ધત્વના પ્રથમ સમયથી લઈને સાદિ-અનંતકાળ સુધી સિદ્ધ જે સુખ પ્રતિસમયે અનુભવે છે તે સર્વ સુખને એક સ્થળે ભેગું કરી તેની રાશિ કરીએ. તે રાશિ સર્વકાળસમયગુણિત કહેવાય છે. અહીં “જો ગુણાય' એવું કહેવા દ્વારા આ એક કલ્પના જ છે, કારણ કે ક્યારેય સુખરાશિ 30 સમયોવડે ગુણાવાની નથી.) સર્વકાળના સમયોવડે ગુણાયેલ આ સુખની રાશિના અનંતીવાર વર્ગમૂળ
* તત્પર્વ મુકિતે નાસ્તિ !