________________
૨૨૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) केवलिनः सत्त्वस्य 'युगपद्' एकस्मिन् काले द्वौ न स्तः उपयोगौ, तत्स्वाभाव्यात्, क्षायोपशमिकसंवेदने तथादर्शनात्, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति गाथार्थः ॥९७९॥ साम्प्रतं निरूपमसुखभाजश्च त इत्येतदुपदर्शयन्नाह
नवि अस्थि माणुसाणं तं सुक्खं नेव सव्वदेवाणं ।
जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ॥९८०॥ व्याख्या : नैवास्ति 'मानुषाणां' चक्रवर्त्यादीनामपि तत् सौख्यं, नैव 'सर्वदेवानाम्' अनुत्तरसुरपर्यन्तानामपि, यत् सिद्धानां सौख्यम, 'अव्याबाधामुपगताना'मिति तत्र विविधा आबाधा व्याबाधा न व्याबाधा अव्याबाधा तामुप-सामीप्येन गतानां प्राप्तानामिति गाथार्थः ॥९८०॥
यथा नास्ति तथा भङ्गयोपदर्शयति - 10
सुरगणसुहं समत्तं सव्वद्धापिंडिअं अणंतगुणं ।
न य पावइ मुत्तिसुहंऽणंताहिवि वग्गवग्गूहिं ॥९८१॥ व्याख्या : 'सुरगुणसुखं' देवसङ्घातसुखं 'समस्तं' सम्पूर्णम् अतीतानागतवर्तमानकालोद्भवमित्यर्थः, पुनश्च 'सर्वाद्धापिंडिअं' सर्वकालसमयगुणितं, तथाऽनन्तगुणमिति,
કે સર્વ કેવલીઓને એક સમયે સ્વભાવથી જ બે ઉપયોગ હોતા નથી. કારણ કે ક્ષાયોપશમિક 15 જ્ઞાનમાં પણ એ જ પ્રમાણે દેખાય છે. અહીં આ વિષયમાં ઘણું કહેવાનું છે પરંતુ તે ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. ૧૯૭૯મા.
અવતરણિકા : હવે સિદ્ધજીવો નિરુપમસુખના ભાગી છે એ વાત જણાવતા કહે છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ચક્રવર્તી વગેરે મનુષ્યોને પણ તે સુખ નથી કે અનુત્તરવાસી સુધીના દેવોને પણ 20 તે સુખ નથી, જે સુખ અવ્યાબાધાને પામેલા એવા સિદ્ધજીવોને છે. વિવિધ પ્રકારની જે આબાધા
= પીડાઓ તે વ્યાબાધા, વ્યાબાધા વિનાની જે અવસ્થા તે અવ્યાબાધા. તેવી અવસ્થાને નજીકથી પામેલા એવા સિદ્ધ જીવો – આ પ્રમાણે સમાસ જાણવો. ૯૮૦
અવતરણિકા : મનુષ્ય કે દેવોને જે રીતે સુખ નથી, તે રીતે બતાવે છે. (અર્થાત કેવા પ્રકારનું સુખ તે દેવ-મનુષ્યોને પણ નથી ? તે જણાવે છે) ; 25 ગાથાર્થ : સર્વકાળના સમયોથી ગુણાયેલું, અનંતગણું, વળી અનંત વર્ગવર્ગોવડે વર્ગ કરાયેલું દેવોના સમૂહનું સુખ મુક્તિસુખને તોલે આવતું નથી.
ટીકાર્થ : સંપૂર્ણ એટલે કે ત્રણે કાળમાં થયેલું, સર્વકાળના સમયોથી ગુણાયેલું, અનંતગણું દેવના સમૂહનું સુખ (અહીં સર્વકાળના સમયોથી ગુણાકાર કરતાં જેટલું થાય તેના કરતાં અનંતગણું
સુખ લેવાનું છે. કેવી રીતે ? તે બતાવે છે.) તે અનંતગણુ આ પ્રમાણે જાણવું કે – સર્વકાળના 30 જેટલા સમય થાય તેટલા સમયોવડે ત્રણે કાળના સુખનો ગુણાકાર કરવો. તે જેટલું થાય તેને
અસત્કલ્પનાવડે એક આકાશ પ્રદેશમાં સ્થાપવું. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા પ્રદેશમાં સ્થાપવા