________________
૨૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) अनन्तवर्गापवर्तितः सन् समीभूत एवेति भावार्थः, 'सर्वाकाशे' लोकालोकाकाशे न मायात्, अयमत्र भावार्थः-इह किल विशिष्टाह्लादरूपं सुखं गृह्यते, ततश्च यत आरभ्य शिष्टानां सुखशब्दप्रवृत्तिः तमालादमवधीकृत्यैकैकगुणवृद्धितारतम्येन तावदसावाह्लादो विशेष्यते यावदनन्तगुणवृद्ध्या निरतिशयगुणनिष्ठां गतः, ततश्चासावत्यन्तोपमातीतैकान्तौत्सुक्यविनिवृत्तिस्तिमिततमकल्पश्चरमाह्लाद 5 एव सदा सिद्धानामिति, तस्माच्चारतः प्रथमाच्चोर्ध्वमपान्तरालवर्तिनो ये गुणतारतम्येनाह्लादविशेषास्ते
सर्वाकाशप्रदेशादिभ्योऽपि भूयांस इत्यतः किलोक्तं-'सव्वागासे ण माएज्जत्तीत्यादि, अन्यथा नियतदेशावस्थितिः तेषां कथमिति सूरयोऽभिदधतीति, तथा चैतत्संवाद्यार्षवेदेऽप्युक्तम्, इत्यलं व्यासेनेति गाथार्थः ॥९८२॥
(વર્ગનો મૂળ તે વર્ગમૂળ, જેમ કે ૧૬નો વર્ગમૂળ ૪થાય, ૪નો વર્ગમૂળ ર થાય) કરતાં છેલ્લે ત્યાં સુધી 10 વર્ગમૂળ કરવો કે જેથી સમાન થાય, એટલે કે સિદ્ધત્વના પ્રથમ સમયનું સુખ આવે, તે સુખ
લોકાલોકાકાશમાં સમાય નહીં. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે અહીં વિશિષ્ટ આહૂલાદરૂપ સુખ ગ્રહણ કરવાનું છે. તેથી જ્યાંથી આરંભીને શિષ્ટપુરુષો સુખશબ્દનો પ્રયોગ કરે છે, તે આહલાદરૂપ સુખથી શરૂઆત કરીને (અર્થાત્ ધારો કે ૧૦ પોઇન્ટના સુખને શિષ્ટપુરુષો સુખ તરીકે માને છે તો ત્યાંથી
આરંભ કરીને) એક-એક ગુણના તારતમ્યવડે (અર્થાત્ ૧૦, ૧૧, ૧૨... એમ એક એક પોઇન્ટ 15 વધારતા) છેલ્લે ત્યાં સુધી પહોંચવું યાવ અનંતગુણની વૃદ્ધિવડે નિરતિશયગુણની સમાપ્તિને આ આફ્લાદ
પામે. (અર્થાત્ સિદ્ધત્વના પહેલા સમયનું સુખ આવે.) આવા પ્રકારનો, કોઈ ઉપમા મળી ન શકે એવો નિરુપમ, એકાન્ત સુક્યથી રહિત અને અત્યંત સ્થિર એવો અંતિમ આહલાદ સિદ્ધોને સદા હોય છે. આ છેલ્લાઆફ્લાદ પૂર્વેના અને પ્રથમાલાદ પછીના વચ્ચેના ગુણની તરતમતાવડે જેટલા આફ્લાદો
છે તે સર્વ આકાશપ્રદેશો કરતાં પણ વધારે હોવાથી મૂળમાં કહ્યું કે – “સર્વઆકાશમાં સમાય નહીં 20 (અર્થાત્ સિદ્ધત્વના પહેલા સમયે સિદ્ધોને જે સુખ છે. તે સુખના કેવલજ્ઞાનની દષ્ટિએ નિરંશ વિભાગો કરવા. તે વિભાગો એટલા બધા થાય કે સર્વ આકાશપ્રદેશોમાં સમાય નહીં:)
અન્યથા એટલે કે આ પ્રમાણે જો અસત્કલ્પના કરવામાં ન આવે અને વાસ્તવિક રીતે જ સિદ્ધનું સુખ સર્વાકાશપ્રદેશોમાં સમાતું નથી એમ માનીએ તો આચાર્ય ભગવંતો સિદ્ધોની નિયતદેશમાં
અવસ્થિતિ કેવી રીતે કહે છે ? (અર્થાત્ સિદ્ધના સુખની રાશિ અસત્કલ્પના વિના વાસ્તવિક રીતે 25 જ સર્વાકાશમાં સમાતી નથી એમ માનીએ તો ધર્મી (સિદ્ધ) વિના ધર્મ (સુખ)નો અભાવ હોવાથી
સિદ્ધ પણ સર્વ આકાશમાં સમાતા નથી એમ કહેવું જોઈતું હતું પણ એવું કહેવાને બદલે પૂર્વાચાર્યો સિદ્ધની ચોક્કસ દેશમાં જ અવસ્થિતિ કહે છે. તેથી જણાય છે કે અહીં જે કહ્યું કે સુખરાશિ સર્વાકાશમાં સમાતી નથી તે ઉપરોક્ત અસત્કલ્પનાને જ લઈને કહી છે. તથા આ વાત મારી
પોતાની બુદ્ધિથી કહી નથી. એ વાત જણાવવા ટીકાકાર આગળ જણાવે છે કે ) આ વાતની 30 પુષ્ટિ આર્ષવેદમાં પણ કરી છે. (અહીં વેદશબ્દથી સિદ્ધાન્ત જ લેવાનો છે. તેથી આર્ષદે એટલે
ગૌતમાદિ મહર્ષિપ્રણીત એવો સિદ્ધાન્ત જાણવો.) વધુ વિસ્તારથી સર્યું. ૧૯૮૨