SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધજીવોની અવગાહનાનું પ્રમાણ (નિ. ૯૭૨-૯૭૩) એ ૨૧૭ चत्तारि अ रयणीओ रयणितिभागूणिआ य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिम ओगाहणा भणिआ ॥९७२॥ एगा य होइ रयणी अटेव य अंगुलाइ साहीआ । एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिआ ॥९७३॥ व्याख्या : एतास्तिस्रोऽपि निगदसिद्धाः, नवरमाक्षेपरिहारौ भाष्यकृतोक्तौ, तौ चेमौ-'किह 5 मरूदेवीमाणं ? नाभीओ जेण किंचिदूणा सा । तो किर पंचसयं चिय अहवा संकोयओ सिद्धा ॥१॥ सत्तूसिएसु सिद्धी जहन्नओ किहमिहं बिहत्थेसु ? । सा किर तित्थकरेसुं सेसाणं सिज्झमाणाणं ॥२॥ ते पुण होज्ज बिहत्था कुम्मापुत्तादओ जहन्नेणं । अन्ने संवट्टियसत्तहत्थसिद्धस्स हीणत्ति ॥३॥ ગાથાર્થ : હાથનો ત્રીજો ભાગ ન્યૂન એવા ચાર હાથપ્રમાણ સિદ્ધોની મધ્યમ અવગાહના કહેવાયેલી છે. ગાથાર્થ : આઠ અંગુલથી અધિક એવા એક હાથપ્રમાણ સિદ્ધોની જઘન્યાવગાહના કહેવા 10 યેલી છે. 1 ટીકાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. પરંતુ અહીં શંકા-સમાધાન ભાષ્યકારે કહેલા છે. તે આ પ્રમાણે – જો ઉત્કૃષ્ટથી પણ પાંચસો ધનુષ પ્રમાણવાળો જીવ જ સિદ્ધ થતો હોય, તેનાથી અધિક પ્રમાણવાળો સિદ્ધ થતો ન હોય તો મરુદેવી માતાનું પાંચસો-પચ્ચીસ ધનુષ પ્રમાણ 15 કેવી રીતે ઘટે ? (કારણ કે તે સિદ્ધ તો થયા જ છે.) આચાર્ય ઉત્તર આપે છે – તેમાં કોઈ વિરોધ નથી, કારણ કે મરુદેવી માતાની અવગાહના નાભિકુલકરથી કંઈક ન્યૂન હતી. (આશય એ છે કે જો કે મરુદેવી માતાની અવગાહના નાભિકુલકરને સમાન છે. એમ સૂત્રમાં કહ્યું છે, છતાં પણ પાંચસો ધનુષ જ જાણવી, કારણ કે સૂત્રમાં અનેક સ્થાને થોડાક ફેરફારવડે હીનાધિક હોવા છતાં લાઘવ માટે સરખે સરખું દેખાડાય છે, અર્થાત્ નાભિકુલકર કરતા મરુદેવામાતાની અવગાહના 20 કંઈક ઓછી હોવા છતાં લાઘવ માટે નાભિકુલકર સમાન અવગાહના કહી છે.) અથવા નાભિકુલકર જેટલી જ મરુદેવી. માતાની અવગાહના જાણવી, છતાં હાથીના સ્કંધ ઉપર આરુઢ હોવાથી સંકુચિતગાત્રવાળી તે સિદ્ધ થઈ માટે ઉપરોક્ત વિરોધ રહેતો નથી. ૧ll શંકા : પ્રજ્ઞાપનાદિગ્રંથોમાં જઘન્યથી સાત હાથની ઊંચાઇવાળાની સિદ્ધિ કહી છે તો તમે અહીં જઘન્યથી બે હાથ કેવી રીતે કહ્યા ? 25 સમાધાન : પ્રજ્ઞાપનાદિગ્રંથોમાં સાત હાથપ્રમાણ શરીરવાળા જીવોની જે મુક્તિ કહી તે તીર્થકરોને આશ્રયીને કહી છે અને અહીં જે બે હાથપ્રમાણ શરીરવાળા જીવોની જે મુક્તિ કહી તે તીર્થકર સિવાયના શેષ જીવોને આશ્રયીને કહી છે. રાઈ તે જઘન્યથી બે હાથપ્રમાણવાળા સિદ્ધી તરીકે કૂર્મપુત્રાદિ છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે કે – વિહસ્તપ્રમાણ શરીરવાળો - ૬૪. વર્થ રૂવીમાને ?, નામિત વેર વિઝનૂન સા ા તતઃ વિન પઝંશતમેવ અથવા સંવત: 30 सिद्धा ॥१॥ सप्तोच्छूितेषु सिद्धिः कथमिह द्विहस्तेषु ? । सा किल तीर्थकराणां शेषाणां सिध्यताम् ॥२॥ ते पुनर्भवेयुर्द्विहस्ताः कूर्मापुत्रादयो जघन्येन । अन्ये संवर्त्तितसप्तहस्तसिद्धस्य हीनेति ॥३॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy