________________
કર્મથી મુક્તની સ્વભાવથી જ નિયતગતિ (નિ. ૯૫૭) તા ૨૦૯ स्वभावतस्तन्निबन्धनाभावेऽपि देशादिनियतैव गतिः पूर्वप्रयोगेण प्रवर्तते, एवमेव व्यवहिततुशब्दस्यैवकारार्थत्वात् सिद्धानामपि गतिरित्यक्षरार्थः ॥९५७॥ अधुना भावार्थः प्रयोगैनि-दर्शातेतत्र कर्मविमुक्तो जीवः सकृदूर्ध्वमेवाऽऽलोकाद्गच्छति, असङ्गत्वेन तथाविधपरिणामत्वादष्टमृत्तिकालेपलिप्ताधोनिमग्नक्रमापनीतमृत्तिकालेपजलतलमर्यादोर्ध्वगामितथाविधालाबुवत् तथा छिन्नबन्धनत्वेन तथाविधपरिणतेस्तद्विधैरण्डफलवत् तथा स्वाभाविकपरिणामत्वादग्निधूमवत् तथा 5 पूर्वप्रयुक्ततत्क्रियातथाविधसामर्थ्याद्धनुःप्रयत्नेरितेषुवद्, इषुः-शर इति गाथार्थः ॥९५७॥ જ એટલે કે તે તે રૂપે ગમન કરવામાં કારણભૂત એવી વસ્તુનો અભાવ હોવા છતાં પણ દેશાદિને નિયત એવી ગતિ પૂર્વપ્રયોગ વડે થાય છે. (જેમ કે પુરુષ પોતાના પ્રયત્ન દ્વારા ધનુષ્યવડે બાણ મુકે છે ત્યારે તે પ્રયત્નથી મુકાયેલ બાણની ગતિ કારણ ન હોવા છતાં પૂર્વપ્રયોગથી થાય છે.) મૂળગાથામાં અન્ય સ્થાને રહેલ “તું” શબ્દનો “જ' કાર અર્થ હોવાથી અને તે શબ્દને ‘પર્વ' પછી 10 જોડવાનો હોવાથી એ જ પ્રમાણે સિદ્ધજીવોની ગતિ પણ પૂર્વપ્રયોગથી થાય છે. || ૯૫૭ // - હવે આ ગાથાર્થનો ભાવાર્થ પ્રયોગોવડે દેખાડાય છે - તેમાં કર્મથી મુક્ત એવો જીવ સંગવિનાનો થવાથી (ઉત્પન્ન થયેલ) તેવા પ્રકારના પરિણામવાળો હોવાથી એકવાર ઊર્ધ્વદિશામાં જ લોકાન્ત સુધી જાય છે. અર્થાત્ સંગ વિનાનો થવાથી ઊર્ધ્વગતિ કરવાનો પરિણામ ઉત્પન્ન થતાં જીવ ઊર્ધ્વદિશામાં જ જાવ છે.) જેમ કે, આઠવાર માટીને લેપથી લેપાયેલ તુંબડું. (અહીં 15 દાન્તિકમાં આઠ પ્રકારના કર્મો હોવાથી “આઠવાર લેપાયેલ' એવું વિશેષણ રાખેલ છે.) પાણીની અંદર ડૂબેલ એવા તુંબડા ઉપરથી ક્રમે કરીને માટીનો એક એક લેપ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ તે તુંબડું ઉપરા-ઉપર છેક સપાટી સુધી જ ઊર્ધ્વ ગમન કરે છે. (તમ કર્મસંગ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ તે જીવમાં ઊર્ધ્વગમનનો પરિણામ પ્રકટ થતો જાય છે અને છેલ્લે સર્વસંગનો પરિત્યાગ થતાં લોકાન્ત સુધી જ ઊર્ધ્વગમન કરે છે. પણ અન્ય કોઈ દિશામાં ગમન કરતો નથી.) 20
- તથા બંધનનો છેદ થવાથી તેવા પ્રકારની (અર્થાતુ માત્ર ઊર્ધ્વદિશામાં જ ગમન કરવાની) પરિણતિ પ્રાપ્ત થતાં જીવ એકવાર લોકાન્ત સુધી જાય છે. જેમ કે, તેવા પ્રકારનું એરંડ ફળ. (અર્થાત જેમ એરંડફળ (જેમાંથી દિવેલ નીકળે) ની ઉપર રહેલ કોશના બંધનનો સખત પડતા તડકાથી સૂકાતા છેદ થવાથી અંદર રહેલ એરંડફળની સ્વભાવથી જ ઊર્ધ્વગતિ થાય છે તેમ કર્મબંધન દૂર થતાં જીવને પણ ઊર્ધ્વગતિની પરિણતિ પ્રાપ્ત થાય છે અને તેને કારણે અન્ય કોઈ દિશાને 25 બદલે ઊર્ધ્વદિશામાં જ ગમન કરે છે.) - તથા સ્વાભાવિક પરિણામ પ્રાપ્ત થતો હોવાથી અગ્નિ અને ધૂમની જેમ જીવ ઊર્ધ્વગતિ કરે છે. (અર્થાત્ જેમ અગ્નિ અને ધૂમ એ ઊર્ધ્વદિશામાં જ ગમન કરે છે એ તેનો સ્વાભાવિક પરિણામ છે તેમ કર્મથી મુક્ત જીવનો ઊર્ધ્વગતિનો સ્વાભાવિક પરિણામ સમજવો.)
તથા પૂર્વપ્રયુક્ત એવી તે ક્રિયાથી પ્રગટ થતાં તેવા પ્રકારના સામર્થ્યથી જીવ લોકાન્ત સુધી 30 જાય છે. જેમ કે, ધનુષ્યવડે પ્રયત્નથી પ્રેરાયેલ બાણ. (અર્થાત્ જેમ પુરુષના પ્રયત્નથી ધનુષ્ય