SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ * 10 ૨૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कर्मोदकमधिकृत्य शुष्यन्तीति शेषः, यतश्चैवमतः 'कर्मलघुतासमये व्रजन्ति जिनाः समुद्घात मिति तत्र कर्मण-आयुष्कस्य लघुता कर्मलघुता, लघोर्भावो लघुता-स्तोकतेत्यर्थः, तस्याः समय:कालः कर्मलघुतासमयः, स च भिन्नमुहूर्त्तप्रमाणस्तस्मिन्, अथवा कर्मभिर्लघुता कर्मलघुता, जीवस्येति हृदयं, सा च समुद्घातानन्तरभाविन्येव भूतोपचारं कृत्वाऽनागतैव गृह्यते, तस्याः 5 સમયન્તરિમન, મિન્નમર્ત પ્રત્યર્થ, વૃત્તિ-છત્તિ નિના વેનિનઃ “સતત' પ્રહप्ररूपितस्वरूपमिति गाथार्थः ॥९५६॥ ____साम्प्रतं यदुक्तं 'शैलेशी प्रतिपद्यते सिध्यति चे'ति, तत्रासावेकसमयेन लोकान्ते सिध्यतीत्यागमः, इह च कर्ममुक्तस्य तद्देशनियमेन गतिर्नोपपद्यते इति मा भूदव्युत्पन्नविभ्रम इत्यतस्तन्निरासेनेष्टार्थसिद्धयर्थमिदमाह लाउअ एरंडफले अग्गी धूमे उसू धणुविमुक्के। ... . गइपुव्वपओगेणं एवं सिद्धाणवि गईओ (उ) ॥९५७॥ व्याख्या : अलाबु, एरण्डफलम्, अग्निधूमौ, इषुर्धनुर्विमुक्तः, अमीषां यथा तथा गमनकाले જેમ પાણી સુકાઈ જાય તેમ જિનોમાંથી કર્મ સુકાઈ જાય) જે કારણથી આવું છે, તે કારણથી કર્મલઘુતાના સમયે જિનો સમુદ્ધાતને પામે છે. અહીં આયુષ્યકર્મની લઘુતા જાણવી, અર્થાત આયુષ્યકર્મની 15.અલ્પતા, તેનો જે સમય તે કર્મલઘુતા સમય અને તે સમય અહીં અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવો, તેને વિશે (અર્થાત અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી હોય ત્યારે) જિનો સમુદ્યતને પામે છે. અથવા જીવની કર્મોવડે લઘુતા થાય ત્યારે સમુદ્યતને પામે છે એવો ભાવાર્થ જાણવો. જો કે કર્મોવડે લઘુતા એ તો સમુદ્ધાત પછી થવાની હોવા છતાં ભૂતનો ઉપચાર કરીને (અર્થાત્ પછી થનારી વસ્તુનો પૂર્વે જ થઈ ગઈ એમ સમજીને) સમુદ્રઘાત પહેલા જ ગ્રહણ કરાય છે. 20 તેનો જે સમય, તે સમયે અર્થાત્ અંતર્મુહૂર્ત કાળ જ બાકી હોય ત્યારે કેવલીઓ પૂર્વે બતાવેલ સ્વરૂપવાળા સમુદ્ધાતને પામે છે. ll૫૬ll અવતરણિકા : હવે પૂર્વે જે કહ્યું હતું કે – “શૈલેશીને પામે છે અને સિદ્ધ થાય છે. તેમાં આ જીવ એક સમયે લોકાત્તે પહોંચી સિદ્ધ થાય છે એવું આગમવચન છે. આ આગમવચનમાં - “કર્મથી મુકાયેલ જીવની લોકાન્તરૂપ દેશના નિયમવડે ગતિ ઘટતી નથી', એ પ્રમાણે અવ્યુત્પન્ન 25 શિષ્યોને વિભ્રમ ન થાય તે માટે આવા વિભ્રમને દૂર કરવા દ્વારા ઇષ્ટાર્થની સિદ્ધિ માટે આગળ કહે છે – (આશય એ છે કે કોઈ પણ જીવની અમુક ચોક્કસ સ્થાને જે ગતિ થાય છે તેની પાછળ 1. કર્મ કારણ છે. કેવલી કર્મથી મુકાયેલ હોવાથી લોકાન્તરૂપ ચોક્કસ દેશમાં જઈને સિદ્ધ થાય છે એવું કેવી રીતે ઘટી શકે ?' આવા પ્રકારની શંકાને દૂર કરવા કહે છે ) ગાથાર્થ: તુંબડું, એરંડીયાનું ફળ, અગ્નિ, ધૂમ અને ધનુષ્યમાંથી મુકાયેલ બાણ, જેમ આ 30 વસ્તુઓની ગતિ પૂર્વપ્રયોગ વડે થાય છે એમ સિદ્ધોની પણ ગતિઓ પૂર્વપ્રયોગ વડે થાય છે. ટીકાર્થ તુંબડું, એરંડફળ, અગ્નિ, ધૂમ, ધનુષ્યમુક્ત બાણ, જેમ આ બધાની તથારૂપગમનકાળે (અર્થાત્ એરંડફળ-અગ્નિ-ધૂમના ઊર્ધ્વગમનકાળે, બાણના તિચ્છગમનકાળે વિગેરે) સ્વભાવથી
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy