________________
૨૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पुनरौदारिके तस्माच्च बहिः कार्मणे वीर्यपरिस्पन्दादौदारिककार्मणमिश्रः, त्रिचतुर्थपञ्चमेषु तु बहिरेवौदारिकात् बहुतरप्रदेशव्यापारादसहायः कार्मणयोग एव, तन्मात्रचेष्टनादिति, अन्यत्राप्युक्तम्
"औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेषु ॥१॥ कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च ।
समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमाद् ॥२॥ इति, कृतं प्रसङ्गेन । भाषायोगनिरोध इति, कोऽर्थः ?-परित्यक्तसमुद्घातः कारणवशाद् योगत्रयमपि व्यापारयेत्, तदर्थं मध्यवर्तिनं योगमाह-भाषेति, अत्रान्तरेऽनुत्तरसुरपृष्टो मनोयोगं सत्यं
वाऽसत्यामृषं वा प्रयुङ्क्ते, एवमामन्त्रणादौ वाग्योगमपि, नेतरौ द्वौ भेदौ द्वयोरपि, काययोगमप्यौदारिकं 10 फलकप्रत्यर्पणादाविति, ततोऽन्तर्मुहर्त्तमात्रेणैव कालेन योगनिरोधं करोति, अत्र केचिद् व्याचक्षतेમિશ્ર કાયયોગ હોય છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે ઔદારિકશરીરથી બહાર જ બહુતર પ્રદેશોનો વ્યાપાર થતો હોવાથી (ઔદારિકકાયની) સહાય વિનાનો એકલો કાર્પણ યોગ જ હોય છે, કારણ કે કાર્મણશરીરમાત્રમાં જ વ્યાપાર થાય છે. અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે- “પ્રથમ અને
આઠમા સમયે આ જીવ ઔદારિક વ્યાપારવાળો ઇચ્છાય છે. સાતમા, છઠ્ઠા અને બીજા સમયે 15 મિશ્ર ઔદારિયોગવાળો ઇષ્ટ છે. I/૧ી ચોથા, પાંચમા અને ત્રીજા સમયે કાર્મણશરીરોગી હોય
છે અને તે ત્રણે સમયમાં નિયમથી જીવ અનાહારક થાય છે. રાા ' (પ્રશમરતિ-૨૭૫/૨૭૬) પ્રસંગથી સર્યું. (મૂળગાથામાં “ભાષાયોગનો નિરોધ’ શબ્દ છે. તેની હવે વ્યાખ્યા કરે છે --)
શંકા : “ભાષાયોગનો નિરોધ' અહીં ભાષાયોગનું ગ્રહણ શા માટે ક્યું ? “યોગ નિરોધ આટલું જ કહેવું જોઈએ.
સમાધાન : સમુદ્દાત પછી જીવ કારણવશાત્ ત્રણે યોગનો પણ વ્યાપાર કદાચ કરે, તે જણાવવા માટે “ભાષાયોગ’ એ પ્રમાણે મધ્યવર્તી યોગનું ગ્રહણ કર્યું છે.
(શંકા : ત્રણે યોગનો વ્યાપાર કેવી રીતે કરે ?)
સમાધાન : અનુત્તરદેવોવડે પૂછાયેલા ભગવાન સત્યમનોયોગનો અથવા અસત્યામૃષા મનોયોગનો પ્રયોગ કરે છે. (અર્થાતુ અનુત્તરદેવો જ્યારે ભગવાનને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેનો 25 ઉત્તર આ બે મનોયોગ દ્વારા આપે છે.) આ પ્રમાણે આમંત્રણાદિમાં (અર્થાતુ હે ગૌતમ ! વિગેરેમાં)
વચનયોગનો પ્રયોગ કરે છે. આ સિવાય વચનયોગ અને મનોયોગના શેષ બે-બે યોગો એટલે કે મૃષા કે સત્યમૃષાનો પ્રયોગ કરતા નથી. તે જ પ્રમાણે પોતાને ઉપયોગી એવા પીઠફલક વગેરેનું જે ગ્રહણ કરેલું હોય, તેને પાછું આપતી વેળાએ ઔદારિક કાયયોગનો પણ પ્રયોગ કરે. ત્યારપછી
અંતર્મુહૂર્તમાત્ર કાળમાં યોગનિરોધ કરે છે. 30 અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – “જઘન્યથી અંતર્મુહૂર્તકાળનું જ. આયુ શેષ રહે
ત્યારે સમુદ્યત કરે, ઉત્કૃષ્ટથી છ માસ બાકી હોય ત્યારે”, તે આચાર્યોની આ વાત અયુક્ત છે, કારણ કે મૂળમાં “નિરવશેષ કર્મનો ક્ષય કરે છે એવું કથન કરેલું છે. (અર્થાત્ પૂર્વે ગા.