SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ યોગનિરોધનું સ્વરૂપ (નિ. ૯૫૫) ૨૦૫ जघन्येनैतावतैव कालेन उत्कृष्टतस्तु षड्भिर्मासैरिति एतच्चायुक्तं, 'क्षपयन्ति कर्म निरवशेष 'मिति वचनात् फलकादीनां च प्रज्ञापनायां प्रत्यर्पणस्यैवोक्तत्वात्, एवं च सति ग्रहणमपि स्याद्, अलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः स हि योगनिरोधं कुर्वन् प्रथममेव याऽसौ शरीरप्रदेशसम्बद्धा मनःपर्याप्तिनिर्वृत्तिर्यया पूर्वं मनोद्रव्यग्रहणं कृत्वा भावमनः प्रयुक्तवान् तत्कर्मसंयोगविघटनाय मन्त्रसामर्थ्येन . विषमिव स भगवाननुत्तरेणाचिन्त्येन निरावरणेन करणवीर्येण तद्व्यापारं निरुणद्धि निरुध्य च 5 "पेज्जत्तमित्तसन्निस्स जत्तियाइं जहन्नजोगिस्स । होंति मणोदव्वाइं तव्वावारो य जन्मत्तो ॥ १ ॥ ૯૫૪માં કહ્યું કે સમુદ્ધાતને પામીને જીવ પ્રભૂતતમ કર્મક્ષય કરે છે અને પછી માત્ર અંતર્મુહૂર્ત જેટલા જ કાળમાં ખપાવવા યોગ્ય કર્મો બાકી રહે છે. જો છ માસ બાકી રહેતા હોત તો આવું વિધાન કરત નહીં.) તથા પ્રજ્ઞાપના ગ્રંથમાં પીઠ-ફલકાદિનું પ્રત્યર્પણ જ કહ્યું છે. જો છ માસ 10 લેવાના હોય તો ગ્રહણ પણ થાત. (આશય એ છે કે – અંતર્મુહૂર્ત પ્રમાણ કાળનું આયુષ્ય જ્યારે બાકી રહે ત્યારે કેવલી જો વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ કરતાં અધિક હોય તો તેને સમાન કરવા માટે સમુદ્લાતનો આરંભ કરે છે. તે સમુદ્દાત પૂર્ણ થયા પછી ઉપરોક્ત પ્રમાણે મન-વચન-કાયાનો વ્યાપાર કરવો પડે તો કરે છે. તેમાં જો કેવલી ભગવંતે કોઈક કારણે પીઠ-ફલકાદિની પૂર્વે યાચના કરેલી હોય તો જેની પાસેથી લાવ્યા હતા તેને પાછું સમર્પણ કરે 15 છે. અહીં પ્રજ્ઞાપના સૂત્ર-૩૪૮માં આર્યશ્યામાચાર્યે પીઠ-ફલકાદિનું માત્ર સમર્પણ જ કહ્યું છે, ગ્રહણ બતાવ્યું નથી. તેથી જણાય છે કે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે જ સમુાતાદિ કેવલી આરંભે છે, નહિ કે છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે, કારણ કે જો છ માસ જેટલું આયુષ્ય બાકી હોત તો વર્ષાકાળનો સંભવ હોવાથી પીઠફલકાદિ ગ્રહણ કરવાનો પણ કો'ક કેવલીને અવસર આવત, અને તેથી સમુદ્દાત પછી કાયયોગનો વ્યાપાર કરવામાં પીઠ-ફલકાદિનું ગ્રહણ પણ બતાવ્યું 20 હોત, પણ બતાવ્યું નથી. આમ જે આચાર્યો કહે છે કે - છ માસ બાકી હોય ત્યારે સમુદ્ધાતાદિ કરે તે ઘટતું નથી.) પ્રાસંગિક ચર્ચાથી સર્યું. - પ્રસ્તુત યોગનિરોધ કેવી રીતે કરે ? તે કહે છે તે કેવલી યોગનિરોધને કરતા પ્રથમ શરીરપ્રદેશો સાથે સંબદ્ધ એવી જે મનઃપર્યાપ્તિની નિવૃત્તિ (મનોદ્રવ્યગ્રહણશક્તિરૂપ) કે જેનાવડે પૂર્વે મનોદ્રવ્યોના ગ્રહણને કરીને ભાવમનનો પ્રયોગ કરતા હતા, તે મનઃપર્યાપ્તિનામકર્મોના 25 સંયોગનો નાશ કરવા માટે મંત્રના સામર્થ્યથી જેમ વિષ હણાય તેમ તે ભગવાન અનુત્તર, અર્ચિત્ય, નિરાવરણ એવા ક૨ણવીર્યવડે (શરીરમાં ઉત્પન્ન થતાં વીર્યવડે) મનના વ્યાપારને અટકાવે છે. (ટૂંકમાં મન:પર્યાપ્તિ નામકર્મોનો વિનાશ કરવા સૌ પ્રથમ પોતાની અચિંત્ય શક્તિવડે મનવ્યાપારને અટકાવે છે. તે કેવી રીતે અટકાવે છે ? તે હવે બતાવે છે) ||૧|| જઘન્યયોગવાળા પર્યાપ્તમાત્ર સંજ્ઞીપંચેન્દ્રિયજીવનો પ્રથમ સમયે જેટલા મનોદ્રવ્યો અને જેટલો તે દ્રવ્યોનો વ્યાપાર હોય છે. 30 ६१. पर्याप्तमात्रसंज्ञिनो यावन्ति जघन्ययोगस्य । भवन्ति मनोद्रव्याणि तद्व्यापारश्च यावन्मात्रः ॥ १ ॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy