SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तस्य जन्तोः 'असितम्' असितमिति कृष्णमशुभं संसारानुबन्धित्वात् एवंविधस्यैव च क्षयः श्रेयानिति, न तु शुभस्य स्वरूपस्येति भावना, अष्टधा सितमित्यादि पूर्ववदेवेति गाथार्थः ॥ प्रथमव्याख्यापक्षमधिकृत्य सम्बन्धमाह - तत्कर्मशेषं तस्य समस्थित्यसमस्थिति वा स्यात् ?, न तावत् समस्थिति विषमनिबन्धनत्वात्, नाप्यसमस्थिति चरमसमये युगपत् क्षयासम्भवादिति, 5 एतदयुक्तम्, उभयथाऽप्यदोषात्, तथाहि - विषमनिबन्धत्वे सत्यपि विचित्रक्षयसम्भवात् कालतः समस्थितित्वाविरोध एव, चरमपक्षेऽपि समुद्घातगमनेन समस्थितिकरणभावाददोषः, न चैतत् स्वमनीषिकयैवोच्यते, यत आह नियुक्तिकार : नाऊण वेअणिज्जं अइबहुअं आउअं च थोवागं । આવા દીર્ઘકાળનું કર્મ તે જીવને સંસાર વધારનારું હોવાથી અશુભ છે અને આવા પ્રકારના 10 અશુભ કર્મનો જ ક્ષય કલ્યાણકારી છે. પણ (સર્વથા સંતાનનો ઉચ્છેદ માનનારા એવા બૌદ્ધો “દીપકની જેમ જીવ પૃથ્વી, અંતરિક્ષ, દિશા, વિદિશા.....' વિગેરે વચનોવડે જે રીતે જીવનો ઉચ્છેદ માને છે તે રીતે - કૃતિ ટિપ્પળ શુભ એવા જીવસ્વરૂપનો ક્ષય (અર્થાત્ જીવનો સર્વથા ક્ષય) કલ્યાણકારી નથી. આઠ પ્રકારનું બંધાયેલું... વિગેરે પૂર્વની જેમ જ વ્યાખ્યા જાણવી. ॥ ૯૫૩ ॥ અવતરણિકા : પ્રથમ વ્યાખ્યાપક્ષને આશ્રયી (આગળની ગાથા સાથેના) સંબંધને કહે 15 <> પૂર્વપક્ષ : જે આઠ પ્રકારના કર્મો અલ્પસ્થિતિવાળા કર્યા છે તે બધાં એક સરખી સ્થિતિવાળા થાય કે જુદી જુદી સ્થિતિવાળા થાય ? (પૂર્વપક્ષ પોતે જ પોતાની મતિથી જવાબ આપે છે કે) તે કર્મો સમાન સ્થિતિવાળા ન હોય કારણ કે જુદા જુદા કારણોને આશ્રયીને તે સ્થિતિ બંધાયેલી હતી. 20 (અર્થાત્ પૂર્વે જ્યારે કર્મ બાંધ્યા હોય ત્યારે તેના કારણો જુદા જુદા હોવાથી પૂર્વે તે બધાની સ્થિતિ પણ જુદી જુદી હતી અને તે જ્યારે ઓછી થાય સમયે એક અધ્યવસાયરૂપ એક જ કારણવડે ઓછી થતી હોવાથી એક સમાન સ્થિતિવાળા થાય નહીં પણ વિષમસ્થિતિવાળા થવા જોઈએ. પરંતુ) વિષમસ્થિતિવાળા પણ ઘટતા નથી, કારણ કે તેના (ભવચક્રના) છેલ્લા સમયે એક સાથે સર્વેનો ક્ષય સંભવતો નથી. (અર્થાત્ વિષમસ્થિતિવાળા તે કર્મોનો નાશ કરતાં-કરતાં છેલ્લા સમયે પણ તે 25 વિષમસ્થિતિવાળા રહેવાના, અને તેથી છેલ્લા સમયે એક અધ્યવસાયથી વિષમસ્થિતિવાળા સર્વ કર્મોનો એક સાથે ક્ષય સંભવિત નથી. માટે વિષમસ્થિતિવાળા પણ ઘટતા નથી.) સમાધાન ઃ તમારી આ વાત અયોગ્ય છે કારણ કે સમસ્થિતિ કે વિષમસ્થિતિ, બંનેમાં કોઈ દોષ નથી. તે આ રીતે જુદા જુદા કારણો હોવા છતાં વિચિત્ર ક્ષયનો સંભવ હોવાથી કાળને આશ્રયી તે આઠે કર્મો સમસ્થિતિવાળા માનવામાં કોઈ વિરોધ નથી તથા વિષમસ્થિતિરૂપ ચરમપક્ષમાં 30 પણ કોઈ દોષ નથી, કારણ કે સમુદ્દાતને પામી સઘળા કર્મો સમસ્થિતિવાળા કરે છે. આ કંઈ સ્વબુદ્ધિથી કહેવાતું નથી કારણ કે નિર્યુક્તિકારે કહ્યું છે ગાથાર્થ : વેદનીય કર્મને અતિબહુ અને આયુષ્યને અલ્પ જાણ્યા પછી સમુદ્દાતને પામીને
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy