________________
કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ (નિ. ૯૫૩)
इत्यादि, एवंविधसिद्धत्वभावे दीक्षादिप्रयासवैयर्थ्यात् निरन्वयक्षणभङ्गस्य चायुज्यमानत्वात्, प्रदीपदृष्टान्तस्याप्यसिद्धत्वात्, तथाहि तत्र त एव पुद्गला भास्वरं रूपं परित्यज्य तामसं रूपान्तरमासादयन्तीत्यलं विस्तरेण, अथवाऽन्यथा व्याख्यायते 'दीर्घकालरयं' इति रयः - वेगः चेष्टाऽनुभवः फलमित्यनर्थान्तरं ततश्च दीर्घकालो रयोऽस्येति दीर्घकालरयं, सन्तानोपभोग्यत्वादिति भावना, यद्भव्यकर्म 'सेसित' मिति श्लेषितमिति संश्लिष्टं लेश्यानुभावात् अष्टधा सितमित्यादि 5 पूर्ववत्, अथवाऽन्यथा व्याख्यायते - दीर्घकालरज इति, तत्र रज इव रजः सूक्ष्मतया स्नेहबन्धनयोग्यत्वाद्वा रज इत्युच्यते, यद्भव्यकर्मेति च नैवं व्याख्यायते, साक्षात्कर्माभिधानेन सर्वनाम्नो निरर्थकत्वात्, प्रकरणादेव भव्यस्यावगम्यमानत्वाद्, अभव्यस्य सिद्धत्वानुपपत्तेः, ततश्च जन्तुकर्म इति व्याख्यायते जन्तुः - जीवस्तस्य कर्म जन्तुकर्म, अनेनाबद्धकर्मव्यवच्छेदमाह, तच्च 'से' માનવામાં દીક્ષા લેવાદિનો પ્રયાસ નિરર્થક બની જાય (કારણ કે કોઈ બુદ્ધિમાન જીવ પોતાની 10 જાતે પોતાના વધ માટે “ગળે તલવાર મૂકે નહિ.) અને ક્ષણનો (ક્ષણવર્તી આત્માનો) સર્વથાભંગ પણ ઘટતો નથી. (કારણ કે સત્ એવી વસ્તુનો સર્વથા નાશ થઈ શકતો નથી. વિશેષાર્થીએ ધર્મસંગ્રહણીમાં જોવું.) તથા પ્રદીપનું દૃષ્ટાન્ત પણ અસિદ્ધ છે તે આ પ્રમાણે – જ્યારે દીપક પોતે ઓલવાય છે ત્યારે તે જ પુદ્ગલો પોતાના ભાસ્વર(તેજોમય) રૂપને છોડીને અંધકારરૂપને પામે છે. (પણ સંપૂર્ણ વિનાશ પામતા નથી.) વધુ વિસ્તારથી સર્યું.
૧૯૯
અથવા આ ગાથાર્થનો અર્થ બીજી રીતે જણાવાય છે - પરંપરાવડે વારંવાર ભોગવવા યોગ્ય હોવાથી દીર્ઘકાળ સુધી ફળ છે જેનું એવું તે કર્મ દીર્ઘકાળરય કહેવાય છે. આવું જે ભવ્ય કર્મ લેશ્યાના કારણે (આત્મા સાથે) ચોંટેલું, આઠ પ્રકારે બંધાયેલું... વિગેરે આગળની વ્યાખ્યા પૂર્વ વ્યાખ્યા પ્રમાણે જાણવી.
15
અથવા ત્રીજી રીતે વ્યાખ્યા કરાય છે - કર્મ એ સૂક્ષ્મ હોવાથી અથવા સ્નેહ(રાગ)વડે બંધનને 20 યોગ્ય હોવાથી રજ કહેવાય છે. પૂર્વની જેમ ‘જે ભવ્યકર્મ' એ પ્રમાણે વ્યાખ્યા કરવી નહીં, કારણ કે કર્મનું સાક્ષાત્ કથન કરેલ હોવાથી સર્વનામ નિરર્થક છે કોઈ જરૂર નથી. તથા પ્રકરણથી જ ભવ્ય જણાઈ જતું હોવાથી ‘તુ’ શબ્દવડે ‘ભવ્ય’ વિશેષણ પણ જોડવાની જરુર નથી, કારણ કે અભવ્યને સિદ્ધપણું ઘટતું નથી. તેથી અહીં ‘જંતુકર્મ’ એ પ્રમાણે વ્યાખ્યા સમજવી. (આશય એ છે કે પૂર્વે ‘નં તુ ર્માં' વાક્યમાં ‘વ્' શબ્દ સર્વનામ રૂપે લીધો, તથા તુ શબ્દથી ભવ્યવિશેષણ 25 જોડી ‘જે ભવ્યકર્મ’ એ પ્રમાણે વ્યાખ્યા કરી, પરંતુ આ ત્રીજી વ્યાખ્યામાં તેનો નિષેધ કર્યો, કારણ કે કર્મ શબ્દ સાક્ષાત્ બતાવેલ હોવાથી ‘જે કર્મ’ એવો અર્થ ક૨વાની કોઈ જરુર નથી. તથા પ્રકરણથી જ ‘ભવ્ય’ શબ્દ પણ જણાતો હોવાથી ‘તુ' શબ્દ લેવાની જરૂર નથી. તેથી ‘નં તુ મં' શબ્દને ભેગો કરી ‘જંતુમાં’· શબ્દ સમજી વ્યાખ્યા કરવી.) જંતુ એટલે જીવ, તેનું કર્મ તે જંતુકર્મ. આ શબ્દવડે અબદ્ધ એવા કર્મનો વ્યવચ્છેદ કહ્યો.. (તેથી કર્મ નહીં પણ જંતુ=જીવ સાથે બંધાયેલું 30 કર્મ એ પ્રમાણે અર્થ જાણવો.)