SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) किंभूतं सच्छेषितम् ? इत्याह-'अष्टधा सितम्' अष्टप्रकारं ज्ञानावरणादिभेदेन सितं 'सित वर्णबन्धनयो रिति वचनात् सितं-बद्धमुच्यते । इदानीं निरुक्तिमुपदर्शयति-तच्छेषितं सितं कर्म ध्मातं, 'ध्मा शब्दाग्निसंयोगयो 'रिति वचनात् ध्यानानलेन दग्धं महाग्निना लोहमलवदस्येति सिद्ध इति, एवं कर्मदहनानन्तरं सिद्धस्यैव सतः किं ?-सिद्धत्वमुपजायते, नासिद्धस्य, "भव्योऽसिद्धो न 5 सिध्यतीति वचनाद्, उपजायत इत्यपि तदात्मनः स्वभाविकमेव सदनादिकर्मावृतं तदावरणविगमेनाऽऽविर्भवति तत्त्वतः तथाऽपि लौकिकवाचोयुक्त्या व्यवहारदेशनयोपजायत इत्युच्यते, अथवा सिद्धस्य सिद्धत्वं भावरूपमुपजायते, न तु प्रदीपनिर्वाणकल्पमभावरूपमिति नयमतान्तरव्यवच्छेदार्थमेतत्, तथा चाऽऽहुरेके "दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । 10 #િ 7 સ્થિતિકિશું સાઈઝન, સેહક્ષય( વત્તતિ નિમ્ wi" કરાયેલું છે. પૂર્વે કેવા પ્રકારનું આ કર્મ હતું કે જે અલ્પ કરાયું છે? તે કહે છે – જ્ઞાનાવરણાદિભેદોવડે આઠ પ્રકારે બંધાયેલું. (આ કર્મ અલ્પ કરાયું છે.) “સિત્' ધાતુ વર્ણ અને બંધન અર્થમાં હોવાથી સિત' એટલે બંધાયેલું અર્થ કરવો. હવે (સિદ્ધશબ્દની) નિરુક્તિ અર્થને બતાવે છે – અલ્પસ્થિતિ વિગેરે રૂપે બંધાયેલું (અર્થાત્ અલ્પસ્થિતિ વિગેરે રૂપે કરાયેલું) તે કર્મ જેનું સંપૂર્ણ) નાશ પામ્યું 15 છે તે સિદ્ધ કહેવાય છે. અહીં ‘બા' ધાતુ શબ્દ અને અગ્નિ સંયોગના અર્થમાં હોવાથી ‘બાત' એટલે મહાગ્નિવડે લોખંડના મલની જેમ ધ્યાનરૂપ અગ્નિવડે બાળેલું (એટલે કે નાશ પામેલું.) આ પ્રમાણે કર્મના દહન પછી સિદ્ધ થયેલા એવા જ જીવને સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે, પણ અસિદ્ધને (જેના સંપૂર્ણ કર્મો નાશ પામ્યા નથી એવા જીવને) ઉત્પન્ન થતું નથી, કારણ કે “અસિદ્ધ એવો ભવ્યજીવ સિદ્ધ થતો નથી' આવું વચન છે. 20 જો કે આત્માનું સ્વાભાવિક (સ્વભાવરૂપ) એવું જ સિદ્ધપણું એ અનાદિ એવા કર્મોથી ઢંકાયેલું છે. તે કર્મરૂપ આવરણનો નાશ થતાં તત્ત્વથી તો આ સિદ્ધપણું પ્રગટ થાય છે (નહિ કે ઉત્પન્ન થાય છે.) છતાં ઉત્પન્ન થાય છે એવું જે કહેવાય છે તે લૌકિક વચનોને પ્રધાન માનતી એવી વ્યવહારદેશનાવડે કહેવાય છે. અથવા સિદ્ધ એવા જીવને સિદ્ધપણું ભાવરૂપ ઉત્પન્ન થાય છે, નહિ કે દીપકના નાશની જેમ અભાવરૂપ થાય છે. આ વચન અન્ય નય(બૌદ્ધોની બાદબાકી કરનારું 25 જાણવું.(અર્થાતુ જે લોકો સિદ્ધપણાંને અભાવરૂપ માને છે તે લોકોનું ખંડન કરનારું આ વચન જાણવું.) કેટલાક લોકો કહે છે– “જેમ દીપક ઓલવાયા પછી નીચે પૃથ્વીમાં જતો નથી કે અન્તરિક્ષમાં જતો નથી, કોઈ દિશા કે કોઈ વિદિશામાં જતો નથી, પરંતુ ઘીના ક્ષયથી માત્ર શાંતિને=ભાશને = અભાવને) પામે છે //લા” (તમ નિવૃત્તિને પામેલો જીવ પણ પૃથ્વી, અન્તરિક્ષ, દિશા કે વિદિશાને પામતો નથી પણ ફ્લેશ (કર્મ)નો નાશ થતાં માત્ર શાંતિને (નાશને) પામે 30 છે. રો” આવું જે લોકો માને છે તેઓનો આ મત ઉપરોક્ત “ભાવરૂપ સિદ્ધપણું ઉત્પન્ન થાય છે.' એ વચનથી ખંડિત થયેલા જાણવો.) કારણ કે આવા પ્રકારનું એટલે કે અભાવરૂપ સિદ્ધપણું
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy